Home> Gujarat
Advertisement
Prev
Next

ઉનામાં સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ

સિંહની પજવણી કરવાની ઘટના વારંવાર બનતી રહે છે. 

ઉનામાં સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ

ઉનાઃ જુનાગઢ અને ગીર સોમનાથ વિસ્તાર સિંહોનો રહેણાક વિસ્તાર છે. પરંતુ વારંવાર સિંહની પજવણી કરવાની ઘટના બનતી રહે છે. ત્યારે વધુ એકવાર સિંહની પજવણીનો વીડિયો વાયરલ થયો છે.   જેમાં એક ગામમાં રાત્રિ સમયે આવી ચઢેલા બે સિંહોની પાછળ કાર ચલાવીને તેનો વીડિયો બનાવવામાં આવ્યો છે. સિંહને જોવા માટે સિંહની પાછળ કાર ચલાવીને તેને પરેશાન કરવાની સાથે તેનો વીડિયો બનાવવામાં આવ્યો છે. સિંહ સંવર્ધનની વાતો વચ્ચે સતત સિંહોની પજવણીના આ પ્રકારે અનેક વિડિઓ સામે આવી રહ્યા છે. ત્યારે અહીં પ્રશ્ન થાય છે કે, વનવિભાગ શું કરી રહ્યું છે. આવા લોકોની ધરપકડ કરીને તેને સજા આપવી જોઈએ. કારણ કે, સિંહ તે ગુજરાતની ઓળખ છે. વનવિભાગના કર્મચારીઓએ આવી ઘટના બને તે માટે પ્રયત્ન કરવો જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More