Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: નકલી દસ્તાવેજોનાં આધારે નજીવી રકમ ભરી વાહન છોડાવવાનું કૌભાંડ

વસ્ત્રાલ આરટીઓમાં નકલી દસ્તાવેજો રજૂ કરી નજીવી રકમના વાહનદંડ ભરી મુક્ત કરવાનુ કૌભાંડ સામે આવ્યુ છે

અમદાવાદ: નકલી દસ્તાવેજોનાં આધારે નજીવી રકમ ભરી વાહન છોડાવવાનું કૌભાંડ

* આરટીઓના દંડ રસીદમાં નકલી દસ્તાવેજ આધારે દંડમાં ગોલમાલ
* નકલી દસ્તાવેજો રજુ કરીને આટીઓના દંડ ઓછો ભરી સરકાર સાથે ઠગાઇ
* આરટીઓ એજન્ટ ચલાવી રહ્યા છે આ કૌભાંડ??
* રામોલ પોલીસે ૩ એજન્ટોની કરી ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ : વસ્ત્રાલ આરટીઓમાં નકલી દસ્તાવેજો રજૂ કરી નજીવી રકમના વાહનદંડ ભરી મુક્ત કરવાનુ કૌભાંડ સામે આવ્યુ છે. વાહન માલિકો પાસે આરટીઓ એજન્ટ પૈસા લઇને નકલી દસ્તાવેજના આધારે વાહન છોડાવી આપવાનુ કૌભાંડ ચલાવતા 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જોકે વધુ તપાસ દરમ્યાન આરટીઓના કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવી શકે છે.

કોરોના વાયરસને PM મોદીએ ગણાવ્યો મોટો પડકાર, કહ્યું દરેક યુગમાં આવે છે પડકાર

વસ્ત્રાલ આરટીઓમાં 9 હજારનો દંડ ભરવાની જગ્યાએ ફક્ત 1 હજાર રૂપિયામાં વાહનનો દંડ ભરી વાહન છોડાવાનુ કૌભાંડ સામે આવતા રામોલ પોલીસે ગુનો નોધી ત્રણ આરટીઓ એજન્ટની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે રામોલ પોલીસે દિપક પરમાર નામના શખ્સનું એક્ટીવા ડિટેઇન કર્યુ હતું. દિપકભાઇ વસ્ત્રાલ આરટીઓમાં દંડની રકમ ભરવા ગયા ત્યારે 9 હજાર દંડ ભરવાનું આરટીઓ કહ્યુ હતુ. પરંતુ આરટીઓ એજન્ટ જુનેદ પઠાણ અને ફરજનઅલી આરટીઓ મળ્યા અને 7 હજારમાં એક્ટિવા છોડાવી આપવાની વાત કરી ત્યારે દિપકભાઇ 7 હજાર રૂપિયા આપ્યા હતા. જેમાં આરોપી ફરજનઅલી અને જુનેદ આરટીઓમાં ખોટા દસ્તાવેજ રજૂ કરીને માત્ર 1 હજાર દંડ ભર્યો હતો. આરટીઓના અધિકારીઓએ વેરિફિકેશ યોગ્ય રીતે ન કરતા એજન્ટોએ અનેક ખોટા દસ્તાવેજ આધારે સરકારના દંડમાં ગોલમાલ કરી.જો કે બાદમાં આરટીઓના અધિકારીઓના સામે આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યુ.

જો સ્માર્ટફોન વાપરી રહ્યા છો તો સાવધાન ! 1 અબજથી વધારે Android સ્માર્ટફોન પર હૈકિંગનો ખતરો !

પોલીસ ગિરફતમાં રહેલ ફરજનઅલી ઉર્ફે જુબેર બસીર શાહ,જુનેદ જફરઅલી પઠાણ રખિયાલના રહેવાસી છે. જેમાં અન્ય આરોપી શોહેબ શેખ વટવા વિસ્તારના રહેવાસી છે. આ ત્રણે આરોપી દ્ધારા પોલીસ દ્ધારા કરેલ વાહનો ડિટેઇન આરટીઓ દંડ રસીદમાં ખોટા દસ્તાવેજો રજુ કરીને દંડની રકમાં ગોલમાલ કરતા હતા. જેમાં નકલી દસ્તાવેજઓ આરટીઓમાં રજુ કરીને દંડ ઓછા કરાવી દેતા હતા. આ એજન્ટો વાહન ચાલકનુ લાઇસન્સ,પીયુસી અને ઇન્સ્યોરન્સ પોલીસી ખોટી બનાવતા હતા. આમ કરીને સરકાર સાથે સીધી ઠગાઇ કરતી હતી. જો કે આરટીઓમાં નકલી રસીદો બનાવતી ટોળકી વારંવાર પકડાઇ છે.

યોગી સરકાર: બેથી વધારે બાળકો હશે તો નહી મળે સરકારી નોકરી, ચૂંટણી પણ નહી લડી શકો !

મોટુ કૌભાંડ પકડ્યાના બણગાં ફૂંકતી રામોલ પોલીસ ઉપર આ ડિટેક્શન બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે રામોલ પોલીસે મોટુ કૌભાડ કહીને 3 આરોપી તો આરટીઓ કચેરીમાંથી ઝડપી લીધા. પણ આશ્ચર્યજનક વાત એ છે કે વસ્ત્રાલ આરટીઓના એક પણ અધિકારી કે ઈન્સપેક્ટર આ ઘટનામાં ફરિયાદી નથી. જો ખરેખર આ એજન્ટોએ કૌભાંડ આચર્યુ હોય તો શા માટે કોઈ આરટીઓ કર્મચારી કે અધિકારી ફરિયાદી નથી બન્યુ જેને લઇ ચર્ચાઇ થઇ રહી છે. ત્યારે આરટીઓ પણ અમુક અધિકારીઓ સાથે આ એજન્ટો સાઠગાંઠ ધરાવતા હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More