Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપ જેવું આખા દેશમાં કરે છે કોંગ્રેસે તે છોટા ઉદેપુરમાં કરી બતાવ્યું, આ પ્રકારે ભાજપના મોઢાનો કોળીયો છીનવી લીધો

તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના 10 સભ્યોએ બળવો કરી કોંગ્રેસનો સાથ લઈ સત્તા હાંસલ કરી છે, તો નવાઈની વાત એ છે કે પ્રમુખ પદનો ઉમેદવાર હાજર ન હોવા છતાં તેનો વિજય થયો છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની આજે યોજાયેલ ચૂંટણીમાં પોતાની સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપની ભૂંડી હાર થઈ છે. આજે યોજાયેલ છોટાઉદેપૂર તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર ગેરહાજર હોવા છતાં તેનો વિજય થયો છે.

ભાજપ જેવું આખા દેશમાં કરે છે કોંગ્રેસે તે છોટા ઉદેપુરમાં કરી બતાવ્યું, આ પ્રકારે ભાજપના મોઢાનો કોળીયો છીનવી લીધો

છોટાઉદેપુર : તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના 10 સભ્યોએ બળવો કરી કોંગ્રેસનો સાથ લઈ સત્તા હાંસલ કરી છે, તો નવાઈની વાત એ છે કે પ્રમુખ પદનો ઉમેદવાર હાજર ન હોવા છતાં તેનો વિજય થયો છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની આજે યોજાયેલ ચૂંટણીમાં પોતાની સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપની ભૂંડી હાર થઈ છે. આજે યોજાયેલ છોટાઉદેપૂર તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર ગેરહાજર હોવા છતાં તેનો વિજય થયો છે.

ગુજરાતમાં ફરી બેકાબૂ બન્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં 1276 કેસ, 3ના મોત

રાજ્યમાં આ પ્રકારની આ પ્રથમ પ્રથમ ઘટના છે. જેમાં ઉમેદવાર ગેરહાજર રહ્યો હોય અને વિજેતા બન્યો હોય, છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપે 26 પૈકી 20 બેઠકો ઉપર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 6 બેઠકો આવી હતી. જેને લઈ છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા હાંસલ કરશે. તેમાં કોઈ બે મત નહોતો,પરંતુ પ્રમુખ બનવા માંગતા રાજેશ રાઠવાની પાર્ટી દ્વારા ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરતા નારાજ રાજેશ રાઠવાએ ભાજપના 10 સભ્યો સાથે બળવો કર્યો હતો. પ્રમુખ તરીકે ઉમેદવારી કરી હતી. પોતાની સાથેના મહિલા સભ્યને ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી કરાવી હતી, તો બળવો કરનાર રાજેશ રાઠવા પોતાને કોઈને કોઈ કેસમાં સંડોવી પોલીસ તેની ધરપકડ કરશે તેવી ભીતિને લઈ આજે ચૂંટણી પ્રક્રિયામાં ગેરહાજર રહ્યો હતો, પરંતુ તેની સાથેના 9 અને કોંગ્રેસના 6 સભ્યોના મત મળી બળવાખોર ઉમેદવારોને 15 મત મળતા તે વિજેતા બન્યા હતા. 

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સરકારે લીધેલા શાળા-યુનિવર્સિટી અંગેના નિર્ણયને સરળતાથી સમજો

ચૂંટણીને લઈ પોલીસ તરફથી સવારથીજ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, ગઈકાલથી પલાયન થયેલ ભાજપના બળવાખોર 10 સભ્યો પૈકી 9 સભ્યો કોંગ્રેસના 6 સભ્યો સાથે આવ્યા હતા જેમને ભાજપ દ્વારા પ્રવેશ દ્વાર ઉપરજ વહીપ આપી દેવાયા હતા,પરંતુ વહિપ નો અનાદર કરી 9 સભ્યોએ બળવો કરતા ભાજપના ઉમેદવારોને માત્ર 10 મત મળતા તાલુકા પંચાયત ની સત્તા ગુમાવવી પડી હતી. તો પોતાના માત્ર 6 સભ્યો ચૂંટાયેલા હોઈ કઈજ ન કરી શકે તેવી સ્થિતિ માં હોઈ કોંગ્રેસની બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાનાની જેવી સ્થિતિ  જોવા મળી હતી,અને પોલીસ ઉપર આરોપ કરવાની સાથે કોંગી યુવા નેતા સંગ્રામ રાઠવાએ વિજય નારા લગાવ્યા હતા.જિલ્લા પંચાયત સહિત જિલ્લાનીન6 પૈકી 5 મા સત્તા હાંસલ કરી પણ છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પોતાની સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપે સત્તા ગુમાવતા જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા એ પ્રદેશ કક્ષાએથી આદેશ મળ્યે બળવાખોરો સામે શિક્ષાત્મક પગલાં લેવાશે તેમ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More