Home> Gujarat
Advertisement
Prev
Next

જ્વલ્લે જોવા મળતો નજારો રાજુલામાં દેખાયો, 8 બચ્ચા સાથે આવી ચઢ્યો સિંહ પરિવાર

ગીરના જંગલમાં એકલ દોકલ સિંહો (asiatic lions) અવારનવાર નજરે ચઢે છે. પરંતુ આખો સિંહ પરિવાર ભાગ્યે જ નજરે ચઢે છે. જ્યારે પણ આખો સિંહ પરિવાર જોવા મળે છે, ત્યારે તે નજારો અદભૂત બની જતો હોય છે. આવો જ જ્વલ્લે જોવા મળતો નજરો સામે આવ્યો છે. અમરેલીના રાજુલામાં એક-બે નહિ સિંહ સિંહણ અને 8 બચ્ચા જોવા મળ્યા છે.

જ્વલ્લે જોવા મળતો નજારો રાજુલામાં દેખાયો, 8 બચ્ચા સાથે આવી ચઢ્યો સિંહ પરિવાર

કેતન બગડા/અમરેલી :ગીરના જંગલમાં એકલ દોકલ સિંહો (asiatic lions) અવારનવાર નજરે ચઢે છે. પરંતુ આખો સિંહ પરિવાર ભાગ્યે જ નજરે ચઢે છે. જ્યારે પણ આખો સિંહ પરિવાર જોવા મળે છે, ત્યારે તે નજારો અદભૂત બની જતો હોય છે. આવો જ જ્વલ્લે જોવા મળતો નજરો સામે આવ્યો છે. અમરેલીના રાજુલામાં એક-બે નહિ સિંહ સિંહણ અને 8 બચ્ચા જોવા મળ્યા છે.

અમરેલી (amreli) ના રાજુલાના કોવાયા ગામ નજીક સિંહ પરિવારના આંટાફેરા કેમેરામાં કેદ થયા છે. દરિયાઈ ખાડી નજીક મોટો સિંહ પરિવાર (lion family) જોવા મળ્યો છે. સિંહ-સિંહણ અને તેના 8 જેટલા બચ્ચાઓ એકસાથે જોવા મળ્યા છે. સિંહ પરિવારના દ્રશ્યો એક રાહદારીના કેમેરામાં કેદ થયા છે. આંટાફેરા કરતો સિંહ પરિવારનો વીડિયો (lion video) વાયરલ થયો છે. 

અનેકવાર આ વિસ્તારમાં સિંહ જોવા મળે છે. પણ સિંહોના ટોળા ભાગ્યે જ જોવા મળે છે. આખરે આ નજારો પણ કેમેરામાં કેદ થઈ ગયો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More