Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી

Flood Alert : સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હજુ 7 દિવસ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ... આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી

ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી
Updated: Jun 30, 2024, 07:26 PM IST

IMD India Meteorological Department Alert : જુનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક ધસી આવ્યું હોય તેમ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ નોંધાયો છે. પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ થયો છે. ભારતના ઉત્તરથી હવે વાદળો નીચે ઉતરી રહ્યાં છે, જે પૂર્વીય વાદળો સાથે એકબીજા સાથે ટકરાઈને અરબ સાગરમાં પહોંચીને વિક્ષોભથી મળીને ફરી પશ્ચિમી હવાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્રના રસ્તે પહોંચ્યા છે. 

અરબ સાગરમાં વાદળો મસ્કત સુધી પહોંચીને વિખેરાઈને ફરી ભારત તરફ પરત ફરી રહ્યાં છે. જેથી મુંબઈમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. તેની અસરથી દક્ષિણી ગુજરાતથી મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગમાં તેની અસર જોવા મળશે. વાતાવરણના આ સમીકરણને કારણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના વાતાવરણમાં જબરદસ્ત મોટો પલટો આવશે. આ કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ આવશે. 

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. આજે ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ આવી શકે છે. 

પહેલા વરસાદમાં ડૂબ્યું અમદાવાદ : પાણી નિકાલની AMC ની આખી સિસ્ટમ ફેલ સાબિત થઈ

1 જુલાઇએ વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી
1 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત ,નવસારીમાં ભારે વરસાદની આગાહી
2 જુલાઇએ નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. મઘ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છે. આંકડા અનુસાર, 1 જૂન થી 27 જૂન સુધીમાં ગુજરાતમાં 52% વરસાદ નોંધાયો. જે 1 થી 27 જૂનમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 48 ટકા ઓછો વરસાદ છે. આટલા સમયમાં ગુજરાત 90 મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈતો હતો. 

તો શું આ ચમત્કારને કારણે સાઉદી અરેબિયા આખી દુનિયા પર રાજ કરે છે!

તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે. 

તો આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરશે. 

11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા 
15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા 
17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા 
19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા

NDRF તૈનાત કરાઈ
ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે યોજાયેલ વેધરવોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનરે જણાવ્યું હતું. ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ ૭ ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા ૮  ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ એસ.ડી.આર.એફ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

અમદાવાદમાં મહાકાય ભુવો પડ્યો, જે વિસ્તાર સૌથી વધુ ટેક્સ આપે છે તેની હાલત સૌથી ખરાબ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે