Home> Gujarat
Advertisement
Prev
Next

જસદણનો જંગ: કિંમતી મત આપવા માટે સુરતથી 3બસ ભરી મતદારો ઉપડ્યા

જસદણ મતવિસ્તારમાં 20 ડિસેમ્બરે પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. જેને લઇને ભાજપ અને કોંગ્રેસ બંન્ને આ બેઠકને જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

જસદણનો જંગ: કિંમતી મત આપવા માટે સુરતથી 3બસ ભરી મતદારો ઉપડ્યા

તેજસ મોદી/સુરત: જસદણ મતવિસ્તારમાં 20 ડિસેમ્બરે પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. જેને લઇને ભાજપ અને કોંગ્રેસ બંન્ને આ બેઠકને જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મતદારોને રીઝવવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોની ફોજ પણ ઉતરી દેવામાં આવી હતી. હવે 20 ડિસેમ્બરે મતદાન હોવાથી બુધવારે મોડી રાત્રે સુરતથી મોટી સંખ્યામાં મતદારો જસદણ જવા રવાના થયાં છે.

શહેરના યોગી ચોક વિસ્તારમાંથી 3 બસમાં મતદારો રવાના થયાં છે. સુરતના વરાછા, પુણા અને કાપોદ્રામાં મોટી સંખ્યામાં જસદણના લોકો રહે છે. પહેલી વખતે મતદાન કરનારા યુવકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે. મોટી સંખ્યામાં મૂળ જસદણના લોકો સુરતમાં નોકરી ધંધો કરવા માટે આવે છે. અને ચૂટણી હોવાથી મોડી રાત્રે આશરે 3 બસો ભરીને મતદારો વતન જવા રવાના થયા હતા.

fallbacks

વધુમાં વાંચો...સુરત: મોબાઇલ ખોવાઇ જતા માતા-પિતાના ઠપકાની બીકે યુવાને કર્યો આપઘાત

સુરતમાં મૌટા ભાગના યુવાનો રોજગારી માટે આવે છે. હિરા ઉદ્યોગમાં તથા અનય ક્ષેત્રે રાજગારી મેળવવા માટે યુવાનો સુરત આવે છે. ત્યારે જસદણમાં પેટા ચૂંટણી હોવાથી યુવાનો ઉત્સાહ ભેર કિંમતી મત આપવા માટે જસદણ જવા રવાના થયા છે. ગુજરાતમાં આ પહેલી એવી પેટા ચૂંટણી હશે. જેમાં દેશના પણ મોટા મોટા નેતાઓ પ્રચાર કરવા માટે અહિં આવ્યા હતા. માટે જ મૂળ જસદણના લોકો નોકરી ધંધા અથવા રોજગારી માટે વતન છોડી ગયા હોય તે લોકો પણ મતદાન કરવા માટે પાછા વતન ફર્યા છે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More