Home> Gujarat
Advertisement
Prev
Next

નકલી ટોલનાકા કૌભાંડમાં કોણ છે દિગ્ગજ પાટીદાર અગ્રણીનો 'કપૂત'? ભાજપના નેતા સહિત કોની કોની છે સંડોવણી

ગુજરાતમાં તો જાણે નકલ કરવાની ફેક્ટરીઓ ખુલી ગઈ છે. દરેક વસ્તુની નકલ બનતા વાર નથી લાગતી. અત્યાર સુધી આપણે તો નકલી હળદર, મરચું અને ઘી વિશે સાંભળ્યુ હતુ. ત્યારે હવે નકલી કચેરી બાદ નકલી ટોલનાકું ચાલતુ હોવાની વાત સામે આવી એટલું જ નહીં, આ નકલી ટોલનાકું ખોલવામાં પાટીદાર અગ્રણીના પુત્રને પણ સંડોવણી સામે આવી છે.

નકલી ટોલનાકા કૌભાંડમાં કોણ છે દિગ્ગજ પાટીદાર અગ્રણીનો 'કપૂત'? ભાજપના નેતા સહિત કોની કોની છે સંડોવણી

ઝી બ્યુરો/મોરબી: ગુજરાતમાં જે રીતે એક બાદ એક નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. તે પરથી તો લાગી રહ્યુ છે કે ગુજરાતના લોકો કોઈ વસ્તુની નકલ કરવાની બાબતમાં ચાઈનાને હંફાવવાની તૈયારીમાં છે. અસલી વસ્તુ જેવી જ નકલી વસ્તુ બનાવવામાં ચીનનું માર્કેટ દુનિયાભરમાં બદનામ છે. પરંતુ હાલના દિવસોમાં જે રીતે ગુજરાતમાંથી નકલી વસ્તુઓ પકડાઈ રહી છે, તેના પરથી તો લાગી રહ્યુ છે કે નકલ કરવાની રેસમાં હવે તો ગુજરાત પણ પાછળ નથી. 

ટોલ નકલી ગુજરાતમાં વસૂલી અસલી: દોઢ વર્ષમાં 82 કરોડ કોના કોના કિસ્સામાં ગયા?

બધી જ વસ્તુઓ ગુજરાતમાંથી પકડાઈ ચુકી છે. ત્યારે તેમાં હવે વધુ એક નઝરાણું જોડાયુ છે. નકલી ટોકનાકુ...ગુજરાતના છોટા ઉદેપુરમાં નકલી સરકારી કચેરીનું મસમોટુ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે ફરી એક વખત નકલી ટોકનાકુ ઝડપાયું છે. જીહા, મોરબીમાંથી આખે આખું નકલી ટોલનાકું ધમધમતુ હોવાનો ખુલાસો થયો છે.  મોરબીના વાંકાનેરના વઘાસિયા પાસે આ નકલી ટોલનાકું છેલ્લા દોઢ વર્ષથી ધમધમી રહ્યુ છે. આમ તો વઘાસિયા ટોલ પ્લાઝા પર નિયમ મુજબ ટોલ ટેક્સ વસૂલાય છે. પરંતુ અસલી ટોલનાકાના ટેક્સ કરતા ઓછો ટેક્સ રાખીને ભેજાબાજોએ બાયપાસ બનાવીને બંધ સીરામીક ફેક્ટરીને ભાડે રાખીને નકલી ટોલનાકું ઊભું કરી નાંખ્યું. જેમાં ફોર વ્હીલરના 50 રૂપિયા, મેટાડોર અને આઈશરના 100 રૂપિયા અને ટ્રકના 200 રૂપિયા ટેક્સ પેટે વસૂલવામાં આવતાં હતા.

ટોલ નકલી, વસૂલી અસલી

  • નકલી ટોલનાકા કૌભાંડમાં નવા ખુલાસા 
  • પાટીદાર અગ્રણી જેરામ પટેલના પુત્રની સંડોવણી
  • નકલી ટોલનાકા કાંડમાં ખુલ્યું નેતાનું નામ
  • ધર્મેન્દ્રસિંહ ઝાલા ભાજપના અગ્રણી નેતા
  • વઘાસિયા ગામનો સરપંચ અને તેનો ભાઈ આરોપી
  • દોઢ વર્ષમાં 82 કરોડની કરી નાંખી ગેરકાયદે વસૂલી 
  • નીચેથી ઉપર સુધી અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થઈ
  • સેફ વે કંપનીની ફરિયાદો વારંવાર નજરઅંદાજ કરાઈ
  • જિલ્લા કલેક્ટર અને પોલીસની કામગીરી શંકાના ઘેરામાં
  • નકલી ટોલનાકાનો અસલી માલિક કોણ?
  • ટોલનાકા પર ખુલ્લી લૂંટનો પરવાનો કોણે આપ્યો?
  • કયા નેતા અને અધિકારીઓની છે સંડોવણી?
  • જનતા લૂંટાતી રહી, છતાં પ્રશાસન કેમ ચૂપ રહ્યું?
  • તંત્રના નાક નીચે કોણ ચલાવે છે કરોડોની લૂંટ?

