Home> Gujarat
Advertisement
Prev
Next

આવનારું વર્ષ હવામાનની દ્રષ્ટિએ કેવું રહેશે? ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલની વધુ એક મોટી આગાહી

Gujarat Weather Forecast: વર્ષ 2024ના પહેલા સપ્તાહમાં હવામાનમાં પલટો આવશે અને બીજા સપ્તાહમાં કમોસમી વરસાદની સંભાવના તો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અને ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે આ વખતે શિયાળામાં ઠંડી જોઈએ અનુભવાઇ રહી નથી. 

આવનારું વર્ષ હવામાનની દ્રષ્ટિએ કેવું રહેશે? ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલની વધુ એક મોટી આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતના ખેડૂતો પર નવા વર્ષની શરૂઆતમાં જ માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. 2023ના ડિસેમ્બરમાં ઠંડી પડવી જોઈએ તેવી ઠંડી જોવા મળી નથી. વારંવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. પરંતુ હવે  2024નું વર્ષ પણ હવામાન માટે ગૂંચવણભર્યું રહેશે. 2024ના જાન્યુઆરી પહેલા સપ્તાહમાં પણ વાતાવરણ વિશિષ્ટ પ્રકારનું રહેવાનું અનુમાન છે. વર્ષ 2024ના પહેલા સપ્તાહમાં હવામાનમાં પલટો આવશે અને બીજા સપ્તાહમાં કમોસમી વરસાદની સંભાવના તો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અને ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે આ વખતે શિયાળામાં ઠંડી જોઈએ અનુભવાઇ રહી નથી. 

2024 ની શરૂઆત કમોસમી વરસાદ સાથે થશે!
આમ, 2023નો અંત અને 2024 ની શરૂઆત કમોસમી વરસાદ સાથે થવાની છે. કારણ કે, અરબ સાગરમાં ફરીથી મોટી હલચલ થવાની છે. આજથી અરબ સાગરમાં તોફાન મચશે. જેની મોટી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજથી ત્રણ દિવસ અરબ સાગરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે. જેનાથી ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. અંબાલાલ પટેલે 1થી 5 જાન્યુઆરી સુધી માવઠું થવાની આગાહી કરી દીધી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. આજથી અરબ સાગરની સિસ્ટમ મજબુત બનશે અને 6થી 10 જાન્યુઆરીમાં આ સિસ્ટમની અસર મહારાષ્ટ્રમાં વધુ રહેશે. ત્યાર બાદ ગુજરાતમાં ભાગોમાં તેનો ભેજ આવશે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં અરબ સાગરના ભેજના કારણે સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. 

કેટલાક ભાગોમાં અષાઠી માહોલ જોવા મળશે
જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં પૂર્વ ગુજરાત, કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઇ શકે અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. પરંતુ 6થી 10 જાન્યુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે. 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન વાતાવરણ પલટાશે. અરબ સાગરમાં લો પ્રેશર બનતા તેની અસર મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને કમોસમી વરસાદ થશે. જેમાં કેટલાક ભાગોમાં અષાઠી માહોલ જોવા મળશે. 

નવા વર્ષમાં ઉનાળો કેવો રહેશો?
અંબાલાલ પટેલે ઉનાળો કેવો રહેશે તે અંગે જણાવ્યું છે કે આ વખતે ઉનાળો આકરો રહેશે. ગરમીનો પારો 44થી 46 ડિગ્રીને પાર પહોચવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, કચ્છ, ભુજ, ગિરનાર, જૂનાગઢ, જેવા વિસ્તારમાં ગરમીની મહત્તમ અસર જોવા મળવાની છે. 19 ફેબ્રુઆરીથી ઠંડીમાંથી ગરમીનો અહેસાસ થવા લાગશે. 13મી માર્ચથી ગરમીનો અહેસાસ, 20 એપ્રિલથી ગરમી વધશે. 26 એપ્રિલથી આગઝરતી ગરમી પડશે, 11મી મે એ પણ ગરમી વધશે. એટલે ગરમી ફેબ્રુઆરી થી 15 જૂન સુધી ગરમી પડવાની સંભાવના છે. લગભગ 8 જૂનથી પવન ફુંકાશે છતાં ગરમી રહેશે. વાયરા ફૂકશે અને સમુદ્રમાં હવાની પેટર્ન બદલાશે. અલનીનોના કારણે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ઉષ્ણતામાન મહદ અંશે વધુ રહી શકે. 

બંગાળાના ઉપસાગરમા હલચલ થવાની શક્યતા
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 29-30-31 ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. જેથી આ સિસ્ટમ આગામી 6-7-8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે. સિસ્ટમના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અનર દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. 29 થી 30 ડિસેમ્બરમાં વેસટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવતા બંગાળાના ઉપસાગરમા હલચલ થવાની શક્યતા છે. 

5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં પલટો
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે. આ સિસ્ટમના કારણે કારણે બંગળના ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે. જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. જાન્યુઆરી 1 થી 5 દરમિયાનમાં મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે. કચ્છ સહીત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં પલટો આવવાની શક્યતા છે. 

પતંગના રસિકો માટે સારા સમાચાર
અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ તો ઠંડી નહિ આવે, પરંતું આગામી 10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. તો સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર એ છે કે, આ વર્ષે ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે છે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More