Home> Gujarat
Advertisement
Prev
Next

સવારે 13 ડિગ્રી, બપોરે 34 ડિગ્રી... વાતાવરણના ખેલ વચ્ચે જાણો ક્યારે બેવડી ઋતુથી રાહત મળશે?

Weather Update : હાલ 2 દિવસ વાતાવરણમાં નહી થાય કોઈ ફેરફાર..... 2 દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો થશે ઘટાડો.... હવામાન વિભાગની આગાહી.... 
 

સવારે 13 ડિગ્રી, બપોરે 34 ડિગ્રી... વાતાવરણના ખેલ વચ્ચે જાણો ક્યારે બેવડી ઋતુથી રાહત મળશે?
Updated: Feb 10, 2023, 05:55 PM IST

Gujarat Weather Update સપના શર્મા/અમદાવાદ : કડકડતી ઠંડીમાંથી માંડ મુક્તિ મળી, ત્યાં બેવડી ઋતુએ કહેર વર્તાવ્યો છે. ગુજરાતમાં બેવડી ઋતુથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ બેવડી ઋતુ લોકો માટે માંદગી લઈને આવી છે. ઠેરઠેર શરદી-તાવ-ઉધરસના દર્દીઓ વધી ગયા છે. ત્યારે લોકોને એ જાણવામાં રસ છે કે હવે બેવડી ઋતુથી મુક્તિ ક્યારે મળશે. ત્યારે જાણી લો કે, આગામી બે દિવસ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર નહીં થાય. હજુ પણ લોકોએ બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે.

હાલ પરિસ્થિતિ એવી છે કે, સવારે 13 ડિગ્રી જ્યારે બપોરે થતા જ તાપમાનનો પારો 34 ડિગ્રીએ પહોંચી જાય છે. આ બેવડી ઋતુથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આવામાં હવામાન વિભાગે આગામી સમયને લઇને આગાહી કરી છે. બે દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર નહિ થાય. વાતાવરણમાં આવી જ ઠંડી-ગરમીનો અહેસાસ થતો રહેશે. સવારે 13 ડિગ્રીમાં ઠંડી, તો બપોરે 34 ડિગ્રી તાપમાનમાં ગરમીનો અહેસાસ થશે. હાલ લોકોએ બેવડી સીઝનનો અનુભવ કરવો પડશે.

આ પણ વાંચો : 

અદાણી જેવુ નસીબ નીકળ્યું આ ભાઈનું, મહાકાય કન્ટેનર કાર પર પડ્યું છતાં બચ્યો જીવ

કોણ ટ્રેક કરે છે ખનીજ વિભાગની સરકારની ગાડીઓને, જાસૂસીકાંડ કરતા પણ ખતરનાક ખેલ

હવામાન વિભાગના વૈજ્ઞાનિક વીજીન લાલે જણાવ્યું કે, આગામી બે દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે. ત્યારે જ લોકોને બેવડી ઋતુમાંથી મુક્તિ મળશે. ઉત્તરીય પવન ફૂંકાવાને કારણે તાપમાન ઘટતા તાપમાનનો પારો ગગડશે. આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયુ તેમજ ભેજ વાળું વાતાવરણ રહેશે. 

ઉલ્લેખનીય છે કે, સામાન્યત ફેબ્રુઆરી મહિનામાં આ પ્રકારની બેવડી ઋતુની સીઝન રહેતી હોય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયુ તેમજ ભેજ વાળું વાતાવરણ રહેશે. તેથી લોકોએ હજી બે દિવસ આ પ્રકારના વાતાવરણની અનુભૂતિ થશે. 

આ પણ વાંચો : 

લકી નીકળ્યા અમદાવાદીઓ, જંત્રીના ભાવમાં પણ મળી ખુશખબરી, તો પ્રોપર્ટી ટેક્સમાં પણ રાહત

પલટ.. પલટ... : પ્રેમના દિવસે રાજ-સિમરન ફરીથી આવશે, DDLJ નવેસરથી રિલિઝ થશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે