Home> Gujarat
Advertisement
Prev
Next

દુષ્કર્મ અંગે કાજલ ઓઝાનું નિવેદન "આપણને કંઈ થતું નથી કારણ કે તે આપણી દીકરી નથી"

સુરત ફરી એક વખત રેપ સીટી બન્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં સતત નાની બાળકીઓ સાથે બળત્કારની ઘટનાઓ બની રહી છે. જેમાં નશાની હાલતમાં બાળકીઓને દુષ્કર્મ કરવામાં આવ્યો છે. ત્યારે જાણીતા લેખક અને વક્તા કાજલ ઓઝા વૈધે પણ આવી ઘટનાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. સુરતમાં બનેલી એક ઘટનનો ઉલ્લેખ કરી તેમને કહ્યું હતું કે નાની બાળકી સાથે આટલી ગંભીર ઘટના બન્યા બાદ પણ લોકો ચિંતિત નથી એવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. 

દુષ્કર્મ અંગે કાજલ ઓઝાનું નિવેદન

તેજશ મોદી/ સુરત: સુરત ફરી એક વખત રેપ સીટી બન્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં સતત નાની બાળકીઓ સાથે બળત્કારની ઘટનાઓ બની રહી છે. જેમાં નશાની હાલતમાં બાળકીઓને દુષ્કર્મ કરવામાં આવ્યો છે. ત્યારે જાણીતા લેખક અને વક્તા કાજલ ઓઝા વૈધે પણ આવી ઘટનાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. સુરતમાં બનેલી એક ઘટનનો ઉલ્લેખ કરી તેમને કહ્યું હતું કે નાની બાળકી સાથે આટલી ગંભીર ઘટના બન્યા બાદ પણ લોકો ચિંતિત નથી એવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. 

મહત્વનું છે કે, સુરતના અમરોલી વિસ્તારમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બાળકી ઘરની બહાર સૂતી હતી તે દરમિયાન તેને ઉંચકી જઈને રેલવે ટ્રેક નજીક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાળકીને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નરાધમે બળાત્કાર કરવા અગાઉ બાળકીનું માથુ ફાડી માર માર્યો હતો. નરાધમે હેવાનિયતની તમામ હદ વટાવી દીધી હતી. વાળ ખેંચી ઘસડતાં બાળકીને માથાના પાછળના ભાગે ઈજાઓ થઈ હતી.

કાજલ ઓઝા વૈદ્યે સુરતમાં એવું તે શું કહ્યું કે, 500થી પણ વઘુ લોકો રડી પડયા...

જોકે, સૌથી કરુણ વાત તો એ છે કે, બાળકી પર એ હદ સુધીની હેવાનિયત આચરવામાં આવી હતી કે, બાળકીના ગુદા માર્ગ અને યોનિ માર્ગ વચ્ચેનો પડદો તૂટી જતાં બન્ને ગુપ્ત ભાગો એક થઈ ગયા હતા. સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં દાખલ બાળકી પર ડોક્ટરોએ શુક્રવારે બપોરે દોઢ કલાક સુધી ઓપરેશન કર્યું હતું. અને બંને ગુપ્ત ભાગો વચ્ચેની જગ્યાએ ટાંકા લીધા હતા. બાળકીના આંતરિક અવયવોને પણ ઈજાઓ પહોંચી હતી.

 

બાળકી પોતાની ઉપર થયેલા જાતીય હુમલાથી સૂધબૂધ ગુમાવી બેઠી છે અને આઘાતમાં સરી પડી છે. ઓપરેશન દરમ્યાન બાળકીના ગુપ્ત ભાગે અને આસપાસ 10 ટાંકા લેવામાં આવ્યા હતા. જેથી આ ઘટનાનો ઉલ્લેખ કાજલ ઓઝા વૈદ્યે કર્યો હતો.

ગુજરાતના આ ગામના 10 હજાર લોકોએ ક્યાંરેય નથી ઉજવી ‘હોળી’  

સુરતના કાર્યક્રમમાં હાજર કાજલ ઓઝા વૈદ્યે જણાવ્યું હતું કે, હાલમાં જ આપના સૌનિકો શહીદ થયા પણ આવી ઘટનાઓમાં પણ આપનું રુવાડું ફરકતું નથી, આઠ વર્ષની બાળકીને ચૂંથી નાંખી હશે, તેના ગુપ્તાંગો ભેગા થઇ ગયા, કેટલી ભયાનક પરિસ્થિતિમાંથી દીકરી પસાર થઇ હશે, પરતું આપણને કાંઈ દેખાતું નથી, કારણ કે તે આપણી દીકરી નથી, કોઈકની છે ને. આપણને એનાથી વધુ કહેવાની, કરવાની જરૂર લાગતી નથી, કારણ કે આપને આપના દુઃખ-સુખ વિષે પઝેશીવ થઇ ગયા છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More