Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં કમોસમી વરસાદે ક્યાં કેવો વિનાશ વેર્યો? તારાજીના દ્રશ્યો તમારું હૈયું વલોવી નાંખશે!

Gujarat Forecast: કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોના હાલ બેહાલ થયા છે. સમગ્ર રાજ્યમાંથી તારાજીના અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ક્યાંક ફળફળાદીના પાકને નુકસાન થયું છે, તો ક્યાંક ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. અણદારી આવેલી આફત અન્નદાતા ફરી એકવાર બરબાદ થઈ ગયો છે.

ગુજરાતમાં કમોસમી વરસાદે ક્યાં કેવો વિનાશ વેર્યો? તારાજીના દ્રશ્યો તમારું હૈયું વલોવી નાંખશે!
Updated: May 17, 2024, 06:04 PM IST

Gujarat Monsoon 2024: રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોના હાલ બેહાલ થયા છે. સમગ્ર રાજ્યમાંથી તારાજીના અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ક્યાંક ફળફળાદીના પાકને નુકસાન થયું છે, તો ક્યાંક ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. અણદારી આવેલી આફત અન્નદાતા ફરી એકવાર બરબાદ થઈ ગયો છે. કમોસમી વરસાદે કેવી માઠી દશા કરી છે તેની સાક્ષી આ ત્રણ દ્રશ્યો પુરી રહ્યા છે. 

આંધી-તોફાન અને વરસાદે ગુજરાતના આ જિલ્લામાં તારાજી સર્જી, અનેક ગામોમા ઘરના પતરા ઉડ્યા

માવઠાનો માર ખેડૂતોને સાથે નાના વેપારીઓને પણ પડ્યો છે. બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસેલા વરસાદે પપૈયાનો પાક નેસ્તનાબુદ કરી દીધો છે. તો અમરેલીમાં વાવઝોડા સાથે વરસેલા વરસાદે મરચાના વેપારીઓને મોટું નુકસાન કર્યું. વેપારીઓનો મંડપ ઉડી ગયો અને માલમાં મોટી નુકસાની આવી. તો કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને સંપૂર્ણ નાશ પામી ગયો છે.

ગુજરાતના યુવાનોમાં વધ્યો કૂદકેને ભૂસકે આ રોગ! સર્વેમાં થયો આ સૌથી મોટો ખુલાસો

બનાસકાંઠામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો અને તેના કારણે બાગાયાતી પાક બગડી ગયો છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પપૈયાના વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયા છે, પાલનપુરના ધાણધા ગામમાં પપૈયાના પાકનો સોથ વાળી દેતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પપૈયા પકવતા ખેડૂતોને ભારે પવન સાથે આ કમોસમી વરસાદના કારણે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પપૈયાનું ખેતી કરનારા લક્ષ્મણ ચૌધરી નામના આ ખેડૂતને 15થી 20 લાખનું નુકસાન આવતા તેમની હાલત કફોડી બની ગઈ છે.

ગરીબ પરિવારમાંથી આવતા ITIના બે વિદ્યાર્થીની મોટી સિદ્ધિ! આ ફિલ્ડમાં રાષ્ટ્રીય સ્તરે

અમરેલી જિલ્લામાં ઉનાળુ પાકને સૌથી વધુ નુકસાન થયું છે. ઉનાળાની સિઝનમાં તલ, મગ, બાજરી અને જુવારનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ ખાંભા અને તેની આસપાસના વિસ્તારમાં પવન સાથે આવેલા વરસાદને કારણે તૈયાર ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં વરસાદની સાથે વાવાઝોડું પણ ત્રાટક્યું હતું અને આ વાવાઝોડાએ કેવી તારાજી વેરી તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. સુકા મરચાનો વેપાર કરતા વેપારીઓનો મંડપ ઉડી ગયો. તો જે મરચાં વેચાણ માટે લાવવામાં આવ્યા હતા તે પલળી જતાં વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે.

ગુજરાતમાં વરસાદે ભુક્કા બોલાવી દીધા, અહીં 20 મિનિટના વાવઝોડાએ પપૈયાનો સોથ વાળ્યો...

ખેડૂતોની સાથે અનેક ગામમાં વીજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થયા છે. તો ખેડૂતોએ નુકસાનીના વળતરની માગ કરી છે. માવઠાનો જે માર પડ્યો છે તેનો તાત્કાલિક સર્વે કરાવીને સરકાર કોઈ સહાય કરે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે સરકાર ક્યારે અન્નદાતા પર આવેલી આફતમાંથી તેમને ઉગારે છે?

100 વર્ષ બાદ ગુરુએ બનાવ્યો આ દુર્લભ રાજયોગ, 2 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે