Home> Gujarat
Advertisement
Prev
Next

Kajal Hindustani: કોણ છે ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવનાર કાજલ હિન્દુસ્તાની?

Who is Kajal Hindustani: લોકોએ આરોપ લગાવ્યો છે કે કાજલ હિન્દુસ્તાનીએ એક ખાસ સમુદાય પર હુમલો કરતી વખતે નફરતભર્યા ભાષણ આપ્યા. ત્યારબાદ સાંપ્રદાયિક તણાવ વધવા લાગ્યો.

Kajal Hindustani: કોણ છે ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવનાર કાજલ હિન્દુસ્તાની?

Who is Kajal Hindustani: વડોદરામાં રામ નવમી પર થયેલા હંગામા બાદ ઉનામાં પણ સ્થિતિ તંગ છે. ઉનામાં તણાવનું કારણ રામ નવમીના દિવસે ઉશ્કેરણીજનક ભાષણ હોવાનું કહેવાય છે. ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ કાજલ હિન્દુસ્તાની પર છે. આરોપ છે કે કાજલ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ભારતીય લોકોમાં નફરત ફેલાવી રહી છે. અચાનક લાઇમલાઇટમાં આવેલી કાજલ હિન્દુસ્તાનીએ ઉનામાં વિશ્વ હિન્દુ પરિષદના સંમેલનમાં ભાગ લીધો હતો. લોકોનો આરોપ છે કે આ કોન્ફરન્સમાં કાજલે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું અને લોકોમાં સાંપ્રદાયિક તણાવ વધવા લાગ્યો. તણાવ એટલો વધી ગયો કે પ્રશાસનને ભીડને શાંત કરવા માટે તમામ પ્રયાસો કરવા પડ્યા.

પીએમ મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં બાઇડન પાછળ

લોકપ્રિયતા માટે સસ્તી રાજનીતિ..!
લોકોએ આરોપ લગાવ્યો છે કે કાજલ હિન્દુસ્તાનીએ એક ખાસ સમુદાય પર હુમલો કરતી વખતે નફરતભર્યા ભાષણ આપ્યા. ત્યારબાદ સાંપ્રદાયિક તણાવ વધવા લાગ્યો. આ હંગામા પછી કાજલ હિન્દુસ્તાનીનું નામ સતત ચર્ચામાં રહ્યું છે. તમને જણાવી દઈએ કે કાજલ હિન્દુસ્તાનીનું સાચું નામ કાજલ સિંગલા છે. વિશ્વ હિંદુ પરિષદના સંમેલનમાં જોડાયા બાદથી તે ચર્ચાનો વિષય બની છે. હવે સમાજનો એક વર્ગ કાજલની ધરપકડની માંગ કરી રહ્યો છે. આવો તમને જણાવીએ કે કાજલ હિન્દુસ્તાનીએ વિશ્વ હિન્દુ પરિષદના સંમેલનમાં શું કહ્યું અને કેવી રીતે આ સાંપ્રદાયિક તણાવ પ્રશાસન માટે નાસકો સમાન બની ગયો.

અંબાલાલ પટેલની માવઠા સાથે સૌથી 'ડરામણી' આગાહી, આ મહિનામાં વધી શકે છે સાપ કરડવાના કેસ

ધર્મની આડમાં ફૂલીફાલી રહ્યા છે નફરતના સોદાગર 
સૌથી પહેલા તો અમે તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ ખાસ ધર્મની ઘટના બને છે ત્યારે આસ્થાના નામે નફરતનું ઝેર ઓકતા લોકો તેના પર નજર રાખે છે. મોકો મળતાં જ તેઓ નફરતના બીજ વાવવાથી બચતા નથી. હિન્દુઓનો તહેવાર હોય, રામનવમી હોય કે શિવરાત્રી.. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ પવિત્ર તહેવારો તોફાનો કર્યા વિના પૂરા થતા નથી. કેટલાક સ્વયં-ઘોષિત હિન્દુ પ્રવક્તા અને ઇસ્લામના પ્રચારકો ધર્મની આડમાં લોકોમાં નફરત ફેલાવવાનું કામ કરે છે. ઉના અને વડોદરામાં જે બન્યું તે આ કૃત્યનું જીવંત ઉદાહરણ છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશની શાંતિ અને અસ્મિતા સાથે રમત કરનારા આવા લોકોની સંખ્યા વધી રહી છે. કાજલ હિન્દુસ્તાની પર પણ આવા જ આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

Gujarat Corona Cases: ગુજરાતીઓ એલર્ટ, કોરોના વકર્યો, એક્ટિવ કેસનો આંક 2332ને પાર

ઉનામાં શું થયું?
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં કથિત રીતે લઘુમતી સમુદાયને નિશાન બનાવીને દ્વેષપૂર્ણ ભાષણો આપ્યા બાદ કોમી તણાવ ફાટી નીકળ્યો હતો. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. બજારો બંધ રહી, જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાની ઘટના પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે અને બંને સમાજના આગેવાનોને મળીને તણાવ ઓછો કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નશામાં ધૂત રિક્ષાચાલક VIP ગેટ તોડીને રન-વે સુધી પહોંચી ગયો! CISF જવાનોમાં હડકંપ

ભારતીય રમખાણોનું મૂળ કારણ કાજલ?
પોતાની જાતને રાજકીય અને સામાજિક કાર્યકર તરીકે ઓળખ આપનારી કાજલ હિન્દુસ્તાનીએ ગુરુવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત હિન્દુ સંમેલનમાં ધાર્મિક સમુદાયના સભ્યોને નિશાન બનાવ્યા બાદ શહેરમાં તણાવ વધી ગયો હતો, પોલીસે જણાવ્યું હતું. પોલીસ અધિક્ષક શ્રીપાલ શેષ્માએ જણાવ્યું હતું કે પોલીસ અને સ્થાનિક નેતાઓએ શનિવારે બંને સમુદાયોના પ્રતિનિધિઓ ધરાવતી શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી અને તેમને પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે કામ કરવા અપીલ કરી હતી.

કાજલે કોમી તણાવને જન્મ આપ્યો?
પોલીસ અધિક્ષકે કહ્યું, 'રામ નવમી (30 માર્ચ) ના રોજ, કાજલ હિન્દુસ્તાનીએ ઉનામાં એક કાર્યક્રમમાં તેના ભાષણ દરમિયાન એક સમુદાય વિશે અયોગ્ય વાતો કહી, જેના કારણે (કોમી) તણાવ થયો. અમે બંને સમુદાયના લોકોની શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી.

આવતીકાલે ગુજરાતભરમાં લેવાશે ગુજકેટની પરીક્ષા, વાંચી લેજો શિક્ષણ બોર્ડનો એકશન પ્લાન

કાજલ હિન્દુસ્તાની પર કાર્યવાહી...
ફરિયાદ મળ્યા બાદ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ નફરત ફેલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. કોમી અથડામણ બાદ રમખાણોના આરોપમાં પોલીસે 50 થી વધુ લોકોની અટકાયત કરી છે. પોલીસ અધિક્ષક (SP) શ્રીપાલ શેષ્માએ પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે બે FIR નોંધી છે. એક કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ નફરતભર્યા ભાષણ માટે, બીજી તોફાનો માટે ટોળા વિરુદ્ધ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More