Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર; મંગળવારથી સ્કૂલોના ધક્કા ખાવા તૈયાર રહેજો!

ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર જશે. વાહન ચાલકો તેમના પડતર પ્રશ્નો અને ધીમી પાસિંગ પ્રક્રિયાથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. હડતાળના નિર્ણયથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે.

અમદાવાદના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર; મંગળવારથી સ્કૂલોના ધક્કા ખાવા તૈયાર રહેજો!
Updated: Jun 16, 2024, 06:31 PM IST

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારથી સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર જશે. જી હા...ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર જશે. વાહન ચાલકો તેમના પડતર પ્રશ્નો અને ધીમી પાસિંગ પ્રક્રિયાથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. હડતાળના નિર્ણયથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે.

ગુજરાતમાં ચોમાસું જામ્યું! ખંભાળિયામાં આભ ફાટતા 5 ઈંચથી વધુ વરસાદ, ભાણવડમાં 2.5 ઇંચ

વાલીઓએ નવી આફતનો સામનો કરવો પડી શકે છે. ગુજરાતમાં હજુ તો આ સપ્તાહે જ સ્કૂલો શરૂ થઈ છે ત્યાં વાલીઓએ મંગળવારથી સ્કૂલોના ધક્કા ખાવા પડી શકે છે. તેનું કારણ છે સ્કૂલ વાહન ચાલકો મંગળવારથી હડતાળ પર ઉતરી રહ્યા છે. સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. સ્કૂલ વર્ધી એસોસિએશને આ વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થવાની સાથે જ ભાડામાં વધારો કરીને વાલીઓ પર મોંઘવારીનો બોજ નાંખ્યો છે. હવે વાલીઓએ સ્કૂલ વાહન ચાલકોની હડતાળના કારણે સંતાનોને સ્કૂલે મૂકવા-લેવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

12 દિવસમાં 1200 કરોડની કમાણી...પછી પાટિયા પડવાનું શરૂ! CMના પરિવારને મોટું નુકસાન

સ્કૂલ વાહન ચાલકોએ તેમના કેટલાક પડતર પ્રશ્નો અને મંથર ગતિએ થતી પાસિંગ પ્રક્રિયા સહિતની કેટલીક સમસ્યાનો ઉકેલ ના આવતાં અંતે મંગળવારથી હડતાળ પર જવાનો સ્કૂલવર્ધી એસોસિએશને નિર્ણય કર્યો છે. ટ્રાફિક પોલીસ અને RTO વિભાગની કેટલીક કાર્યવાહીના વિરોધમાં આ નિર્ણય લેવાયો છે. જોકે, વાલીગણે સ્કૂલ વર્ધી એસોસિએશનના હડતાળના નિર્ણયને વખોડી કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્કૂલ વાહન ચાલકોના કેટલાક પડતર મુદ્દાને લઇને આજે (રવિવાર) એસોસિએશનની એક બેઠક હતી. બેઠકમાં સ્કૂલ રીક્ષા અને વેનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ કરાઇ હતી.

સરકારી નોકરીની શોધમાં છો? તો આ બેંકોમાં છે બમ્પર ભરતી, અહીં કરો ફટાફટ અરજી

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે