Home> Gujarat
Advertisement
Prev
Next

યુવરાજ સિંહનો મોટો ધડાકો: છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગમાં થયેલી ભરતીઓમાં મોટા કૌભાંડનો આરોપ

છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે, તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે.

યુવરાજ સિંહનો મોટો ધડાકો: છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગમાં થયેલી ભરતીઓમાં મોટા કૌભાંડનો આરોપ

ઝી ન્યૂઝ/ અમદાવાદ: વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ધડાકો કર્યો છે. તેમણે ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે, તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે આજરોજ જે પરીક્ષા ચાલી રહી છે તેના સ્પષ્ટીકરણ અને કૌભાંડ આચરવામાં આવ્યું છે તેના પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વિગતવાર માહિતી આપીને અનેક મોટા ખુલાસાઓ કર્યા છે.  યુવરાજસિંહે કૌભાંડમાં ધનસુરાના અવધેશ પટેલ મુખ્ય આરોપી હોવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે અમારી ટીમને કોઈ જાતિ, જ્ઞાતિ, વ્યવસાય કે અધિકારીઓ પ્રત્યે કોઈ રોગદ્રેષ નથી. અમે ફક્તને ફક્ત વિદ્યાર્થીઓના હિતમાં રાખીને અમે રજૂઆત કરીએ છીએ. છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે, તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે. જેની ક્ષતિઓ બહાર લાવવાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે આજે રાજ્યમાં જે પરીક્ષા ચાલી રહી છે, તેમાં પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. યુવરાજ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લાં 3 વર્ષમાં ઉર્જા વિભાગની ભરતીમાં મોટાપાયે કૌભાંડ આચરવામા આવ્યા છે. અત્યારે અલગ અલગ કેન્દ્રો પર ભરતી ચાલી રહી છે. 

યુવરાજ સિંહે ઉર્જા વિભાગની વિવિધ ભરતીઓમાં જે કૌભાંડોનો આરોપ લગાવ્યો છે, તેનો લાભ ધવલ પટેલ, કૃસાંગ પટેલ, હિતેશ પટેલે લીધો હોવાનું જણાવ્યું છે. આ સાથે તેમણે તમામ સ્પર્ઘાત્મક પરીક્ષાઓની તપાસ કરવા એસઆઈટીની રચના કરવા જણાવ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે તેમાં એક જ સિકવન્સમાં એક સરખા માર્ક્સ આવ્યા છે. આ ઉપરાંત એક જ ગામના 18 લોકોને નિમણૂંક આપવામાં આવી, જે અશક્ય છે. PGVCL, DGVCL, UGVCLમાં ભરતીની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે. જેમાં કોમ્પ્યુટર હેક કરીને કંટ્રોલ રૂમમાંથી જવાબો આપવામાં આવે છે. મારી પાસે તમામ આધારભૂત પુરાવા રૂપે ઑડિયો અને વીડિયો રેકોર્ડિંગ છે.

તેમણે  જણાવ્યું કે GETCO ની ભરતીમાં આર્થિક લાભથી કૌભાંડ આચરાયું હોવાનો આરોપ લગાવ્યો છે. જેનું એપીસેન્ટર અરવલ્લી અને બાયડ હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે GETCO ની ભરતીમાં એક જ ગામના 18 પરિક્ષાર્થીઓને નિમણૂંક આપી હોવાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે GETCO ની ભરતીમાં એક જ ગામના 18  પરિક્ષાર્થીઓને નિમણૂંક આપવી તે ક્યારેય શક્ય નથી. આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે, ત્યારે ઓનલાઈન પરીક્ષામાં પણ કૌભાંડ ચાલી રહ્યું છે.

યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે,2021માં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને એક સરખા માર્ક અપાયા છે. વચેટિયાઓ અવધેશ પટેલ,  ધનસુરાના શિક્ષક અરવિંદ પટેલ, શ્રીકાંત શર્મા વડોદરાની સંડોવણી હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે એજન્સીના મળતીયાઓ સાથે સંપર્ક રાખીને આ લોકો કૌભાંડ કરી રહ્યા છે. અજય પટેલ બાયડમાં ક્લાસીસ ચલાવે છે. જ્યારે હર્ષ નાઈ પણ શિક્ષક છે.

fallbacks

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પરીક્ષામાં લાભ લેનાર વિદ્યાર્થીઓના નામ જણાવ્યા હતા. જેમાં ધવલ પટેલ, કુશનગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયમ પટેલ, આંચલ પટેલ, રાહુલ પટેલ પતિ પત્ની પ્રદીપ પટેલ, બાબુભાઇ પટેલ, જીગીશા પટેલના નામનો ઉલ્લેખ કર્યો છે. આ સિવાય યુવરાજે JETCO ની ચાલુ પરીક્ષામાં મિતુલ પટેલ પ્રાંતિજ માં હોવાનું જણાવ્યું છે. જેની કારનો નંબર Gj09AG0393 છે. મિતુલ પટેલ પ્રાંતિજનો રહેવાસી છે. આ સરકારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા નથી, પરંતુ કન્ટ્રોલ રૂમમાંથી પરીક્ષા અપાઈ રહી હોવાનો જણાવ્યું છે.

યુવરાજે વધુમાં જણાવ્યું છે કે, NSCIT પરીક્ષા ઓનલાઈન પરીક્ષા લેવાય છે, જે મહારાષ્ટ્રની કંપની છે. જેમાં પટેલ, ચૌધરી પટેલ અને પ્રજાપતિ સમુદાય જોવા મળશે. એક જ ગામના 18 લોકોને નોકરી કેવી રીતે મળી તે મોટો સવાલ હોવાનું જણાવ્યું છે. તમામને એક જ સિકવન્સમાં એક સરખા માર્ક્સ આવ્યા છે. PGVCL, DGVCL, UGVCLમાં ભરતીની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે. જેમાં કોમ્પ્યુટર હેક કરીને કંટ્રોલ રૂમમાંથી જવાબો આપવામાં આવે છે. મારી પાસે તમામ આધારભૂત પુરાવા રૂપે ઑડિયો અને વીડિયો રેકોર્ડિંગ છે.

તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર કૌભાંડમાં ઓનલાઈન પરીક્ષા લેનારી એજન્સીની પણ સંડોવણી છે. વડોદરા ખાતેની ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓની કૌભાંડ મામલે તપાસ થવી જોઈએ. વધુમાં વિદ્યાર્થી નેતાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, અમે વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખીને ખુલાસા કરી રહ્યાં છીએ. આ સાથે જ યુવરાજ સિંહે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. 

fallbacks

યુવરાજે જણાવ્યું છે કે અત્યારે ચાલી રહેલી પરીક્ષામાં પણ પૈસા અપાઈ ગયા છે. જેમાં 1 પેપરના 21 લાખ લેવામાં આવ્યા છે. આ કૌભાંડમાં સિલેક્ટ થયા બાદ પૈસા ઉમેદવારો પાસેથી વસુલાય છે. ખાલી એડવાન્સમાં 1 કે 2 લાખ રૂપિયા આપવાના હોય છે. આ પરીક્ષા 3 શિફ્ટમાં લેવાય છે. જેમાં NSCIT ના અધિકારીઓ અને GUVNL વડોદરાના અધિકારીઓ સંપર્કમાં હોવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજે જણાવ્યું હતું કે મને સમગ્ર માહિતી વિદ્યાર્થીઓ પાસેથી મળી છે. જેના તમામ આધાર પુરાવા તેમની પાસે હોવાનું જણાવ્યું છે.

યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઉર્જાવિભાગમાં જે ભરતીઓમાં કૌભાંડ થયા છે, તેના વિશે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને એક્શન લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી રહ્યું છે. હેડ ક્લાર્કમાં પણ તપાસને દબાવવામાં આવી રહી છે. અમારે ગુજરાતના વિદ્યાર્થીઓ ના હિતમાં મુદ્દા ઉઠવ્યા છે. હું વિદ્યાર્થી નેતા તરીકે મુદ્દા ઉઠાવું છું. હું કોઈ પણ રાજકીય રંગ આપવા માંગતો નથી. આ મુદ્દે કોઈ રાજકીય રોટલા ન શેકવા પક્ષોને અપીલ પણ છે. તેમણે ઉમેર્યું હતું કે પેપરલીકનો મુદ્દો લિકર કાંડમાં ફેરવાય ગયો છે. આ મુદ્દે સરકારને રજુઆત કરી હતી. પોલીસને સંપર્ક કર્યો હતો પરંતુ અમને રજુઆત કરવા દેવામાં આવી નહોતી.

યુવરાજે લગાવેલા આરોપોની રાજ્ય સરકાર કરશે તપાસ
ZEE 24 કલાક પર ઉર્જા વિભાગના ભરતી કૌભાંડ અંગે મોટી ખબર સામે આવી રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજે ઊર્જા વિભાગમાં કરેલી ભરતી કૌભાંડોના આરોપોની રાજ્ય સરકાર તપાસ કરશે. ઉર્જા વિભાગના અગ્ર સચિવ મમતા વર્માની આગેવાનીમાં સમગ્ર કૌભાંડોની તપાસ થશે. 

fallbacks

ધનસુરાના અવધેશ પટેલ કોણ છે?
અરવલ્લી ઊર્જા વિભાગમાં કૌભાંડ આક્ષેપ મામલામાં ધનસુરાના અવધેશ પટેલનું નામ ખૂલતા હડકંપ મચી ગયો છે. અવધેશ પટેલ ભાજપ યુવા મોરચાના મહામંત્રી છે. જેમના પર ઊર્જા વિભાગમાં ભરતી કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે, જ્યારે આ મુદ્દે મીડિયા પહોચતા તેઓ કાર મૂકી રવાના થયા હતા. અવધેશ પટેલે પોલીસ અટકાયતના ડરથી મીડિયા સામે આવવાનું ટાળ્યું હતું.

અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ 
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના ઉર્જા વિભાગની ભરતીમાં મોટા આક્ષેપો બાદ અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. આઇજીના આદેશ બાદ અરવલ્લી પોલીસ સતર્ક બની ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. એસપી સંજય ખરાતે ત્રણ ટીમો તપાસ માટે મોકલી આપી છે. ઊર્જા વિભાગ ભરતીમાં જે નામો ખુલ્યા છે તેમની તપાસ કરાશે. સાંજ સુધીમાં એસપી અરવલ્લીમાં પ્રેસ કોંફરન્સ કરી શકે છે.  

ઊર્જા વિભાગની ભરતીમાં યુવરાજસિંહે કરેલા આરોપમાં મોટા સવાલ

  • વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વધુ એક કૌભાંડનો આરોપ કર્યો
  • ઊર્જા વિભાગે કરેલી ભરતીમાં કૌભાંડનો મોટો આરોપ
  • UGVCL, PGVCL, DGVCL, MGVCLની ભરતીમાં કૌભાંડ
  • ઘણા અસામાજિક તત્વો આર્થિક લાભ લઈ કરી રહ્યા છે કૌભાંડ
  • કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા
  • 'એક જ ગામના 18 વિદ્યાર્થીઓ કઈ રીતે પાસ થાય?'
  • 2021માં ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ થયાઃ યુવરાજ
  • UGVCL જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં પણ કૌભાંડ
  • એક જ સીકવન્સમાં સરખા માર્ક કઈ રીતે આવી શકે?
  • ધનસુરાના શિક્ષક અવધેશ પટેલ મુખ્ય આરોપી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More