Home> Gujarat
Advertisement
Prev
Next

વેવાઈ-વેવાણનુ ઈલુઈલુ લાંબુ ન ટક્યું, માત્ર 70 હજાર રૂપિયા લઈને ઘરથી ભાગ્યા હતા

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં માણસ નાત જાત અને ઉંમરના તમામ સીમાડા તોડીને મુક્ત આકાશમાં વિહાર કરે છે. તેવી વાત આપણે ફિલ્મોમાં જોતા આવ્યા છીયે, ત્યારે છેલ્લા અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ રહેલા વેવાઈ-વેવાણ સ્ટોરીમાં પ્રેમ ઓસરી જતા પ્રેમી પંખીડાઓની ઘર વાપસી થઈ હતી. પરંતુ ઘરે પરત ફરેલી વેવાણને પતિએ સ્વીકારવાની ના પાડી હતી. આખરે વેવાણના વૃદ્ધ પિતા તેમની દીકરીને લઈને જતા રહ્યા હતા.

વેવાઈ-વેવાણનુ ઈલુઈલુ લાંબુ ન ટક્યું, માત્ર 70 હજાર રૂપિયા લઈને ઘરથી ભાગ્યા હતા

સ્નેહલ પટેલ/નવસારી :કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં માણસ નાત જાત અને ઉંમરના તમામ સીમાડા તોડીને મુક્ત આકાશમાં વિહાર કરે છે. તેવી વાત આપણે ફિલ્મોમાં જોતા આવ્યા છીયે, ત્યારે છેલ્લા અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ રહેલા વેવાઈ-વેવાણ સ્ટોરીમાં પ્રેમ ઓસરી જતા પ્રેમી પંખીડાઓની ઘર વાપસી થઈ હતી. પરંતુ ઘરે પરત ફરેલી વેવાણને પતિએ સ્વીકારવાની ના પાડી હતી. આખરે વેવાણના વૃદ્ધ પિતા તેમની દીકરીને લઈને જતા રહ્યા હતા.

નવસારીના વિજલપોર શહેરની વેવણ અને સુરતના વેવાઈ બંનેની પ્રેમ કહાની એટલી ગાજી કે બંન્ને પરણિત હોવા છતાં પ્રેમમાં પાગલ થઈ ગયા. અને પાગલ એવા થાય કે પોતાની સૂઝબુઝ ખોઈને ન કરવાનું કામ કરી બેઠા. નવા નવા પ્રેમીઓ ઘર છોડીને જતા રહે તેવી રીતે આ પ્રેમીપંખીડા વેવણ અને વેવાઈ પોતાના પતિ પત્ની અને બાળકોની જવાબદારી ભૂલીને ભાગી ગયા હતા. પારિવારિક સૂત્રોના જણાવ્યા મુજબ, વેવાઈ અને વેવાણ માત્ર 70 હજાર રૂપિયા લઈને ભાગી ગયા હતા. એક નવી દુનિયામાં નવો અધ્યાય શરૂ કરવા ગયા હતા, પરંતુ સમય જતાં વેવણ અને વેવાઈની કઈ સમજૂતી થઈ હશે અને જાણે ફરી હોંશમાં આવ્યા હોય એમ વેવણ નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશનને આવીને પોતાના પતિને ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

તો બીજી તરફ, ગામમાં પત્નીને કારણે બદનામ થયેલા પતિએ પત્નીને સ્વીકારવાની ના પાડી હતી. પત્નીના કારણે સમાજ અને સોશિયલ મીડિયામાં નીચું જોવાનો વારો આવ્યો હતો. તો સાથે જ પોતાની દીકરીના લગ્ન પણ તૂટી ગયા હતા. આખરે પતિએ પત્ની સાથે ન રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અંતે પતિએ પોતાની ઈચ્છા જણાવી દેતા વેવાણના સુરત ખાતે રહેતા પિતાને બોલાવવામાં આવ્યા હતા. સમાજની અને પોતાની ઈજ્જતની પરવા કર્યા વિના પિતા પોતાની પુત્રીને લઈને જતા રહ્યા હતા તેવું નવસારી જિલ્લાના પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, રવિવારે વેવાઇ અને વેવાણ બન્ને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. વેવાઇ કડોદરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જ્યારે વેવાણ નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશને હાજર થઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More