Home> Gujarat
Advertisement
Prev
Next

મુખ્યપ્રધાને સૌરભ પટેલ અને પ્રદીપસિંહ સાથે યોજી બેઠક, રાજ્યની વર્તમાન સ્થિતિને લઈ કરી ચર્ચા

દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે કોંગ્રેસ સહિત વિપક્ષે આજે ભારત બંધનું એલાન આપ્યું હતું. 
 

 મુખ્યપ્રધાને સૌરભ પટેલ અને પ્રદીપસિંહ સાથે યોજી બેઠક, રાજ્યની વર્તમાન સ્થિતિને લઈ કરી ચર્ચા

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની વર્તમાન સ્થિતિને લઈને એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને કેબિનેટ પ્રધાન સૌરભ પટેલ હાજર રહ્યાં હતા. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે ગુજરાત સહિત દેશમાં કોંગ્રેસે આપેલા બંધને મામલે રાજ્યમાં ઘણી જગ્યાએ હિંસક ઘટના બની હતી. તો ક્યાંક પથ્થરમારો પણ થયો હતો. આ તમામ પરિસ્થિતિને લઈને મુખ્યપ્રધાને બેઠક યોજી હતી. 

આ સાથે અમદાવાદમાં ચાલી રહેલા હાર્દિકના ઉપવાસની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે રાજ્યની વર્તમાન પરિસ્થિતિ સહિતના મુદ્દે સીએમે ચર્ચા કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More