Home> Gujarat
Advertisement
Prev
Next

વસાવા V/s વસાવા વોરમાં શબ્દોના બાણ છૂટ્યા : ચૈતરે કહ્યું-ભાજપ મારાથી ડરે છે, દાદા-પાટીલ 5-5 વાર મારું નામ લે છે

Mansukh Vasava On Chaitar Vasava : ભરૂચમાં બંને લોકસભા ઉમેદવારો સતત કરી રહ્યા છે આક્ષેપ-પ્રતિઆક્ષેપ, ભરૂચ લોકસભાથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ હરીફ ઉમેદવાર ચૈતર વસાવાને ગંગુ તૈલી અને મચ્છર કહ્યા

વસાવા V/s વસાવા વોરમાં શબ્દોના બાણ છૂટ્યા : ચૈતરે કહ્યું-ભાજપ મારાથી ડરે છે, દાદા-પાટીલ 5-5 વાર મારું નામ લે છે

Bharuch Loksabha Election 2024 : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક અઠવાડિયુ બાકી છે. ત્યારે ભરૂચ બેઠક ગુજરાતની સૌથી હોટ સીટ બની છે. અહીં મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે અલગ પ્રકારનું રાજકારણ જોવા મળી રહ્યું છે. મનસુખ વસાવા ચૈતર વસાવા પર શબ્દોના બાણ ચલાવી રહ્યાં છે. લોકસભા ઈલેક્શનમાં ભરૂચ બેઠકમાં રાજા ભોજ અને ગંગુ તૈલીની એન્ટ્રી થઈ છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવાને મચ્છર અને ગંગુતૈલી કહ્યા છે. આ પહેલાં પણ મનસુખ વસાવાએ ચૈતર પર પ્રહારો કર્યા હતા. તેમણે ચાર દિવસ પહેલા કહ્યુ હતું કે, ચૈતરથી કુતરું કે બિલાડું પણ નથી ડરતું. 

ભાજપ મારાથી ડરે છે - ચૈતર વસાવા 
હાલમાં જ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, ચૈતરથી કૂતરું બિલાડુ પણ ડરતું નથી. જેની સામે ચૈતર વસાવાએ જવાબ આપતા કહ્યું હતું કે, ચૂંટણીમાં કૂતરું બિલાડુ મનસુખ વસાવા લાવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ મારું 5-5 વાર નામ લે છે એટલે ભાજપ મારાથી ડરે છે. 

હચમચાવી દેતી ઘટના, પરિવાર એક નહિ થવા દેના ડરથી પ્રેમીપંખીડાનો પોલીસ સ્ટેશનમાં આપઘાત

ચૈતર વસાવાના નિવેદન પર મનસુખ વસાવાએ પલટવાર કર્યો હતા. મનસુખ વસાવાએ કહ્યુ હતું કે, આમ આદમી પાર્ટીના લોકો જેલમાં છે અને ચૈતર વસાવા સામે ઓછા સમયમાં 13 ગુના નોંધાયા છે. એવા લોકોથી સાવધાન રહેવા અમિત શાહે કહ્યું હતું. રાષ્ટ્રહિતને તોડવાનું કામ કરતા હોય તેવા લોકો સામે અમિત શાહે કહ્યું હતું.

ચૈતરના દેશ ન સાચવી શકનારાવાળા નિવેદન પર મનસુખ વસાવાએ કહ્યું કે, પ્રધાનમંત્રી સામે મોટા મોટા નેતાઓ નિવેદન નથી કરતા. ક્યાં નરેન્દ્ર મોદી અને ક્યાં ચૈતર વસાવા. આ ચૈતર વસાવા મચ્છર જેવો છે એને શરમ આવી જોઈએ આવું નિવેદન કરતા. મચ્છર કક્ષાનો છે ચૈતર વસાવા મોદીના વિરાટ વ્યક્તિ પર આક્ષેપો કરે છે. વિરોધ પક્ષના લોકોએ પરિવાર આક્ષેપો ના કરવા જોઈએ. નાલાયક અને નફ્ફટ પ્રકારના માણસો આ પ્રકાર નું નિવેદન આપે છે. હલકટ કક્ષાની વિચારધારા ધરાવતા લોકો જ આવું સ્ટેટમેન્ટ આપી શકે છે. 

સાવધાન! ફાઈવસ્ટાર હોટલનું ફૂડ પણ સુરક્ષિત નથી, ફ્રાયમ્સ સાથે મરેલી જીવાત પીરસાઈ

અમને વોટ નહિ આપો તો કંઈ વાંધો નહિ. પણ ચૈતરને વોટ ના આપતા
ચૂંટણી પ્રચાર દરમિયાન મનસુખ વસાએ કહ્યું હતું કે, ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડું પણ ડરતું નથી. કોંગ્રેસને શિખામણ આપી કે, અમને વોટ નહિ આપો તો કંઈ વાંધો નહિ. પણ ચૈતરને વોટ ના આપતા. કોંગ્રેસને ચેતવણી આપી કે ચૈતર વસાવાને તમારા બુથમાં વોટ ના નીકળે તેવું કરજો, બાકી તમારી પાર્ટીને આ વિસ્તારમાં પતાવી દેશે. જો તમારા બુથમાં ચૈતર ને વોટ મળ્યો તો તે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાગ પાડશે. તેમણે આગળ કહ્યું કે, કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી પાર્ટી છે. આદિવાસીઓના હક લડાઈ માટે લડતા ભારતીય ટ્રાયબલ પાર્ટીને ચૈતર વસાવાએ તોડી પાડી છે. ચૈતર વસાવા ગદ્દાર છે, ધારાસભ્ય બનવા માટે બીટીપી છોડી દીધી. આમ આદમી પાર્ટીએ પતાવી દીધી. ચૈતર વસાવા તો મોહરું છે. મૂળ તો કેજરીવાલ પણ આદિવાસી વિરોધી છે. 

ગુજરાતમાં ફરી એલર્ટ : રાજ્યના 10 જિલ્લાવાળા ખાસ સાચવજો, નવી આગાહી તમારા માટે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More