Home> Gujarat
Advertisement
Prev
Next

નવરાત્રિમાં 'જુમ્મે કી રાત હૈ' ગીત વાગતા મોરબીમાં મચ્યો હોબાળો, હિન્દુઓની લાગણી દુભાઈ

હાલમાં નવરાત્રિ ચાલી રહી છે અને છઠ્ઠા નોરતે મોરબીમાં રવાપર ગામમાં આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા પાટીદાર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

નવરાત્રિમાં 'જુમ્મે કી રાત હૈ' ગીત વાગતા મોરબીમાં મચ્યો હોબાળો, હિન્દુઓની લાગણી દુભાઈ

હિમાંશું ભટ્ટ/મોરબી: શહેરમાં જુદાજુદા બે ખાનગી નવરાત્રિ મહોત્સવના આયોજનમાં નારાત્રીના મંચ ઉપર ન શોભે તેવા ગીત કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેથી કરીને સંકલ્પ નવરાત્રિ અને પાટીદાર નવરાત્રી મહોત્સવના કાલકારોએ રજૂ કરેલા ગીતનો વિએચપી દ્વારા સોશિયલ મીડિયા મારફતે વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાર્ટી પ્લોટના મેદાનમાં જઈને કાર્યક્રમ બંધ કરાવવામાં આવ્યો હતો.

હાલમાં નવરાત્રિ ચાલી રહી છે અને છઠ્ઠા નોરતે મોરબીમાં રવાપર ગામમાં આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા પાટીદાર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જાણીતા સિંગર હિમેશ રેશમિયાને બોલાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા જુદા જુદા હિન્દી ગીત લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે "જુમ્મે કી રાત હૈ અલ્લા બચાએ મુજે તેરે વાસ્તે" હિન્દી ફિલ્મનું ગીત છે તે રજૂ કરવામાં આવ્યું હતું. 

જેથી કરીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો કારણકે પાટીદાર નવરાત્રી મહોત્સવ એટલે કે નવરાત્રિના મંચ ઉપરથી આ ગીત રજૂ કરવામાં આવ્યુ છે જેથી કરીને હિન્દુ સમાજની લાગણી દુબઈ હોય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ બોરીચા, મહામંત્રી કમલભાઇ દવે સહિતના આગેવાનો પાટીદાર નવરાત્રી મહોત્સવના પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યા હતા અને કાર્યક્રમ બંધ કરાવ્યો હતો.

આવી જ રીતે ચોથા નોરતે મોરબીના સંકલ્પ નવરાત્રિ મહોત્સવમાં કાલકારો દ્વારા "નબી નબી' અને 'ખ્વાજા કા મેળા આયેગા અપુન અજમેર જાયેગા' જેવા વિધર્મ ગીત નવરાત્રિના મંચ ઉપરથી રજૂ કરવામાં આવ્યા હતા. જેથી કરીને વિએચપી દ્વારા આ કલાકારનો અને તેના ગીતનો વિરોધ ફેસબુકના ઓફિશયલ એકાઉન્ટ તેમજ પેઇઝ ઉપર પોસ્ટ મૂકીને વિરોધ કરવામાં આવેલ છે અને હવે આવી પ્રવૃતિ કરવામાં આવશે તો કાર્યક્રમ બંધ કરાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More