Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદનો વ્હાઈટ ટોપિંગ રોડ કેમ બન્યો માથાનો દુખાવો? AMC એ મોટા ઉપાડે કરેલી જાહેરાતનો ફિયાસ્કો

AMC White Topping Road: ગુજરાતનું અમદાવાદ શહેર સૌથી ઝડપી ગતિએ વિકસતું શહેર છે. ત્યારે અમદાવાદના વિકાસના વાયદા AMCના શાસકો વારંવાર કરતા હોય છે. આવો જ એક વાયદો AMCએ શહેરમાં 96 જેટલા વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનો કર્યો હતો. પરંતુ શહેરમાં હજુ સુધી ક્યાય પણ આવા રોડ જોવા મળી રહ્યા નથી. ત્યારે AMCએ કરેલા વાયદાની હાલ શું છે હકીકત?

અમદાવાદનો વ્હાઈટ ટોપિંગ રોડ કેમ બન્યો માથાનો દુખાવો? AMC એ મોટા ઉપાડે કરેલી જાહેરાતનો ફિયાસ્કો

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતનું અમદાવાદ એવું શહેર છે, જે રોકેટ ગતિએ વિકસી રહ્યુ છે અને સાથે સાથે વિકાસ પણ કરી રહ્યુ છે. અમદાવાદમાં દિવસેને દિવસે અદ્યતન સુવિધાઓનો વધારો થઈ રહ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાનું કોર્પોરેશન પણ શહેરના વિકાસને ગતિ આપતા નવી નવી જાહેરાતો કરતું રહે છે. 

ભરશિયાળે ત્રાટકનાર વાવાઝોડું ગુજરાત માટે ઘાતક સાબિત થશે? અંબાલાલની ચોંકાવનારી આગાહી

જો શહેરનો કોઈ સૌથી મોટો દુશ્મન હોય તો તે છે, મેઘરાજા...કારણ કે જ્યારે પણ ચોમાસું આવે કે આખુંય શહેર પાણીથી જળબંબાકાર થઈ જાય છે. સામાન્ય વરસાદમાં પણ શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બની જાય છે. ત્યારે આવી સ્થિતિમાં શહેરના મોટાભાગના રોડ જાણે રસ્તા પરથી ગાયબ થઈ જાય છે. જ્યારે પણ વરસાદ આવે, કે સૌથી મોટી સમસ્યા ખરાબ રસ્તાની આવીને ઉભી રહી છે. ત્યારે AMCએ આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે શહેરમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાની જાહેરાત કરી હતી. 

આ 2 શહેરોમાં ઉત્તરાયણ પર ધાબે ચઢતા પહેલા જાણી લેજો નિયમો, બહાર પાડ્યું ખાસ જાહેરનામુ

AMCએ મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે શહેરમાં અદ્યતન પદ્ધતિથી વ્હાઈટ ટોપિંગ રોડ બનશે અને પાણી ભરાવવાની સમસ્યા હલ થઈ જશે. પાણીની સમસ્યા તો હલ ન થઈ, સાથે જ વ્હાઈટ ટોપિંગ રોડની જાહેરાતનો પણ ફિયાસ્કો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા 250 કરોડના ખર્ચે દરેક વોર્ડ દીઠ બે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં પશ્ચિમ , ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કુલ મળીને 96 રોડ બનાવવાના હતા. ત્યારે AMCની જાહેરાતને 2 મહિનાથી પણ વધુ સમય વીતી જવા છતાં શહેરમાં માત્ર 6 જગ્યાએ જ વ્હાઈટ ટોપિંગ રોડ બન્યાં છે. 

મંત્રીજી હોય તો આવા! બે અનાથ દીકરીઓને આપેલું વચન પૂર્ણ કર્યું, લોકોની આંખો છલકાઈ

AMCએ 2023-24ના બજેટમાં વ્હાઈટ ટોપિંગ રોડ માટે 250 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અને ટાર્ગેટ 96 રોડ બનાવવા છે. ત્યારે જે રીતે શહેરમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, તે જોતાં તો એવું જ લાગે છે. વ્હાઈટ ટોપિંગ રોડનું સપનું જનતા માટે સપનું જ રહેશે. બે મહિના બાદ પણ માત્ર 6 રોડ બનવાની જ કામગીરી ચાલી રહી છે, તેમ છતાં હજુ પણ શાસકો પોતાનો લૂલો બચાવ કરીને કામગીરી જલદીથી પૂર્ણ કરવાની વાતો કરી રહ્યા છે. 

શેખાવાટીની 7 સુંદર હવેલીઓની અનોખી વાત, સંસ્કૃતિ અને સુંદરતાનો સમન્વય
 
શહેરની જનતા ચોમાસાના વરસાદથી તુટતા રસ્તાથી પરેશાન છે. ત્યારે શાસકોનો દાવો છે કે વ્હાઈટ ટોપિંગ રોડથી આ સમસ્યામાંથી કાયમી છૂટકારો મળશે. ત્યારે હાલ તો જનતા એટલું જ ઈચ્છી રહી છે કે ગમે તેવા રોડ બનાવો, પરંતુ અમને કમરતોડ ખાડામાંથી છૂટકારો અપાયો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More