Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં મોર્નિંગ વોક કરી પરત ફરી રહેલા યુવાનનું કારની અડફેટે મોત, એક મહિનામાં ત્રીજું મોત

શહેરના કમાટીબાગમાં મોર્નિંગ વોક કરીને પોતાના ઘરે પરત ફરી રહેલા એક બાઇક ચાલકને કોઠી ચાર રસ્તા પાસે ગાડીએ અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારે એક જ મહિનામાં પરિવારમાંથી ત્રીજો સભ્ય ગુમાવ્યો હતો. મૃતક ઇકબાલની પત્નીને ત્રણ નાના બાળકો છે. ઇકબાલના મોતથી પત્ની અને પરિવારના બાળકો નોધારા થયા છે. 

વડોદરામાં મોર્નિંગ વોક કરી પરત ફરી રહેલા યુવાનનું કારની અડફેટે મોત, એક મહિનામાં ત્રીજું મોત

વડોદરા : શહેરના કમાટીબાગમાં મોર્નિંગ વોક કરીને પોતાના ઘરે પરત ફરી રહેલા એક બાઇક ચાલકને કોઠી ચાર રસ્તા પાસે ગાડીએ અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારે એક જ મહિનામાં પરિવારમાંથી ત્રીજો સભ્ય ગુમાવ્યો હતો. મૃતક ઇકબાલની પત્નીને ત્રણ નાના બાળકો છે. ઇકબાલના મોતથી પત્ની અને પરિવારના બાળકો નોધારા થયા છે. 

વડોદરા શહેરના આજવા રોડ પર 212 ઘનાની પાર્કમાં રહેતા અને આજવા રોડ પર મોબાઇલ એસેસરીઝની દુકાન ધરાવતા ઇકબાલ યુસુફ મેમણ (ઉ.વ 46) આજે સવારે કમાટી બાગમાં મોર્નિંગ વોક કરવા માટે ગયા હતા. તે મોર્નિંગ વોક કરીને પોતાની બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે કોઠી ચાર રસ્તા પર પુરપાટ ઝડપે આવી રહેલી હ્યુન્ડાઇ આઇ20 ગાડીએ અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તત્કાલ 108નો સંપર્ક કરીને ઇકબાલને હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો હતો. જો કે ત્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. 

અકસ્માતની જાણ થતા પરિવાર પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. મોતને ભેટેલા ઇકબાલના પરિવારે એક જ મહિનામાં આ ત્રીજુ મોત જોતા હૈયાફાટ રૂદન શરૂ કર્યું હતું. રૂદનના પગલે હોસ્પિટલમાં પણ ગમગીની છવાઇ હતી. હાલ રાવપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે તપાસ આદરી છે.હાલ તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ આદરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More