Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત મતદાનઃ જૂઓ સવારે 9.00થી સાંજે 5.00 કલાક સુધીના આંકડા

રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધી બારડોલીમાં સૌથી વધુ 68.99 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 51.39 ટકા મતદાન નોંધાયું છે, વર્ષ 2014ની ચૂંટણીમાં રાજ્યમાં સાંજ સુધીમાં કુલ 61.78 ટકા મતદાન નોંધાયું હતું
 

ગુજરાત મતદાનઃ જૂઓ સવારે 9.00થી સાંજે 5.00 કલાક સુધીના આંકડા

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાનું મતદાન દેશની કુલ 117 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતની તમામ 26 બેઠકોનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધી બારડોલીમાં સૌથી વધુ 68.99 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 51.39 ટકા મતદાન નોંધાયું છે, વર્ષ 2014ની ચૂંટણીમાં રાજ્યમાં સાંજ સુધીમાં કુલ 61.78 ટકા મતદાન નોંધાયું હતું. 

રાજ્યમાં બપોરે 12.00 કલાક સુધી સરેરાશ 25 ટકા જ મતદાન નોંધાયું હતું. જોકે ત્યાર બાદ મતદારો ધીમે-ધીમે બહાર નિકળતાં વિવિધ બેઠકો પર મતદાનની ટકાવારીનો આંકડો વધવાની શરૂઆત થઈ હતી અને હવે સાંજે 5 કલાક સુધીમાં સરેરાશ 58.90 ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે. ગુજરાતમાં 2014ની લોકસભા ચૂંટણીમાં કુલ સાંજ સુધીમાં કુલ મતદાન 61.78 ટકા નોંધાયું હતું. 

બેઠક 9:00 11:00 PM 1.00 pm 2:00 PM 3:00PM 5.00 PM
             
કચ્છ 9.98 24.36 36.48 36.45 42.46 51.8
બનાસકાંઠા 13.8 29.73 41.16 41.54 53.05 61.44
પાટણ 11.92 25.06 38.74 38.74 48.85 57.76
મહેસાણા 10.6 27.35 40.7 40.7 51.42 61.16
સાબરકાંઠા 10.9 27.93 43.08 43.08 53.36 61.74
ગાંધીનગર 9.95 24.21 36.97 39.03 52.76 61.18
અમદાવાદ (પૂર્વ) 9.58 19.12 26.31 38.64 47.66 55.51
અમદાવાદ (પૂશ્ચિમ) 8.12 20.1 34.96 35.57 45.23 55.12
સુરેન્દ્રનગર 10.38 23.45 36.86 34.76 42.4 51.68
રાજકોટ 10.99 26.55 39.91 39.91 49.47 58.04
પોરબંદર 9.1 20.54 28.04 30.97 49 52.01
જામનગર 7.15 22.14 35.12 35.12 44.24 54.14
જૂનાગઢ 9.2 23.17 39.14 38.55 47.28 55.5
અમરેલી 10.36 25.35 31.22 36.09 43.45 51.39
ભાવનગર 10.37 25.02 36.35 36.35 45.32 53.38
આણંદ 9.5 26.93 35.12 40.89 54.97 61.72
ખેડા 9.78 25.44 36.9 38.89 46.96 56.56
પંચમહાલ 8.75 24.31 38.22 38.22 48.42 56.84
દાહોદ 12.85 31.31 46.7 46.78 55.42 62.4
વડોદરા 9.51 25.78 41.61 41.61 52.05 62.78
છોટાઉદેપુર 11.4 26 38.96 41.47 54.05 64.12
ભરૂચ 11.38 25.03 44.86 44.86 54.34 65
બારડોલી 10.99 28.55 43.48 46.28 58.3 68.99
સુરત 9.95 23.38 35.61 35.61 50.67 60.16
નવસારી 9.52 24.28 32.53 39.57 47.08 61.95
વલસાડ 13.46 25.32 42.97 42.97 57.73 68.53

સૌથી વધુ મતદાનવાળી પાંચ બેઠક 
બેઠક           મતદાન(ટકા)
બારડોલી         69.99
વલસાડ          68.53
છોટા ઉદેપુર    64.12
વડોદરા         62.78
નવસારી        61.95

લોકસભા ચૂંટણી 2019: જાણો ગુજરાતની 26 બેઠકો પર કોણ-કોણ છે મેદાનમાં

સૌથી ઓછા મતદાનવાળી પાંચ બેઠક 
બેઠક            મતદાન(ટકા)
અમરેલી           51.39
સુરેન્દ્રનગર       51.68
કચ્છ                51.80
પોરબંદર          52.01
ભાવનગર        53.38

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More