Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ મર્ડર કેસમાં જોરદાર ટ્વિસ્ટ, મહિલાએ 2 પ્રેમી સાથે મળી પૂર્વ પતિની કરી હત્યા

રાજકોટમા ફરી એક વાર સંબંધોનું ખૂન થયાનુ સામે આવ્યુ છે. છુટાછેડા લીધા બાદ અવારનવાર પૂર્વ પતિ દ્વારા ત્રાસ આપવામા આવતા પૂર્વ પત્નીએ પોતાના બે પ્રેમીઓ સાથે મળી પોતાના પૂર્વ પતિની હત્યા કરી છે. જે મામલે પોલીસે હત્યા કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. 

રાજકોટ મર્ડર કેસમાં જોરદાર ટ્વિસ્ટ, મહિલાએ 2 પ્રેમી સાથે મળી પૂર્વ પતિની કરી હત્યા

સત્યમ હંસોરા/રાજકોટ :રાજકોટમા ફરી એક વાર સંબંધોનું ખૂન થયાનુ સામે આવ્યુ છે. છુટાછેડા લીધા બાદ અવારનવાર પૂર્વ પતિ દ્વારા ત્રાસ આપવામા આવતા પૂર્વ પત્નીએ પોતાના બે પ્રેમીઓ સાથે મળી પોતાના પૂર્વ પતિની હત્યા કરી છે. જે મામલે પોલીસે હત્યા કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. 

સ્વરૂપવાન મહિલા ASI અને કોન્સ્ટેબલે એકસાથે સ્યૂસાઈડ કર્યું, રાજકોટનો આજનો સૌથી ચર્ચાસ્પદ કિસ્સો

મંગળવારના રોજ રાજકોટ પોલીસને શક્તિ સોસાયટીના આવાસ યોજનાના ક્વાટરમાંથી લાશ મળી આવી હતી. પોલીસે લાશની ઓળખ મેળવવાનો પ્રયાસ કરતા લાશ જામનગરના શખ્સની હોવાનું ખૂલ્યુ હતુ. ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ કરતા હત્યા મૃતકની પૂર્વ પત્નીએ પોતાના બે પ્રેમીઓ સાથે મળી કરી હોવાનું ખૂલ્યુ છે. ત્યારે પોલીસની પૂછપરછમા મહિલા આરોપીએ જણાવ્યું હતું કે, ચાર માસ પહેલા તેના છૂટાછેડા થયા હતા. તેમ છતાં તેનો પૂર્વ પતિ તેની સાથે મારઝૂડ કરતો હતો. જેથી કંટાળીને તેણીએ તેના બંને પ્રેમીઓ સાથે મળીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. હત્યાના ભાગરૂપે પૂર્વ પત્નીએ પોતાના પૂર્વ પતિને જામનગરથી બોલાવ્યો હતો. 

મોટી જાહેરાત : દેશની ત્રીજી ફાયરિંગ રેન્જ ધોલેરામાં બનશે 

પૂર્વ પતિ દિલીપને ઘરે બોલાવી મહિલાએ પોતાના પ્રેમીઓ જશા અને સુરેશની મદદથી દિલીપને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ ત્રણેય લાશ પાસે જમ્યા હોવાનુ પણ પોલીસને જણાવ્યુ હતું. ત્યારે પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ છરી અને લોહીવાળા કપડાં સહિતના પુરાવાઓ એકત્ર કરવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More