Home> Gujarat
Advertisement
Prev
Next

Rajkot: દર્દીને દાખલ કરવો પડશે કહિને ડોક્ટર પર ત્રણ શખ્સોનો હુમલો, સમગ્ર ઘટના CCTV માં કેદ

રાજકોટવાસીઓમાં (Rajkot) હવે ધિરજ ખુંટી છે. કોરોના દર્દીને દાખલ કરવો જ પડશે કહિને ખાનગી હોસ્પિટલનાં (Privet Hospital) તબિબ અને સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસમાં (Rajkot Police) ફરીયાદ નોંધાય છે

Rajkot: દર્દીને દાખલ કરવો પડશે કહિને ડોક્ટર પર ત્રણ શખ્સોનો હુમલો, સમગ્ર ઘટના CCTV માં કેદ
  • ઓક્સિજન વાળો બેડ નથી, સ્ટાફનો અભાવ છે: ડોક્ટર
  • આર.આર. હોટલ વાળા દિવ્યરાજસિંહ ઝાલા સહિત બે સામે ગુનો દાખલ

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટવાસીઓમાં (Rajkot) હવે ધિરજ ખુંટી છે. કોરોના દર્દીને દાખલ કરવો જ પડશે કહિને ખાનગી હોસ્પિટલનાં (Privet Hospital) તબિબ અને સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસમાં (Rajkot Police) ફરીયાદ નોંધાય છે. આર.આર. હોટલવાળા દિવ્યરાજસિંહ ઝાલા બોલું છું કહિને તબિબને (Doctor) નીચે બોલાવીને ફડાકાનાં ઘા ઝીંકી લેતા સીસીટીવી કેમેરામાં (CCTV Camera) દ્રશ્યો કેદ થયા છે. જેને આધારે પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ (Rajkot Corona Cases) વધતા હોસ્પિટલોમાં બેડ નથી મળતા, ઓક્સિજનનાં સિલિન્ડર (Oxygen Cylinder) માટે દર્દીઓનાં સબંધીઓ દર દરનાં ધક્કા ખાઇ રહ્યા છે. રેમડેસિવિર ઇન્જેક્શન (Remdesivir Injection) માટે લાંબી કતારોમાં લોકો ઉભા રહે છે. છેલ્લા દોઢ મહિનાથી આવી જ સ્થિતીમાં લોકો જીવી રહ્યા છે. ત્યારે હવે રાજકોટવાસીઓની (Rajkot) ધિરજ ખુંટી છે.

આ પણ વાંચો:- હોમ આઈસોલેટ દર્દી માટે બધી એજન્સીઓને ઓક્સિજન સિલિન્ડર રીફિલિંગ કરી આપવા કલેકટરનો આદેશ

ગઇકાલે રાત્રે રાજકોટનાં કનક રોડ પર આવેલ સત્કાર કોવિડ હોસ્પિટલમાં (Covid Hospital) ત્રણ શખ્સો પહોંચ્યા હતા અને કોરોના દર્દીને દાખલ કરવો જ પડશે કહિને હોસ્પિટલનાં સ્ટાફ અને ડોક્ટર (Doctor) અમર કાનાબાર પર હુમલો કર્યો હતો. જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં (CCTV Camera) કેદ થઇ હતી. ડો. અમર કાનાબારે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર.આર. હોટલવાળા દિવ્યરાજસિંહ ઝાલા અને તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે.

આ પણ વાંચો:- રાજકોટમાં નિષ્ઠુર તંત્રથી ત્રાસેલા લોકોએ ઓક્સિજન એજન્સીમાં ધાડ પાડી અને...

ઓક્સિજન બેડ નથી તો કેમ આપું- તબીબ
ડો. અમર કાનાબારે પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે કે, રાત્રે હોસ્પિટલ સ્ટાફનો ફોન આવ્યો હતો. ફોન પર વાત ચાલું હતી ત્યારે ફોન આંચકી લઇને હું આર.આર. હોટલવાળા દિવ્યરાજસિંહ ઝાલા બોલું છું કહેતા હું નીચે ગયો હતો. ત્યારે દર્દીને દાખલ કરવો જ પડશે તેવી જીદ કરી હતી. ત્યારે મેં કહ્યું હતું કે, હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા નથી, ઓક્સિજન લાઇન વાળો બેડ ઉપલબ્ધ નથી, સ્ટાફનો અભાવ છે. આટલું સાંભળતા જ ઉશ્કેરાઇ ગયા હતા અને હુમલો કર્યો હતો.

આ પણ વાંચો:- સગર્ભા મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો જૂનાગઢ સિવિલે હાથ ઉંચા કર્યા, રાજકોટ કલેક્ટરે કરી ખાસ વ્યવસ્થા

ઓક્સિજન ખાલીનાં લાગ્યા બોડ
રાજકોટમાં લોકોની હવે ધિરજ ખુંટવા લાગી છે. શાપર વેરાવળમાં ગઇકાલે 200 લોકોનું ટોળું જયદિપ ઓક્સિજન રીફિલીંગ પર પહોંચ્યું હતું. જ્યાં રિફિલિંગ માટે 15 કલાક સુધી લોકો લાંબી લાઇનમાં ઉભા રહ્યા હતા. જોકે ઓક્સિજન ખલાસ થઇ ગયું છે કહેતા જ ટોળું ધસી આવ્યું હતું. પરંતુ પોલીસ બંદોબસ્ત અને નાયબ મામલતદાર હાજર હોવાથી મામલો થાળે પડ્યો હતો. આજે રૈયા ચોકડી પર ઓક્સિજન રીફિલીંગ કેન્દ્ર પર ઓક્સિજન ખાલી થઇ ગયેલ છે તેવું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું. હોમ આઇસોલેટ દર્દીઓને ઓક્સિજન પૂરતું ન મળતા હાલત કફોળી બની રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More