Home> Gujarat
Advertisement
Prev
Next

વાપીમાં 6 વર્ષની બાળકીની અપહરણ બાદ હત્યા : પોલીસ સ્ટેશનની બાજુમાંથી જ મળી લાશ

Girl Child Kidnap And Murder : વાપીમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરાયા હોવાની આશંકા... અજાણ્યો શખ્સ ચોકલેટ અને નાસ્તો આપવાના બહાને લઈ ગયો હતો 

વાપીમાં 6 વર્ષની બાળકીની અપહરણ બાદ હત્યા : પોલીસ સ્ટેશનની બાજુમાંથી જ મળી લાશ

Vapi News નિલેશ જોશી/વાપી : રાજ્ય સરકાર નારી સુરક્ષાના મોટા મોટા દાવાઓ કરતી જરાય થાકતી નથી. તેમ છતાં રાજ્યના કોઈને કોઈ ખૂણે દરેક ઉંમરની મહિલાઓના શોષણની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. તેમાંય સગીર બાળકીઓ સાથે દુષ્કર્મ અને છેડતીના બનાવો અટકવાના નામ લઇ રહ્યા. ત્યારે રાજ્યના છેવાડે આવેલ વાપીમાં ફરી એકવાર બાળકી હત્યા થઈ છે. અપહરણ થયેલ બાળકીની હત્યા કરાયેલ લાશ ડુંગરા પોલીસ સ્ટેશનની બાજુમાંથી જ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.  
 
વલસાડ જિલ્લાના વાપીના ડુંગરા વિસ્તારમાં એક પરપ્રાંતીય પરિવારની 7 વર્ષીય લાડકવાયી દીકરી સોમવારના રોજ બપોર બાદ ગુમ થઇ હતી. વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારની 7 વર્ષીય બાળકીના પરિવારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ડુંગરા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. બાળકીના પિતાનું મોત 3 મહિના પહેલા જ થયું હતું. જેથી બાળકીની માતા તેના પિતા સાથે વાપીમાં રહેતી હતી. તેની માતા એક કંપનીમાં કામ કરી પોતાની દીકરીનું ભરણપોષણ કરતી હતી. ત્યારે હવે આ બાળકીનો મૃતદેહ ડુંગરા પોલીસ સ્ટેશનની બાજુમાં એક અવાવરુ જગ્યામાં મળી આવ્યો હતો. બાળકીની હત્યા કરાયેલી લાશ અને પ્રાથમિક દ્રષ્ટિએ જોતા તેની સાથે દુષ્કર્મ થવાની શક્યતા પણ પોલીસ જોઈ રહી છે. તેને લઈને ડુંગરા પોલીસે બાળકીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

પતંગ હોટલનું ગ્રાન્ડ ઓપનિંગ : આખુ અમદાવાદ જોતું રહી ગયું તેવી આતશબાજી કરાઈ

7 વર્ષથી બાળકી ગુમ થવાના મામલે બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવને ગંભીરતાથી લઇ ડુંગરા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. બાળકીને હત્યા કરાયેલી લાશ અને પ્રાથમિક રીતે દુષ્કર્મ થયુ હોય તેની આશંકા વર્તાઈ રહી છે. આથી ડુંગરા પોલીસે બાળકીના મૃતદેહને ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ માટે સુરત મોકલવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ડુંગરા પોલીસે તપાસ કરતા એક સીસીટીવી પણ હાથ લાગ્યા છે. આ સીસીટીવીમાં આ બાળકી એક વ્યક્તિ સાથે જોવા મળી છે. 

બાળકી ગુમ થયા બાદ છેલ્લે આ વ્યક્તિ પાસે જોવા મળી હતી. તેથી શંકાની સોઈ હાલ આ શખ્સ પર છે. આ મામલે ડુંગરા પોલીસે આ શંકાસ્પદ ઈસમની શોધખોળ હાથ ધરી છે. માસુમ સાથે થયેલી આ હેવાનિયતના બનાવને ગંભીરતાથી લઈ ખુદ વલસાડ જિલ્લા પોલીસવાળા ડોક્ટર કરણરાજ વાઘેલાની આગેવાનીમાં વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓને 150 થી વધુ પોલીસકર્મીઓ તપાસમાં લાગ્યા છે. 

ગરબા રમવાની ના પાડી તો હત્યા કરી નાંખી : અમદાવાદમાં ત્રણ યુવકોએ મળીને એકની હત્યા કરી

પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે બાળકી સાથે સીસીટીવીમાં દેખાતો વ્યક્તિ છેલ્લા કેટલાક દિવસોથી આ બાળકીને ચોકલેટ અને અન્ય વસ્તુઓ અપાવી બાળકીને વિશ્વાસમાં લેવા પ્રયાસ કરી રહ્યો હતો. મોકો મળતા જ તેને બાળકીનું અપહરણ કરી બનાવવાળી  જગ્યા પર લાવ્યો હતો અને બાળકીના જ કપડાથી ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. આથી વલસાડ જિલ્લા પોલીસ આ નરાધમ આરોપીને શોધવા આસપાસનો સમગ્ર વિસ્તાર ખૂંદી રહી છે. 

આજના આધુનિક યુગમાં મહિલાઓ સાથે બનતી દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓમાં કોઈ નજીકનો સગો કે પછી કોઈ પાડોશી હોઈ શકે છે. આ કિસ્સામાં પણ કોઈ જાણીતો જ ઈસમ દ્વારા બાળકીને નિશાન બનાવી છે. સીસીટીવીમાં આ પણ સ્પષ્ટ દેખાય છે કે બાળકી આ આડેધ ઈસમ સાથે રમતી રમતી જતી દેખાઈ રહી છે. 

જોકે આ કિસ્સામાં આ ઈસમ છેલ્લા એક અઠવાડિયાથી ચોકલેટ અને નાસ્તો આપી બાળકીનો વિશ્વાસ કેળવ્યો હતો. સભ્ય સમાજને કલંકિત કરતી આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. નરાધમને કોઈપણ ભોગે ઝડપવા વલસાડ જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા અને તેમની ટીમ કામે લાગી છે. ત્યારે આરોપીની વહેલી તકે ઝડપી તેને દાખલ રૂપ સજા ફટકારવામાં આવે તે જરૂરી છે.

પોરબંદરમાં બાળકીના ઈનામ મામલે ગરબા આયોજકોએ કરી પિતાની હત્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More