Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં ઊલટી ગંગા વહી : વિકાસની સાથે વાહનોની સંખ્યા વધવાને બદલે ઘટી

સુરતમાં જનસંખ્યા 60 લાખને પાર થઇ છે, ત્યારે વાહનોની સંખ્યા 33 લાખને પાર થઈ ચૂકી છે. મોટાભાગના ઔદ્યોગિક શહેરમાં દર વર્ષે વાહનોની સંખ્યા વધતી હોય છે, પરંતુ સુરતમાં ઉલટું થયું છે. સુરતમાં 2017-18ની તુલનામાં 2018-19નાં વર્ષમાં વાહનોની સંખ્યામાં 4.73 ટકાનો ઘટાડો થયો છે. 

સુરતમાં ઊલટી ગંગા વહી : વિકાસની સાથે વાહનોની સંખ્યા વધવાને બદલે ઘટી

તેજશ મોદી/સુરત :સુરતમાં જનસંખ્યા 60 લાખને પાર થઇ છે, ત્યારે વાહનોની સંખ્યા 33 લાખને પાર થઈ ચૂકી છે. મોટાભાગના ઔદ્યોગિક શહેરમાં દર વર્ષે વાહનોની સંખ્યા વધતી હોય છે, પરંતુ સુરતમાં ઉલટું થયું છે. સુરતમાં 2017-18ની તુલનામાં 2018-19નાં વર્ષમાં વાહનોની સંખ્યામાં 4.73 ટકાનો ઘટાડો થયો છે. એવી જ રીતે એપ્રિલ 2018ની સરખામણીમાં એપ્રિલ 2019માં વાહનોની સંખ્યામાં 34.70 ટકાનો ઘટાડો થયો છે.

શપથ લેતા સમયે મનસુખ માંડવિયાએ કરી હતી ભૂલ, રાષ્ટ્રપતિ કોવિંદે તરત તેમને ટપાર્યા હતા

સતત દોડતા ભાગતા શહેર સુરતમાં વસ્તીનો વધારો થઇ રહ્યો છે, અને તેને જ કારણે વાહનોની સંખ્યા પણ કુદકે ને ભૂસકે વધી રહી છે. સુરતની 60 લાખની વસ્તી સામે 33 લાખ વાહનોની નોંધણી આરટીઓમાં અત્યાર સુધીમાં થઈ ચૂકી છે. જોકે ચોંકાવનારા આંકડા એ સામે આવ્યા છે કે, ભલે શહેરમાં વાહનોની સંખ્યા 33 લાખને પાર થઈ હોય, પરતું 2017-18ની સરખામણીમાં વાહનોની સંખ્યા 2018-19માં ઘટી ગઈ છે. આરટીઓના આંકડા અનુસાર આ ઘટાડો 4.37 ટકાનો છે. નાણાંકીય વર્ષ 2018-19માં બે લાખ નવા વાહનોનો ઉમેરો થયો છે. જેને પગલે વાહનોની સંખ્યા 33 લાખને પાર થઇ છે. જોકે 2017-18ની સરખામણીએ 2018-19માં સુરતમાં 9986 વાહનોનું વેચાણ ઓછું થયું છે. માર્ચ 2019માં જ વાહનો 25.60 ટકાના ઘટાડા સાથે ઓછા વેચાયા છે. એ જ બતાવે છે કે, હીરા અને કાપડ ઉપરાંતના સુરતના ઉદ્યોગમાં આવેલી મંદીની અસર ઓટોમોબાઇલ સેક્ટરમાં આવી છે. 2017-18માં મોટરસાઈકલનું વેચાણ 1,64,316 હતું, જે 2018-19માં ઘટીને 1,55,888 થયું છે. ઓટો રીક્ષાનું વેચાણ 2017-18માં 2619 હતું, જે વધીને 2018-19માં 3,139 થયું છે. એવી જ રીતે કારનું વેચાણ 37,058 હતું, જે ઘટીને 31,855 થયું છે. 

Pics : સ્કૂબા ડાઈવિંગ ટ્રેનિંગ, એ પણ ગુજરાતમાં???? વિશ્વાસ ન આવતો હોય તો વાંચી લો આ સમાચાર!!!!

આ વિશે સુરત આરટીઓના અધિકારી પાર્થ જોષી કહે છે કે, સુરતમાં માર્ચ મહિનાની સરખામણીમાં એપ્રિલ મહિનામાં વાહનોમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. આરટીઓના આંકડા પ્રમાણે એપ્રિલ 2018ની સરખામણીમાં એપ્રિલ 2019માં 34.70 ટકાનો ઘટાડો નોંધાયો છે. આંકડા પર નજર નાંખીએ તો..

fallbacks

હીરા અને કાપડ ઉદ્યોગના હબ ગણાતા સુરતમાં વાહનોની સંખ્યા પર નજર નાંખવામાં આવે તો...
fallbacks

કોઈ પણ શહેરમાં વસ્તી વધતી હોય ત્યારે સ્વાભાવિક છે કે, વાહનોની સંખ્યા વધતી હોય જ છે, પરંતુ સુરતમાં લોકોની સંખ્યા તો વધી છે, પરંતુ વાહનોની સંખ્યા ઘટી રહી છે. જોકે તેની પાછળ પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારો પણ કહી શકાય છે, તો બીજી બાજુ જાણકારો મંદીનું કારણ પણ આગળ ધરી રહ્યા છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More