ભૂપેન્દ્ર પટેલ સરકારે કોની ભરી શરમ, બાહુબલીઓના બોગસ ટોલનાકા સામે તંત્ર કેમ છે ચૂપ

બામણબોરથી વાંકાનેર થઈને મોરબી અને કચ્છ તરફ દરરોજ હજારો વાહન પસાર થાય છે. જે તમામ વાહનો વઘાસિયા ટોલ પ્લાઝા પર નિયમ મુજબ ટોલ ટેક્સ આપે છે. પરંતુ અસલી ટોલનાકા કરતા 50 ટકા ડિસ્કાઉન્ટ આપીને વાહન ચાલકોને નકલી ટોલનાકા તરફ વાળી દેવામાં આવતા હતા. અને આ સિલસિલો છેલ્લા દોઢેક વર્ષથી ચાલી રહ્યો હતો. વાંકાનેરના આ વ્હાઈટ હાઉસ નામના નકલી ટોલનાકા અંગે નેશનલ હાઇવે ઓથોરિટી અને સેફ વે કંપનીને જાણ થતા અનેક જગ્યાએ રજૂઆત કરાઈ હતી, જેમાં 30 જુલાઈ 2022ના રોજ પ્રાંત અધિકારીને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. 14 સપ્ટેમ્બર 2022ના રોજ જિલ્લા કલેકટરને લેખિતમાં ફરિયાદ કરાઈ. 7 માર્ચ 2023ના રોજ જિલ્લા પોલીસ વડાને પત્ર લખાયો. 30 મે 2023ના રોજ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી અપાઈ. 16 જુન 2023ના રોજ ફરી પત્ર લખી ફરિયાદ લેવા અરજી કરાઈ.

મોરબીમાં બોગસ ટોલનાકા કેસમાં મોટો ખુલાસો! પાટીદાર નેતા જેરામ પટેલના દીકરાના કાળા હાથ

આમ, વઘાસિયા ટોલપ્લાઝા નજીક જ વ્હાઈટ હાઉસ નામનું નકલી ટોકનાકું બેરોકટોક રીતે ધમધમતું હોવા અંગે અનેક વખત અરજીઓ કરવા છતાં જવાબદાર અધિકારીઓએ કોઈ પગલાં લીધા ન હતા. જેથી આ ભેજાબાજોને સરકારની તિજોરી ખંખેરવાનો છુટ્ટોદોર મળી ગયો હતો. ઝી 24 કલાકે આ અંગે જેવો અહેવાલ પ્રસારિત કર્યો કે તુરંત જ સરકારમાંથી તપાસના આદેશ છૂટ્યા છે. 

શાહ બાદ ચૂંટણીના ચાણક્ય સાબિત થયા મનસુખ માંડવિયા,ગુજરાતી નેતાનું દિલ્હીમાં કદ વધ્યું

સરકારે તો સમગ્ર મામલે તપાસના આદેશ આપી દીધા છે. ત્યારે વિપક્ષને પણ નકલી ટોલનાકા મુદ્દે સરકારને ઘેરવાનો મોકો મળી ગયો. આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ટોલનાકા મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા. ZEE 24 કલાકના અહેવાલ બાદ પોલીસ પણ દોડતી થઈ છે. અને આખા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. 

લોકસભા પહેલાં 200 સીટો પર ભાજપને બઢત, આ 2 રાજ્યોમાંથી 100 સીટો જીતવાનો ટાર્ગેટ

તો બીજી તરફ કલેક્ટરે પણ નેશનલ હાઈવે ઓથોરિટી અને SDM પાસે સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે. ત્યારે આ આખી ઘટનામાં સૌથી મોટો સવાલ છે કે દોઢ વર્ષથી ચાલતા નકલી ટોકનાકા અંગે અનેક રજૂઆત કરાઈ હતી. તેમ છતાં કેમ કોઈ પગલા લેવાયા નહીં. જ્યારે ઝી 24 કલાકે પોતાની ફરજ નિભાવી પછી જ કેમ તંત્ર કેમ ઘોર નિંદ્રામાં જાગ્યું. ત્યારે હવે આશા રાખીએ કે તંત્ર આવી ઘટનાઓમાં મીડિયા પહેલા જાગશે અને આવા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More