Home> Gujarat
Advertisement
Prev
Next

CM રૂપાણીએ રાહુલ ગાંધીને કટાક્ષમાં કહ્યું, કોથમીર અને મેથીમાં શું ફરક છે તે કહો

આજે ભારત બંધના દેશભરમાં પડઘા પડી રહ્યાં છે. ત્યારે મહેસાણામાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી પર તીખા પ્રહાર કર્યા હતા. એક કટાક્ષમાં તેઓએ કહ્યું હુતં કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોથમીર અને મેથીમાં શું ફરક છે તે જણાવે. 

CM રૂપાણીએ રાહુલ ગાંધીને કટાક્ષમાં કહ્યું, કોથમીર અને મેથીમાં શું ફરક છે તે કહો

ઝી મીડિયા/બ્યૂરો :આજે ભારત બંધના દેશભરમાં પડઘા પડી રહ્યાં છે. ત્યારે મહેસાણામાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી પર તીખા પ્રહાર કર્યા હતા. એક કટાક્ષમાં તેઓએ કહ્યું હુતં કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોથમીર અને મેથીમાં શું ફરક છે તે જણાવે. 

કાર્યક્રમમાં તેઓએ કહ્યુ કે, ખેડૂતોની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. રાહુલ ગાંધી પહેલા તો કોથમીર અને મેથીમાં શ ફરક છે તે જણાવે. બાકી બધા જાણે છે કે તમારું નામ કેટલુ છે. મારે પૂછવુ છે કે, 2019ના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કહ્યું હતું કે, અમે એગ્રિ કલ્ચર પ્રોડ્યુસ માર્કેટ અમે લાવીશું, આંતરરાષ્જ્ય વેપારની છૂટ આપીશું. કૃષિ ઉત્પાદનો માટે ખેડૂતોને બહાર વેચવા માટે છૂટ આપીશું. તમે આપેલું આ વચન મોદી સરકારે પૂરુ પાડ્યું છે, તેમ છતાં તમે બંધના સમર્થનમાં કેમ નીકળ્યા છો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમે લોકો એપીએમસીમાંથી શાકભાજી અને ફળ વેચવાની છૂટ આપો. એ ખેડૂત ગમે ત્યાં વેચી શકે તે માટે મુક્તિ આપી. ભાવ ઘટાડવાની સંભાવનાને આગળ કર્યો. આજે અમે કર્યું છે. ખેડૂતને આજે અધિકાર મળી રહ્યો છે ત્યારે તમે કેમ વિરોધ કરી રહ્યા છો. કોંગ્રેસે પાણી, શાકભાજી, ખેડૂતો, માટે કંઈ જ કર્યું નથી. 

આમ, કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસકાળના ભૂતકાળ તથા તે સમયે થયેલા ભ્રષ્ટાચારને યાદ કરાવીને વેધક પ્રહારો કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More