Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: પતિ પત્ની વચ્ચે બોલાચાલીનું આવ્યું આ પરિણામ, યુવતીની કરાઇ ધરપકડ

સુરતના કતારગામ વિસ્તારમા એક પત્નીએ રોજેરોજના ઘર કંકાસથી કંટાળી જઇ પોતાના જ પતિનું ગળુ દબાવી હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવમાં કતારગામ પોલીસે આરોપી પત્નીને ઝડપી પાડી જેલ ભેગી કરી હતી.

સુરત: પતિ પત્ની વચ્ચે બોલાચાલીનું આવ્યું આ પરિણામ, યુવતીની કરાઇ ધરપકડ

સુરત: સુરતના કતારગામ વિસ્તારમા એક પત્નીએ રોજેરોજના ઘર કંકાસથી કંટાળી જઇ પોતાના જ પતિનું ગળુ દબાવી હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવમાં કતારગામ પોલીસે આરોપી પત્નીને ઝડપી પાડી જેલ ભેગી કરી હતી.

સુરતના કતારગામ આંબાતલાવડી વિસ્તારમા રહેતો અશોક પાનસુરિયા છેલ્લા કેટલાક સમયથી બેકારીનું જીવન ગુજારતો હતો. જ્યારે પત્ની શિલ્પા રોજેરોજ સાડીમાં સ્ટોન લગાવી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતી હતી. દારુ પીવાના પૈસાને લઇ બંને વચ્ચે રોજેરોજ બોલાચાલી થતી હતી, તો ક્યારેક અશોક શિલ્પા સાથે મારઝુડ પણ કરતો હતો. દરમિયાન બુધવારના રોજ ફરી અશોક દારૂ પી ઘરે આવ્યો હતો અને શિલ્પા સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો.

fallbacks

બંને વચ્ચેની બોલાચાલી વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી. જ્યા એકાએક ગુસ્સામાં આવી શિલ્પાએ પોતાના જ પતિનું ગળુ દબાવી માથુ દિવાલમાં ભટકાવ્યુ હતુ. જ્યાં અશોક બેભાન થઇ જતા તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. જો કે હાજર તબીબે અશોકને મૃત ઘોષીત કરતા કતારગામ પોલીસે શિલ્પા વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

fallbacks

ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા જ શિલ્પાએ પતિના ત્રાસને લઇ કતારગામ પોલીસ મથકમા અરજી કરી હતી અને અરજીના આધારે પોલીસે અશોકની અટકાયત પણ કરી હતી. હાલ પોલીસે શિલ્પાને કોર્ટમા રજુ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More