Home> Gujarat
Advertisement
Prev
Next

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જુઓ 2 થી 6 સપ્ટેમ્બર સુધી ક્યાં ક્યાં વરસાદ પડશે

હાલ ગુજરાતમાં એટલો સારો વરસાદ વરસ્યો છે કે, લોકો ખુશખુશાલ થઈ ગયા છે. હવે આગામી વર્ષે લોકોને પાણી માટે તથા ખેતી માટે વલખા નહિ મારવા પડે તેવી પરિસ્થિતિ છે, ત્યારે હજી પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જે મુજબ આ દિવસોમાં આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જુઓ 2 થી 6 સપ્ટેમ્બર સુધી ક્યાં ક્યાં વરસાદ પડશે

ગૌરવ પટેલ/અમદાવાદ :હાલ ગુજરાતમાં એટલો સારો વરસાદ વરસ્યો છે કે, લોકો ખુશખુશાલ થઈ ગયા છે. હવે આગામી વર્ષે લોકોને પાણી માટે તથા ખેતી માટે વલખા નહિ મારવા પડે તેવી પરિસ્થિતિ છે, ત્યારે હજી પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જે મુજબ આ દિવસોમાં આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 

  • દિવસ-1 (2 સપ્ટેમ્બર, 2019 સોમવાર) 

સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, દીવ, ગીરસોમનાથ, ઉત્તર ગુજરાતના અરવલ્લી, મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતના બે શહેરોના ગણેશ ઉત્સવમાં હજી પણ રાજાશાહી પરંપરાને જીવિત રખાઈ છે

  • દિવસ-2 (3 સપ્ટેમ્બર, 2019, મંગળવાર)

મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી.

  • દિવસ-3 (4 સપ્ટેમ્બર, 2019 બુધવાર)

ઉત્તર ગુજરાતના મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મઘ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી.

‘ભાજપ’રાજમાં નેતાઓ બેફામ : બોપલ નગરપાલિકાના સભ્ય મહેશ પટેલે સોસાયટીના ચેરમેન પર હુમલો કર્યો 

  • દિવસ-4 (5 સપ્ટેમ્બર, 2019 ગુરૂવાર)

ઉત્તર ગુજરાતના મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી

  • દિવસ-5 (6 સપ્ટેમ્બર, શુક્રવાર)

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મધ્ય ગુજરાતના ખેડા, અમદાવાદ, પંચમહાલ દાહોદ, સૌરાષ્ટ્ર અને કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગુજરાત પર મેઘરાજ મહેરબાન રહ્યાં છે. રાજ્યમાં સર્વત્ર મેઘ મહેર થતાં અત્યાર સુધી  સરેરાશ 32.02 ઇંચ એટલે કે 98 .10 ટકા વરસાદ નોંધાયો છે. 57 તાલુકામાં 40 ઈંચ કરતાં વધારે વરસાદ, 121 તાલુકામાં 20 થી 40 ઈંચ સુધીનો વરસાદ, 70 તાલુકામાં 10 થી 20 ઈંચ સુધીનો વરસાદ અને ત્રણ તાલુકામાં 5 થી 10 સુધીનો વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં 121 ઇંચ એટલે કે 191 ટકા વરસાદ નોંધાયો છે. 

બીજી તરફ, 4 વર્ષ પછી આજી ડેમ ઓવર ફ્લો થયો છે, જેને કારણે આજે રાજકોટવાસીઓમાં આનંદ ફેલાયો છે. આ માટે રાજકોટવાસીઓ દ્વારા નવા નીરના વધામણા કરાયા હતા. આજી ડેમમાં નવા નીર આવતા સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા સંપૂર્ણ દૂર થઈ જશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતનો વરસાદ 100% તરફ જઈ રહ્યો છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More