Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતને આ શું થવા બેઠું છે? 11 વર્ષની એક બાળકીને નરાધમ ઉઠાવી ગયો અને પછી...

જયારે કોઈ વ્યકતિને વાસનાનો કીડો કરડે ત્યારે તે હેવાન બની જાય છે. આવોજ એક કિસ્સો ઉપલેટામાં સામે આવ્યો છે. જ્યાં નરાધમે પોતાની હવસ સંતોષવા માટે પોતાની પુત્રીની ઉંમરની 11 વર્ષની બાળકીને નિશાન બનાવી હતી. હાલ આ હેવાન ઉપલેટા પોલીસની કસ્ટડીમાં છે. 

ગુજરાતને આ શું થવા બેઠું છે? 11 વર્ષની એક બાળકીને નરાધમ ઉઠાવી ગયો અને પછી...

દિનેશ ચંદ્રાવાડીયા/ઉપલેટા : જયારે કોઈ વ્યકતિને વાસનાનો કીડો કરડે ત્યારે તે હેવાન બની જાય છે. આવોજ એક કિસ્સો ઉપલેટામાં સામે આવ્યો છે. જ્યાં નરાધમે પોતાની હવસ સંતોષવા માટે પોતાની પુત્રીની ઉંમરની 11 વર્ષની બાળકીને નિશાન બનાવી હતી. હાલ આ હેવાન ઉપલેટા પોલીસની કસ્ટડીમાં છે. 

મહિલાએ પોતાના શ્વાનનું નામ સોનુ રાખતા પાડોશીએ તેને જીવતી સળગાવી

શું છે ઘટના?
શહેરના રબારી ખડકીમાં બપોરના સુમારે એક બાળકી રમી રહી હતી. ત્યારે અહીંથી એક મોટરસાયકલ સવાર પસાર થયો અને તે બાળકીને ચોકલેટની અને મોટરસાયકલ ઉપર ફેરવવાની લાલચ આપીને પોતાના મોટર સાયકલ ઉપર બેસાડીને તેનું અપહરણ કર્યું  હતું. બાળકીને અવાવરું જગ્યા ઉપર લઇ જઈને તેની સાથેના કરવાનું કયું ત્યાર બાદ બાળકીને છોડીને ફરાર થઇ ગયો હતો. ફૂલ જેવી બાળકીથી દુઃખ અને દર્દ સહન ન થતા તેણે તેની માતાને કહ્યું હતું અને તેની માતાએ ઉપલેટા પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. 

મુસ્લિમ મહિલાઓ ઘરનો દરવાજો ખખડાવીને પૂછી રહી છે એક સવાલ, સુરતમાં બની અજીબ ઘટના

કોણ છે નરાધમ હેવાન, શું છે તેની કર્મ કુંડળી?
11 વર્ષની ફૂલ જેવી બાળકી અને તેનો પરિવાર ઉપલેટાના ખાટકી વાસમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. બનેલ ઘટનાની જાણ બાળકીની 40 વર્ષની માતાને થતા તે ઉપલેટા પોલીસ સ્ટેશને દોડી ગઈ હતી. પ્રથમ તેણે તેની બાળકીની ઉપલેટા સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી અને ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેના ખાટકી વાસની બાજુમાંના વિસ્તાર રબારી ખડકી પાસે રમતી હતી અને ત્યાં ઉભી હતી ત્યારે ત્યાંથી ઉપલેટાનો જ રહેવાસી એવો મુકેશ ભરત સોલંકી નામનો શખ્સ મોટર સાયકલ લઈને નીકળ્યો હતો. તેણે આ બાળકી પાસે પોતાનું મોટર સાયકલ ઉભું રાખીને ફોસલાવી હતી કે ચાલ તને મોટર સાયકલમાં ફરવા લઈ જાઉ અને સાથે તને હું ચોકલેટ ખવડાવીશ. લાલચ આપીને બાળકીને ફોસલાવી હતી અને તેને તેણે મોટરસાયકલ ઉપર બેસાડીને અપહરણ કરીને લઈ ગયો હતો. બાળકીને અવાવરું જગ્યાએ લઈ જઈને તેની સાથે ન કરવાનું કરીને પોતાની હેવાનિયત દેખાડીને પોતાની હવસ સંતોષીને શહેરની નજીક મૂકી દીધી કે કહી શકાય કે ફેંકી દીધી હતી.

Asit Vora ના રાજીનામા માટે દંગલ, હવે કોંગ્રેસ-આપ લડી લેવાના મૂડમાં, કાર્યકર્તાઓની થઈ અટકાયત

હેવાનની હેવાનિયતના દર્દથી પીડાતી આ માસુમ બાળકી ગમેતેમ કરીને તેના ઘરે પહોંચી હતી. પછી તેની માતાએ પોતાની ફૂલ જેવી બાળકીની હાલત જોતા તેને તરત જ હોસ્પિટલમાં સારવાર અને ત્યારબાદ પોલીસ ફરિયાદ કરી હતી. ઉપલેટા પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે નરાધમ મુકેશને પકડી લીધો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ તો હજુ ચાલી રહી છે પરંતુ હજુ સુધી મુકેશની કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા નથી મળ્યો.પોતાના સંતાનો અને ખાસ કરીને દીકરીઓને આવા નરાધમોથી કેમ બચવું તે માટે ખાસ તાલિમ અને સમજણ આપવી તે હવે અત્યારના દરેક સમાજની સમય સાથે જરૂરી છે જેથી કરીને બચપણથી જ બાળકો આવા નરાધમથી ચેતે અને આવી ઘટનાઓ થતી અટકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More