Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા: વાઘોડિયામાં વીજળી પડતા મહિલા દાઝી, સારવાર મળે તે પહેલા મોત

વડોદરાના વાઘોડિયામાં એક મહિલા પર વીજળી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વીજળીથી દાઝેલી મહિલાને સરવાર માટે હોસ્પિટલ જતાં પહેલા જ મોત નિપજ્યું છે

વડોદરા: વાઘોડિયામાં વીજળી પડતા મહિલા દાઝી, સારવાર મળે તે પહેલા મોત

ચિરાગ જોશી, વડોદરા: વડોદરાના વાઘોડિયામાં એક મહિલા પર વીજળી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વીજળીથી દાઝેલી મહિલાને સરવાર માટે હોસ્પિટલ જતાં પહેલા જ મોત નિપજ્યું છે. જો કે, એકએક ઘટના બનતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે.

આ પણ વાંચો:- સતત ભરતસિંહ સોલંકીના સંપર્કમાં રહેનાર કોંગ્રેસના ઉપ પ્રમુખ પણ કોરોનાની ઝપેટમાં

રાજ્યમાં બપોર બાદ અસહ્ય ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પટલો આવતા વરસાદ શરૂ થઈ ગયો હતો. વડોદરાના વાઘોડિયામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. તે દરમિયાન આનંદ નગરીમાં વીજળી પડવાની ઘટના બની છે. આ ઘટનામાં વીજળી પડતા 45 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે.

આ પણ વાંચો:- સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ, જો જો તમે પણ આવું દૂધ નથી પીતા ને!!!

ઘરના ધાબા પર મહિલા વરસાદની મજા માણી રહી હતી. તે દરમિયાન અચાનક વીજળી પડતા તે મહિલા દાઝી ગઈ હતી. જો કે, મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખેસડવામાં આવી હતી. પરંતુ સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે આ એકાએક ઘટના બનાત સમગ્ર પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More