Home> Gujarat
Advertisement
Prev
Next

માત્ર 15 દિવસમાં અમદાવાદમાં બીજી પાણીની ટાંકી ધરાશાયી થઈ, ગોતામાં બન્યો બનાવ

અમદાવાદમાં ટાંકી ધરાશાયી થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. બોપલ અને ઘાટલોડિયા વિસ્તાર બાદ હવે ગોતા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. ગોતા વિસ્તારના વસંતનગર વિસ્તારમા ટાંકી કકડભૂસ થઈ છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 6-7 ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 

માત્ર 15 દિવસમાં અમદાવાદમાં બીજી પાણીની ટાંકી ધરાશાયી થઈ, ગોતામાં બન્યો બનાવ

અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) માં ટાંકી ધરાશાયી થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. બોપલ અને ઘાટલોડિયા વિસ્તાર બાદ હવે ગોતા વિસ્તારમાં પાણીની ટાંકી (water tank) ધરાશાયી થઈ છે. ગોતા વિસ્તારના વસંતનગર વિસ્તારમા ટાંકી કકડભૂસ થઈ છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 6-7 ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વસંતનગર હાઉસિંગ બોર્ડની વસાહતમાં આવેલી આ પાણીની ટાંકી ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. જે દરમ્યાન ટાંકીનો એક ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયુ નથી. હાઉસિંગ બોર્ડ અને સ્થાનિક એસોસિએશન દ્વારા ટાંકી ઉતારવારની કામગારી ચાલી રહી હતી. 

નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યનંદિતા આખરે મીડિયા સામે આવી, માતાપિતાને ગણાવ્યા જુઠ્ઠા

4 મહિનામાં 3 પાણીની ટાંકીઓ ધરાશાયી
ચાર મહિનાથી અમદાવાદમાં પાણીની ટાંકી તૂટી પડવાના ત્રણ બનાવો બન્યા છે. ઓગસ્ટ મહિનામાં બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી તૂટી હતી, જેમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. તો માત્ર પંદર દિવસ પહેલા 3 નવેમ્બરના રોજ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં અડધી રાત્રે અચાનક ટાંકી તૂટી પડી હતી. જેમાં એક મહિલા ઈજાગ્રસ્ત બની હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં કુલ 191 ઓવરહેડ ટાંકીઓ અસ્તિત્વમાં છે. જેમાંથી 118 ટાંકીઓ વપરાશમાં છે. જ્યારે 73 ટાંકી વપરાશ વગરની છે. તેમાં પણ તોડવાની હોય એવી 26 ટાંકીઓ વપરાશમાં છે, જ્યારે તોડવી પડે એવી 73 ટાંકી હાલમાં વપરાશમાં નથી. આમ એએમસીએ કુલ 99 ટાંકીઓને તોડવાની જરૂર છે, જે પૈકી અત્યાર સુધી 46 ટાંકીઓને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવી છે.

નિત્યાનંદ આશ્રમ વિવાદ : સતત મળી રહેલા ધમકીઓને કારણે પીડિત પરિવારને અપાયું પ્રોટેક્શન

બોપલની ટાંકી તૂટ્યા બાદ સરવે કરાયો હતો
અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થયાની ઘટના બની હતી. તેના બાદ સરવે કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદમાં 47 જર્જરિત ટાંકી હોવાનું amcના સરવેમાં સામે આવ્યું હતું. જર્જરિત એવી અમદાવાદના નવા પશ્ચિમ ઝોનથી 24 ટાંકી ઉતારી લેવાઈ હતી. amc એ ઘાટલોડિયાની ટાંકીનો સર્વે કરી નોટિસ આપી હતી. પરંતુ હજુ સુધી ટાંકી ઉતારવાની કામગીરી કરવામાં આવી ન હતી. આ ટાંકી અઠવાડિયામાં જ ઉતારી લેવાની હતી, પરંતુ તે પહેલા જ આ ઘટના બની ગઈ છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More