Home> Gujarat
Advertisement
Prev
Next

શું છે નેત્રોત્સવ વિધિ? રથયાત્રા પહેલા કેમ ભગવાનના આંખે પાટા બાંધી દેવામાં આવે છે

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાનું પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે, તેમ તેમ ભક્તોના હૈયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવે છે. સવારથી નેત્રોત્સવની વિધિ શરૂ કરવામાં આવે છે.

શું છે નેત્રોત્સવ વિધિ? રથયાત્રા પહેલા કેમ ભગવાનના આંખે પાટા બાંધી દેવામાં આવે છે

અમદાવાદ: કોરોના મહામારી બાદ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાનું પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે, તેમ તેમ ભક્તોના હૈયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવે છે. સવારથી નેત્રોત્સવની વિધિ શરૂ કરવામાં આવે છે. એવી લોકવાયકા છે કે નગરના નાથ મામાના ઘર સરસપુરથી પરત જમાલપુર મંદિર આવે છે. ભગવાન જ્યારે મામાના ઘરેથી પરત આવે છે ત્યારે તેમને આંખો આવેલી હોય છે. એટલે ગર્ભગૃહમાં પ્રવેશ બાદ ભગવાનની આંખે પાટા બાંધવામાં આવશે. આ પ્રસંગે Bjp પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ સહિતના યજમાનો ભગવાનનાં નેત્રોત્સવની વિધિ કરશે. ત્યારબાદ ધ્વજા રોહણની વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ મહાઆરતી કરવામાં આવશે.

શું છે નેત્રોત્સવ વિધિ
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે, અને ત્યારબાદ ત્યાંથી પરત નિજ મંદિરે પરત ફરે છે. મોસાળમાં ભાણેજોની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ ખવડાવવામાં આવે છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી આજે ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે.

આજે નાથની નેત્રોત્સવ વિધિ: આંખે પાટા બંધાયા, શહેર પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ

અષાઢી બીજના દિવસે પાટા ખોલાશે
હવે ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. ત્યાર પછી  ધ્વજા રોહણની વિધિ કરવામાં આવશે અને પછી મંગળા આરતી થશે. આજે મંદિરમાં ધોળી દાળ(ખીર) અને કાળી રોટી(માલપુડા)નો ભંડારો થશે. લાખો ભાવિકો આ ભંડારાનો લાભ લેશે.

સવારે 9.30 કલાકે નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવે છે. તેના બાદ વિશિષ્ટ પૂજા અને આરતી કરવામાં આવશે. બાદમાં સાધુ-સંતો માટે 11.30 કલાકે ભંડારાનું અને સંતોના સન્માનનું આયોજન કરાયું છે. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. હાલ સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારાયું છે અને ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઈ પોલીસે ગઈકાલે ગ્રાન્ડ રિહર્સલ શરૂ કરી દીધું છે. આજે શહેર પોલીસ મોટી સંખ્યામાં વાહન સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાલુપુર ઢાળની પોળીથી વિવિધ વિસ્તારોની સુરક્ષાની સમીક્ષા કરી. રથયાત્રા રૂટ પર પોલીસ કર્મીઓનો પોલીસ બંદોબસ્ત, SRP, CAPFની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અમદાવાદ શહેર પોલીસે ડ્રોન ગાર્ડ સિક્ટોરિટીનો પણ ઉપયાગ કરવાનો એક્શન પ્લાન બનાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More