Home> Gujarat
Advertisement
Prev
Next

વિશ્વ હિન્દુ પરિષદની ચીમકી : હોટલમાં લવ જેહાદના કપલ દેખાશે તો કાયદો હાથમાં લઈશું

VHP Action On Love Jihad : લવ જેહાદ અંગે VHP પ્રવક્તાની ગર્ભિત ધમકી... હોટલમાં હિન્દુ યુવતી સાથે વિધર્મી યુવક જશે તો હોટલ માલિક એક્શન માટે તૈયાર રહે

વિશ્વ હિન્દુ પરિષદની ચીમકી : હોટલમાં લવ જેહાદના કપલ દેખાશે તો કાયદો હાથમાં લઈશું

Vishva Hindu Parishad : ગુજરાતમાં લવ જેહાદના કિસ્સા સતત વધી રહ્યાં છે. ત્યારે હવે લવ જેહાદ અટકાવવા માટે વીએચપી (વિશ્વ હિન્દુ પરિષદ) મેદાનમાં આવ્યું છે. વીએપી દ્વારા ગુજરાતની દરેક હોટલના રૂમ ચેક કરાશે. લવ જેહાદના કિસ્સામાં હોટલ સામે પગલા લેવાશે. આવી ઘટનાઓ રોકવા માટે વિશ્વ હિન્દુ પરિષદે રાજ્યની તમામ હોટલ એસોસિયેશનના માલિકોને સાવચેત કર્યા છે. વિશ્વ હિન્દુ પરિષદે હોટલ એસોસિયેશનને ચેતવ્યા કે, અમે દરેક હોટલમાં જઈને રૂમ ચેક કરીશું. જો લવ જેહાદનો કોઈ કિસ્સો મળશે તો હોટલ સામે પગલા લેવામા આવશે. 

લવ જેહાદની કિસ્સા ગુજરાતમા ઉત્તરોઉત્તર વધી રહ્યાં છે. જેનો ભોગ હિન્દુ યુવતીઓ બીન રહી છે. મોટાભાગના કિસ્સામાં યુવક-યુવતીઓ હોટલના રૂમમાં મળતા હોવાનુ સામે આવ્યું છે. તેથી વિશ્વ હિન્દુ પરિષદ હવે લવ જેહાદને અટકાવવા પગલા લઈ રહ્યું છે. વીએચપીના પ્રવક્તા હિતેન્દ્ર રાજપૂતે ચેતવણી આપી કે, જો હોટલમાં લવ જેહાદનો કિસ્સો મળશે તો અમે કાયદો હાથમાં લઈશું. ગૃહ રાજ્યંમત્રીએ પણ હોટલમાં તપાસ કરવા સૂચના આપી છે. કોઈ જગ્યાએ લવ જેહાદનો કિસ્સો દેખાશે તો કાયદેસરની કાર્યવાહી હાથમાં લઈશું. જેથી હાલ આ જાહેરાત બાદ વીએચપીના કાર્યકરોએ હોટલોમા ચેકિંગ શરૂ કર્યું છે. 

કયા મહિનામાં કેનેડા જવું સૌથી સારું, વિદ્યાર્થીઓના મૂંઝવતા સવાલનો આ છે જવાબ

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈને મોટું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું છે કે ગુજરાત સરકાર આ મામલાઓ પર કડકાઈથી કાર્યવાહી કરશે. વડોદરા પહોંચેલા સંઘવીએ જણાવ્યું હતું કે, તેમણે પોલીસને હોટલો ચેક કરીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ પર રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે. લવ જેહાદના મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને દરેક હોટેલમાં જઈને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. વડોદરા પહોંચેલા હર્ષ સંઘવીએ કહ્યું કે લવ જેહાદ મામલે સરકાર ખૂબ જ ગંભીર છે. પોલીસ હોટલોની તપાસ કરશે અને ફરિયાદ પણ નોંધશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું આ નિવેદન વિશ્વ હિન્દુ પરિષદની ચેતવણી બાદ આવ્યું છે, જેમાં પરિષદે કહ્યું છે કે હોટલ અને ગેસ્ટ હાઉસના માલિકોએ બિન-હિંદુ યુવકોને રૂમ આપવામાં સાવચેતી રાખવી જોઈએ. જો તેઓ હિંદુ છોકરી સાથે આવે તો તેમને રૂમ ન આપવો જોઈએ.

આજનો દિવસ દક્ષિણ ગુજરાત પર મોટી ઘાત : હવામાન વિભાગની આ આગાહીથી સાવધાન રહેજો

લવ જેહાદ કેસની તપાસ થશે
27 જૂને વડોદરા પહોંચીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે લવ જેહાદના કેસોની તપાસ કરવામાં આવશે. તેમણે વડોદરાના કેસમાં પોલીસને ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો. ડોર ટુ ડોર સંપર્ક અભિયાનમાં ભાગ લીધા બાદ સંઘવીએ જણાવ્યું હતું કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડોદરાની ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ કરવા પોલીસને આદેશ કર્યો હતો. 

જુનાગઢમાં મેઘતાંડવ : 10 ઈંચ વરસાદથી આખુ જુનાગઢ પાણીમાં ગરકાવ, PHOTOs

પરિવારનું નામ ગુપ્ત રાખવામાં આવશે
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે દીકરીઓના પરિવારને વિનંતી છે કે તેઓ હિંમતથી આગળ આવે અને અમે પરિવારનું નામ અને ઓળખ ગુપ્ત રાખીશું. અગાઉ હર્ષ સંઘવીએ મોરબીમાં કહ્યું હતું કે સાહેબ, પ્રેમ કરવો એ ગુનો નથી, પરંતુ પ્રેમનું નામ જપનારાઓએ ખુલ્લા કાનથી સાંભળવું જોઈએ. કોઈ સલીમ અમારી માસૂમ દીકરીને સુરેશના નામે પ્રેમ કરીને ફસાવશે તો કાયદો પોતાનું કામ કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે સુરેશ સલીમ હોવાનો ડોળ કરે અને પ્રેમમાં પડે તો પણ તે ખોટું છે અને સલીમ સુરેશ બની જાય તો પણ તે ખોટું છે. દરેકને પ્રેમ કરવાનો અધિકાર છે, પરંતુ પ્રેમને બદનામ કરવાનો અધિકાર કોઈને નથી. જો કોઈ પ્રેમના નામે દીકરીને ફસાવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

ખુશખબરી છે ખુશખબરી! પેટ્રોલ-ડીઝલ ઘટવાના આ સમાચારથી લોકો મોજમાં આવી ગયાં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More