Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતના નેચર પાર્કમાં વ્હાઇટ ટાઈગર જોડી, શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા

જંગલના પ્રાણીઓને જોવાનું દરેકને ગમતું હોય છે, ત્યારે સુરત અને આસપાસના લોકોને હવે સફેદ વાઘ અને વાઘણની જોડી જોવા મળશે, સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં હાલમાં જ રાજકોટથી સફેદ વાઘની એક જોડી લાવવામાં આવી છે

સુરતના નેચર પાર્કમાં વ્હાઇટ ટાઈગર જોડી, શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા

તેજશ મોદી/ સુરત: જંગલના પ્રાણીઓને જોવાનું દરેકને ગમતું હોય છે, ત્યારે સુરત અને આસપાસના લોકોને હવે સફેદ વાઘ અને વાઘણની જોડી જોવા મળશે, સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં હાલમાં જ રાજકોટથી સફેદ વાઘની એક જોડી લાવવામાં આવી છે. આ સાથે જ હોગ ડિયર એટલે કે હરણની જોડી પણ નેચર પાર્કમાં લાવવામાં આવશે. આ સમગ્ર કામગીરી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવી છે.

સફેદ વાઘ વાઘણના બદલામાં સરથાણા નેચર પાર્કથી દીપડા અને જળ બિલાડીની જોડી રાજકોટ પ્રાણી સંગ્રહાલય આપવામાં આવી હતી. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ઝૂ ઓથોરિટીની જરૂરી મંજૂરી બાદ પ્રાણીઓની અદલા બદલી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે સુરત મહાનગર પાલિકા દ્વારા રાજકોટ પ્રાણી સંગ્રહાલય પાસે સફેદ વાઘની જોડીની માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો:- સુરતમાં યુવકે બીજા માળે ચડી મચાવી ભારે ધમાલ, કહ્યું- પગે પડે તો જ શાંત થાઉં, દુનિયાને ભસ્મ કરી નાખીશ

ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની મંજૂરી મળતા સુરત દીપડાની જોડી અને જળ બિલાડીની જોડી રાજકોટ પ્રાણી સંગ્રહાલય ખાતે મોકલવામાં આવી છે જેના બદલમાં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સફેદ વાઘની જોડી આપવામાં આવી છે. તે આગામી 15મી ઓગષ્ટ બાદ લોકોના પ્રદર્શન માટે મૂકવામાં આવશે. આ સાથે સુરત ઝૂમાં સિલ્વર પીજનની જોડી પણ લવાઈ હતી.

આ પણ વાંચો:- Surat: મોબાઈલ અને રૂપિયા આપવાનું કહી હોસ્પિટલના સર્વન્ટે આચર્યું દુષ્કર્મ, પોલીસે પીડિતાની ફરિયાદ પણ ના નોંધી

સુરતમાં આવેલા વાઘ અને વાઘણ અઢી વર્ષના છે, તેમનો જન્મ રાજકોટ ઝૂમાં જ થયો હતો, વાઘનું નામ ગૌરવ છે અને વાઘણનું નામ ગીરીમા છે. આ સાથે જ હોગ ડિયરની 2 જોડી પણ સુરત નેચર પાર્કમાં લાવવામાં આવશે. આ સાથે ત્રણ મહિના પહેલા સિંહને બચ્ચાને જન્મ આપ્યો હતો, તે પણ ધીમે ધીમે મોટો થઇ રહ્યો છે. વ્હાઇટ બેંગોલ ટાઇગર તરીકે જાણીતી વાઘ દેશમાં માત્ર પાંચ સ્થળે જ જોવા મળે છે.

આ પણ વાંચો:- Ahmedabad: 18 માસની બાળકીના પેટમાંથી દૂર કરાયું 400 ગ્રામનું અવિકસિત ભ્રુણ, બાળકીને મળ્યું નવજીવન

મધ્યપ્રદેશના બાંધવગઢના નેશનલ પાર્કમાં, પશ્ચિમ બંગાળના સુંદરવન નેશન પાર્કમાં, તમિલનાડુમાં નીલગીરી હિલ્સમાં અને અસમના કાઝીરંગા નેશનલ પાર્ક અને ગુજરાતના રાજકોટ  માં જોવા મળે છે. જે હવે સુરતના નેચર પાર્કમાં પણ જોવા મળશે. સફેદ વાઘની જોડી આવતા સુરતના પ્રાણી સંગ્રહાલયને પણ નવું નજરાણું મળ્યું છે. આગામી દિવસોમાં અન્ય પ્રાણીઓના એક્સચેન્જ થકી મુલાકાતીઓને નવા પ્રાણી જોવા મળશે તેવી વિચારણા કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More