Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ : વિજ્ઞાન જાથાની ટીમને જોઈ ઘરમાં ભાગી ગયો વિષ્ણુનો કલ્કી અવતાર

રાજકોટ : વિજ્ઞાન જાથાની ટીમને જોઈ ઘરમાં ભાગી ગયો વિષ્ણુનો કલ્કી અવતાર
  • જે શખ્સ પોતાને વિષ્ણનો કલકી અવતાર ગણાવતો હતો અને પોતાની જાતને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર કહેતો હતો, તે બેફામ ગાળો ભાંડતો જોવા મળ્યો
  • તેણે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના રાક્ષસ ગણાવ્યા હતા. સાથે જ બેફામ ગાળો આપીને વિજ્ઞાન જાથાની ટીમને રાક્ષસમાં ખપાવી

ઝી મીડિયા/બ્યૂરો :'હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર 'કલ્કિ', કોરોના મારૂં જ સુદર્શન ચક્ર છે.. એવુ કહેનાર રાજકોટના રમેશચંદ્ર ફેફરના ઘરે વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી હતી. ભગવાન વિષ્ણુના દસમાં કલ્કિ અવતારનો દાવો કરતા રમેશચંદ્ર ફેફરના ઘરે વિજ્ઞાન જાથાની ટીમ પહોંચતા જ રમેશચંદ્ર ફેફર તાળું મારી અંદર રહ્યા હતા અને જાથાને તેમના ઘરમાં પ્રવેશ આપ્યો નહોતો. આ દરમિયાન રમેશચંદ્ર ફેફર (Rameshchandra Fefar) અને જયંત પંડ્યા વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. યુનિવર્સિટી પોલીસને સાથે રાખી વિજ્ઞાન જાથાએ રમેશચંદ્રના ઘરે દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો : મા-બાપના એક અવાજ પર ઉત્તરાખંડના લોકોની મદદે આવ્યા ગુજરાતના વેપારી

પોતાને ભગવાનનો અવતાર કહેતા શખ્સે ગાળો ભાંડી 
રમેશચંદ્ર ફેફરના ઘરે જ્યારે વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી તો વિચિત્ર દ્રશ્યો જોવા મળ્યા હતા. જે શખ્સ પોતાને વિષ્ણનો કલકી અવતાર ગણાવતો હતો અને પોતાની જાતને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર કહેતો હતો, તે બેફામ ગાળો ભાંડતો જોવા મળ્યો હતો. તેણે જાથાના સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. યુનિવર્સિટી પોલીસ પણ તેમના આ વર્તન પર ચોંકી ગઈ હતી. તેણે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના રાક્ષસ ગણાવ્યા હતા. સાથે જ બેફામ ગાળો આપીને વિજ્ઞાન જાથાની ટીમને રાક્ષસમાં ખપાવી હતી. 

આ પણ વાંચો : પોલીસને ચકરાવે ચઢાવે તેવી અંકલેશ્વરની મર્ડર મિસ્ટ્રી, એક બેગમાંથી ઘડ-માથુ મળ્યું, ને બીજી બેગમાંથી અન્ય અંગો

ઉલ્લેખનીય છે કે, રાજકોટના કાલાવડ રોડ પર રહેતા રમેશચંદ્ર ફેફર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. પોતે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ અવતાર હોવાનો દાવો કરનાર આ વ્યક્તિ રાજ્ય સરકારના કલાસ 1 અધિકારી રહી ચૂક્યા છે. જોકે સરકારે 16 લાખ રૂપિયા પગાર અને 16 લાખ રૂપિયા ગ્રેજ્યુટી ન ચૂકવતા જળસંપતિ વિભાગના સચિવને પત્ર લખ્યો છે. જેમાં પણ તેને પોતે કલ્કિ અવતાર હોવાનો દાવો કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ''સરદાર સરોવર નર્મદા નિગમ પુનર્વસવાટ એજન્સીમાં મારી પ્રતિ નિયુક્તિ દરમિયાન મારો એક વર્ષનો આશરે રૂપિયા 16 લાખ જેટલો પગાર લેવાનો બાકી છે. આ એક વર્ષ દરમિયાન મેં વર્ક ફ્રોમ હોમ કરેલ છે અને આ રીતે કોરોના કાળમાં કામ કરેલા લોકોને સરકાર પગાર ચૂકવે જ છે.'' 

આ પણ વાંચો : 7 વર્ષમાં બગડી ગઈ સુરતના મેયર-કમિશનરની ગાડી, 77 લાખનો ધુમાડો કરીને નવી કાર ખરીદાશે

કોરોનાને પોતાનું સુદર્શન ચક્ર ગણાવ્યું
રમેશચંદ્ર ફેફરે (Rameshchandra Fefar) કહ્યું હતું કે, "કોરોના એ પોતાનું જ સુદર્શન છે. જે વિશ્વના 7.5 કરોડ અબજ રક્ષણ સ્વરૂપના મનુષ્યોનો વિનાશ કરશે. જે લોકો સિતારામના જાપ કરશે તે જ બચી શકશે. એટલું જ નહીં પરાશક્તિનો ઉપયોગ કરતો હોવાથી વિજ્ઞાન પણ કાંઈ કરી શકશે નહીં" તેવો દાવો કર્યો હતો. વરસાદને લઈને રમેશચંદ્ર ફેફરે કહ્યું હતું કે,"આ વર્ષે ભયંકર દુષ્કાળ પાડવાનો છે. જેથી ખેડૂતો અત્યાર થી જ ભગવાનના જપ કરવા માંડે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More