Home> Gujarat
Advertisement
Prev
Next

GUJARAT માટે ખુબ જ ખરાબ સમાચાર, સુરતમાં જે થયું તે આખા ગુજરાતમાં થશે તો સ્થિતિ વિકરાળ બનશે

સુરતમાં વિવિધ ઉત્સવોમાં ગયેલા લોકોના કોરોના પોઝિટિવ થયા બાદ ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે, આખા આખા એપાર્ટમેન્ટ હાલ નિયંત્રિત કરી દેવામાં આવ્યા

GUJARAT માટે ખુબ જ ખરાબ સમાચાર, સુરતમાં જે થયું તે આખા ગુજરાતમાં થશે તો સ્થિતિ વિકરાળ બનશે

સુરત : શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ એક જ એપાર્ટમેન્ટમાં કેસ મળતા હોવાનું સામે આવ્યું છે. જેમાં છેલ્લા એક અઠવાડિયામાં અઠવા અને પાલ વિસ્તારના સુમેરુ સિલ્વર એપાર્ટમેન્ટમાં પણ 9 કેસ આવતા બંન્ને એપાર્ટમેન્ટને પાલિકા દ્વારા સીલ કરી દેવાયા છે. એપાર્ટમેન્ટ સીલ થતા 408 લોકો કન્ટેઇનમેન્ટ થઇ ગયા છે. લાંબા સમય બાદ સુરતનો કોઇ વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર થયો છે. પોલીસનો કડક બંદોબસ્ત આ બંન્ને એપાર્ટમેન્ટ બહાર મુકી દેવાયો છે. 

GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 30 સાજા થયા, એક પણ મોત નહી

અઠવાલાઇન્સ ઝોનનાં ઇન્ડોર સ્ટેડિયમ પાસે આવેલા મેઘમયુર એપાર્ટમેન્ટમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કુલ 9 કેસ મળતા એપાર્ટમેન્ટને સીલ કરવામાં આવ્યો હતો. આ એપાર્ટમેન્ટમાં રહેતા એક વૃદ્ધ દંપત્તી ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા જ્યાંથી સંક્રમિત થયા હતા. જેનો ચેપ વોચમેનને અને ત્યાર બાદ વોચમેન થકી 6 અન્ય લોકોને પણ ચેપ લાગ્યો હતો. જેના પગલે પાલિકાએ અઠવા-રાંદેર મળીને કુલ 26 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે મેઘમયુર એપાર્ટમેન્ટના 168 રહીશો 14 દિવસ માટે ઘરની બહાર નિકળી શકશે નહી. 

નવી સરકાર નવુ સત્ર: સરકાર સબ સલામતના દાવા વચ્ચે કોંગ્રેસનું હાય-હાયના નારા સાથે વોકઆઉટ

રાંદેર ઝોનમાં પાલ રોડના સુમેરુ સિલ્વર લીફ એપાર્ટમેન્ટમાં 10 થી 14 વર્ષના 3 બાળકો સહિત કુલ 9 લોકો કોરોના પોઝિટિવ એક અઠવાડીયા દરમિયાન આવ્યા છે. જેના કારણે આ એપાર્ટમેન્ટને નિયંત્રિત ઝોન જાહેર કરીને  સીલ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફ્લેટમાં રહેતા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરીને જેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોય તેવા લોકોને તત્કાલ રસી બાકી હોય તો આપી દેવામાં આવી છે. પોઝિટિવ આવેલા લોકો ગણેશોત્સવ પ્રસંગે યોજાયેલા જમણવામાં ગયા હતા અને પોઝિટિવ થયા હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. 

21 વર્ષની દિકરી સામે જ માતા દિયર સાથે સેક્સ કરતી, પુત્રીને કહેતી જીવનમાં સાચુ એન્જોય કરવું હોય તો...

પાલ-પાલનપુરમાં અગાઉ સામે આવેલા ત્રણ કેસ અને અઠવાના ચાર કેસની હિસ્ટ્રી ગણેશોત્સવ અને પર્યૂષણ પર્વમાં મળી આવી છે. જેના પગલે પાલિકા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, જે લોકો આ પ્રકારે મેળાવડાઓ કરી રહ્યા છે તેમના માટે આ મોટી સમસ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More