Home> Gujarat
Advertisement
Prev
Next

પતિ પત્ની ઔર વો: બે લગ્ન પછી પણ ત્રીજી યુવતી સાથે સંબંધ, રંગેહાથ ઝડપાતા પડ્યું ભારે

શહેરના પોશ વિસ્તારમાં રહેતા આશિષ અરોરા નામના એક યુવક સામે અન્ય યુવતી સાથે સંબંધ હોવાની પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદન નોંધવામાં આવી છે.

પતિ પત્ની ઔર વો: બે લગ્ન પછી પણ ત્રીજી યુવતી સાથે સંબંધ, રંગેહાથ ઝડપાતા પડ્યું ભારે

જાવેદ સૈયદ, અમદાવાદ: શહેરના પોશ વિસ્તારમાંથી પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક યુવકે બે બે લગ્ન કરી ત્રીજી સ્ત્રી સાથે રહેતો હતો. પ્રેમિકાને પૈસા આપવા માટે યુવક ઘરમાંથી પણ ચોરી કરી હતી. પત્નીને પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાના જાણ થતા પતિને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને મહિલાએ પતિ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વધુમાં વાંચો: પરેશ રાવલે લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઇન્કરા, માત્ર PM મોદી માટે કરશે પ્રચાર

શહેરના પોશ વિસ્તારમાં રહેતા આશિષ અરોરા નામના એક યુવક સામે અન્ય યુવતી સાથે સંબંધ હોવાની પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદન નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આશિષ અરોરા નામના યુવકે બે બે લગ્ન કર્યા હોવા છતાં તે અન્ય ત્રીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધમાં હતો. તે પ્રેમિકાને પૈસા આપવા માટે ઘરે જુઠ્ઠુ બોલી તેમજ બે વખત ઘરમાંથી પણ ચોરી કરી હતી.

આશિષની પત્નીને જ્યારે તેના પતિનો અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થઇ ત્યારે તેણીએ તેનો પીછો કરી આશિષને અને તેની પ્રેમિકાને બેડરૂમમાંથી રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જોકે, ત્યારબાદ પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે વધુ પુરાવા મેળવી તપાસ હાથ ધરી છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More