Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ચૂંટણીના બે દિવસ પહેલા રાજપૂત સમાજ દ્વારા શું જાહેર કરાયો મહત્વનો સંદેશ?

Loksabha Election 2024: ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલન અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલ છે. અને તારીખ 03/05/2024ના ક્ષત્રિય નારી અસ્મિતા મહાસંમેલન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ હોય, જેથી હવે ચુંટણીની છેલ્લી ઘડી આપણા આંદોલનને અવળે પાટે ચડાવવા કે શાંતિ ડહોળવા પ્રયાસ થાય તેવી ભીતિ છે. 

ગુજરાતમાં ચૂંટણીના બે દિવસ પહેલા રાજપૂત સમાજ દ્વારા શું જાહેર કરાયો મહત્વનો સંદેશ?
Updated: May 04, 2024, 10:59 PM IST

Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજપૂત સમાજ સંકલન સમિતિ જામનગર તથા રાજપૂત કરણી સેના જામનગરના પ્રદેશ ઉપાધ્યક્ષ દોલતસિંહ જાડેજા દ્વારા રાજપુત સમાજ માટે લોકસભા ચૂંટણી અનુસંધાને અતિ મહત્વનો સંદેશ જાહેર કરવામાં આવ્યો છે.

'આ ચૈતર મચ્છર જેવો છે એને શરમ આવી જોઈએ', ગુજરાતની રાજનીતિમાં ગંગુ તૈલીની એન્ટ્રી!

જામનગર શહેર તથા જીલ્લામાં વસતા ક્ષત્રિય પરિવારોના ભાઈઓ, બહેનો, યુવાનોને ક્ષત્રિય સમાજના આગેવાનોને નિવેદન કર્યું છે કે, ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલન અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલ છે. અને તારીખ 03/05/2024ના ક્ષત્રિય નારી અસ્મિતા મહાસંમેલન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ હોય, જેથી હવે ચુંટણીની છેલ્લી ઘડી આપણા આંદોલનને અવળે પાટે ચડાવવા કે શાંતિ ડહોળવા પ્રયાસ થાય તેવી ભીતિ છે. 

fallbacks

હિન્દુવાદી નેતાઓની હત્યાનું કાવતરું રચનાર કટ્ટર મુસ્લિમ મોલવીની ધરપકડ, આ લોકો નિશાને

આજે તા.૦૪/૦૫/૨૦૨૪ ના રોજ તમામ પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રચાર પ્રસાર અર્થે સરઘસ, રેલી અને સભા યોજવામાં આવનાર હોય જેમાં વિરોધ કે હિંસક કાર્ય કરવું નહિ. તેમજ કોઈએ કાયદો હાથમાં ન લેવો અને અચારસંહિતાનો ભંગ ન કરવો તે અંગે સર્વેને ભારપૂર્વક નમ્ર અપીલ કરીએ છીએ.

ગુજરાતમાં ફરી ઝડપાયું ફિલ્મી ઢબે MD ડ્રગ્સ; પોલીસે આ રીતે ખેલ પાડી ત્રણની ધરપકડ કરી

સમિતિ દ્વારા મહત્વની નોંધ
આપને ફક્ત ને ફક્ત તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન ૧૦૦% કરવું અને અન્ય સમાજનું મતદાન આપણી તરફેણમાં કરાવવા અંગે ધ્યાન દોરવું અને તે કાર્યમાં જોડાઈ જવું.

ગુજરાતમાં આ એક મોટી આગાહીથી લોકોમાં ફફડાટ! આગામી દિવસો બની રહેશે જોરદાર ભારે

ઉલ્લેખનીય છે કે, જામનગર શહેરમાં શુક્રવારે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિય  સમાજ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. જામનગરના ખીજડીયા બાયપાસ ખાતે યોજાયેલ આ સંમેલનમાં ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનો કરણસિંહ ચાવડા, પીટી જાડેજા, રમજુભા જાડેજા, હરપાલસિંહ ચુડાસમા તેમજ તૃપ્તિબા રાઓલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ દિવસે 50% કમાણીની તક, સોમવારે ઓપન થશે આ કંપનીનો IPO, જાણો દરેક વિગત

જય ભવાની ભાજપ જવાનીના નારાથી ક્ષત્રિયોએ આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરી અને કોંગ્રેસમાં મત આપવાનું આહવાન કર્યું હતું. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના જામ સાહેબની મુલાકાતે ગયા તે સંદર્ભે ક્ષત્રિય સમાજે જામ સાહેબને રામરામ કરી દીધા છે. દિવાળી તેમજ નવું વર્ષ વાર તહેવારે જામસાહેબને રામ રામ ન કરવાની પ્રતિજ્ઞા ક્ષત્રિય સમાજ લીધી છે. સંમેલન સંબોધન કરનાર આગેવાનોએ વારંવાર જામનગરમાં આવેલ રીલાયન્સ કંપની અને તેના અગ્રણીનો ઉલ્લેખ કર્યો હતો.

ઓપ્શન ટ્રેડિંગમાં રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે કરશો? બસ આ 10 પોઈન્ટ સમજી લો તો થશે ફાયદો

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની અભદ્ર ટીપ્પણી લઈને અત્યાર સુધી રાજપૂત સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત સમાજની માંગણીનો અસ્વીકાર કરાતા માત્ર પરષોત્તમ રૂપાલા નહીં પરંતુ ગુજરાતમાં ભાજપના તમામ ઉમેદવારોનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો, એવા સમયે જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ માટે રાજપૂત સમાજ તરફથી એક રાહતના સમાચાર સામે આવ્યા હતા.

ટી20 વિશ્વકપ માટે અમેરિકાની ટીમ જાહેર, મૂળ ગુજરાતી ખેલાડીને બનાવ્યો કેપ્ટન

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામે ક્ષત્રિય સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં ધ્રોલ તાલુકામાં મુખ્ય વર્ચસ્વ ધરાવતા ધ્રોલ, મોટા વાગુદડ, નાના વાગુદડ, સણોસરા, ખાખરા દેડકદડ, રોજીયા, જાબેડા,  હાડાટોડા અને ખીજડીયા સહિતના 10 જેટલા ગામોના રાજપૂત સમાજના આગેવાનોએ સાંસદ પૂનમબેન માડમને સમર્થન આપ્યું છે. રાજપૂત સમાજના આગેવાનોએ સમર્થન આપતા જણાવ્યું કે ભાજપનો વિરોધ છે એનો મતલબ એ નહીં કે કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવું. કોંગ્રેસના ઉમેદવારને પણ રાજપૂત સમાજના આ 10 ગામના આગેવાનો અને લોકો મતદાન નહીં કરે તે બાબત જાહેર કરવામાં આવી હતી. 

ધોરણ 12 પાસ કર્યા બાદ સરકારી નોકરી જોઈએ છે? ફટાફટ કરજો આ કામ, મળશે મંત્રાલયમાં નોકરી

રાજપૂત સમાજના આગેવાનો તેમજ સાંસદ પૂનમબેન માડમ અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભાજપના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મોટા વાગુદડ ગામે ખાતે યોજાયેલ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમે રાજપૂત સમાજના આ નિર્ણયને આવકાર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે