Home> Gujarat
Advertisement
Prev
Next

નર્મદા ડેમ સંપૂર્ણ એટલે 138.68 મીટર સુધી ભરાય તો ગુજરાતને શું થશે ફાયદો

સરદાર સરોવર બંધ પૂર્ણ ભરાતા ગુજરાતના નર્મદા નદી કાંઠા વિસ્તારના 210 ગામો તથા ભરુચ શહેરની લગભગ 30,000 હેક્ટર જમીન તથા 4 લાખની વસ્તીને પુરથી રાહત થશે. કેમકે અત્યાર સુધી પાણી લગભગ આઠથી નવમીટર થી ઓવરફ્લલો છે ને વહી જતું હતું. અને વિનાશક પુર આવતું હતું. પરંતુ હવે દરવાજા દ્વારા પાણી નિયંત્રીત કરી શકાય છે. 

નર્મદા ડેમ સંપૂર્ણ એટલે 138.68 મીટર સુધી ભરાય તો ગુજરાતને શું થશે ફાયદો

જયેશ દોશી/નર્મદા: સરદાર સરોવર બંધ પૂર્ણ ભરાતા ગુજરાતના નર્મદા નદી કાંઠા વિસ્તારના 210 ગામો તથા ભરુચ શહેરની લગભગ 30,000 હેક્ટર જમીન તથા 4 લાખની વસ્તીને પુરથી રાહત થશે. કેમકે અત્યાર સુધી પાણી લગભગ આઠથી નવમીટર થી ઓવરફ્લલો છે ને વહી જતું હતું. અને વિનાશક પુર આવતું હતું. પરંતુ હવે દરવાજા દ્વારા પાણી નિયંત્રીત કરી શકાય છે. વળી પીવાના પાણીની તકલીફ દૂર થશે કેમ કે, રાજયના 15 જીલ્લાના 73 તાલુકાના 3137 ગામોની 18.45 લાખ હેકટર જમીનને સિંચાઇનુ પાણી મળશે. 

રાજ્યના 8215 ગામડાઓ અને 135 શહેરી વિસ્તારોને અવીરત પીવા માટે પાણી પૂરૂ પાડી શકાશે. હવે ડેમ સંપુર્ણ ભરાઇ ગયા બાદ ગુજરાતમાં ખેતી તેમજ પીવાના પાણીની જરૂરીયાત 6 વર્ષ સુધી સંગ્રહી શકાશે. નર્મદાના મુખ્ય બંધ મુખ્ય જળ વિદ્યુતમથક ખાતે 200 મેગાવોટના 6 ભુગર્ભ યુનીટ જેની કુલ ક્ષમતા 1200 મેગાવોટ તેમજ નર્મદા મુખ્ય કેનાલના મુખ ઉપર 50 મેગાવોટના 5 યુનીટ દ્વારા 250 મેગાવોટની દૈનીક ક્ષમતા છે. જેમા હાલ 1200 મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી શકાય છે.

સુરત: કોસંબા પાસે કેમિકલ ભરેલા ટ્રકનો અકસ્માત, આગ લાગતા ડ્રાઇવર જીવતો સળગ્યો

ડેમ સંપુર્ણ ભરાતા જળવિદ્યુત મથકો પૂરી ક્ષમતા સાથે વિજ ઉત્પાદન કરે તો દૈનીક 1450 મેગાવોટ વિજળી ઉત્પાદિત થઇ શકે. જેનાથી જળવિદ્યુત મથકની વિજ ક્ષમતા 30% જેટલી વધી જશે. અને કુલ 6000 મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરી શકાશે. ઉત્પન્ન થતી વિજળીના ગુજરાતને 16% મધ્યપ્રદેશને 57% અને મહારાષ્ટ્રને 29 વિજળી મળશે.

કેદારનાથના દર્શને ગયેલા સુરેન્દ્રનગરના 8 પ્રવાસી ફસાયા

ગુજરાત સહિત ત્રણેય રાજ્ય પૈકી સૌથી ઓછી વિજળી મળવા છતા પણ રાજ્યમાં અંધારપટની સ્થિતી એક સ્વપ્ન બની જાશે. જળવિદ્યુતની કામગીરી ઉતમ રીતે પાર પાડવા બદલ નર્મદા યોજનાને વર્ષ -2011માં ઇનીશીયા એવોર્ડ,2012માં કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કાઉન્સીલ દ્વારા વિશ્વકર્મા એવોર્ડ તેમજ વર્ષ 2012મા ઇન્ડિયા પાવર એવોર્ડ મળ્યો હતો. વળી સિંચાઇ માટે પાણી મળતું થતા ખેડૂત વર્ષમાં 2 પાકો લઇ શકશે. ઓવરફ્લોથી થતા 427 કરોડ ઘનમીટર પાણીનો બગાડ અટકાવી શકાશે. ઉંચાઇ વધતા હાલની ક્ષમતા કરતા 4.73 મીલીયન એકર ફીટ પાણીનો સંગ્રહ થઇ શકશે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More