Gujarat Budget 2024 રવિ અગ્રવાલ/વડોદરા : કેન્દ્ર સરકારના નાણાંમંત્રી કેન્દ્રીય બજેટ બહાર પાડવાના છે, ત્યારે વડોદરામાં ચા નાસ્તાની લારી દુકાન ચલાવતાં વેપારી સાથે ઝી 24 કલાકે વાતચીત કરી. રોજ કમાઈને રોજ ખાનારા વેપારીઓ કેવા બજેટની આશા રાખી રહ્યા છે તે જુવો આ રિપોર્ટમાં.
સરકાર મોંઘવારી ઓછી કરે
ગુજરાતના આ પ્રખ્યાત મંદિરનો ચઢાવાયો વિશ્વનો સૌથી લાંબો 1008 ફૂટનો ફૂલોનો હાર
આજે 22000થી 25000માં મહામુસીબતે મહિનો ચાલે છે
ચંદ્રેશભાઇ કહે છે કે તેવો 27 વર્ષ પહેલાં જ્યારે ચાની લારી ખોલી હતી તે સમયે દૂધની થેલી 7 રૂ અને ખાંડ 8 રૂપિયામાં કિલો મળતી હતી. ચાની ભૂક્કી 30 થી 40 રૂ 500 ગ્રામ મળતી હતી. જે આજે દૂધની થેલી - 32 રૂ, ખાંડ - 54 કિલો,ચા - 420 રૂ કિલો મળે છે, જ્યારે ગેસનો કોમર્સિયલ બોટલ 415 રૂપિયા હતો, જે આજે 1885 રૂપિયા છે. તેલનું પાઉચ એક લિટરનું તે સમયે 27 રૂપિયા હતું જે આજે 140 રૂપિયામાં મળે છે. 8000 થી 9000 રૂપિયામાં ઘરનું ગુજરાન ચાલતું હતું આજે 22000થી 25000માં મહામુસીબતે ચાલે છે.
બધી વસ્તુઓના ભાવ વધ્યા
ચંદ્રેશભાઇ કહે છે કે, નાના ધંધાદારી અને મધ્યમ ગરીબ વર્ગના જીવનમાં અનેક સમસ્યાઓ છે. જેમ કે ગેસના બોટલનો ભાવ, ચાની ભૂક્કીનો ભાવ કૂદકે ભૂસકે વધી રહ્યો છે. મજૂરી પણ ખૂબ મોંઘી થઈ છે. અનાજ અને પેટ્રોલ ડીઝલના ભાવ પણ ખૂબ વધ્યા છે. જેમાં સરકાર બજેટમાં ઘટાડો કરે તો મધ્યમ ગરીબ વર્ગને ખૂબ મોટો ફાયદો થશે તેમ ચંદ્રેશભાઈનું માનવું છે. સાથે જ ચંદ્રેશભાઇ કહે છે કે ઇન્કમ ટેક્સની મર્યાદા વધારવી જોઈએ અને ધંધા વેપાર માટે સરળતાથી લોન મળી જાય તે પ્રકારના હળવા નિયમો બનાવવા જોઈએ. હાલમાં મુદ્રા લોન લેવા જઈએ તો 150 સહી કરવી પડે છે, છતાં બેંક લોન રિજેક્ટ કરી દે છે તેવું પણ ચંદ્રેશભાઇનું કહેવું છે.
હવે આ જ જોવાનું બાકી હતું! ઈડલી સાંભારમાંથી વંદો નીકળ્યો, દુકાનના સ્ટાફે ભૂલ કબૂલી
સરકાર પાસેથી વેપારીની અપેક્ષા
મહત્વની વાત છે કે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો, ધંધાદારીઓ કે વેપારીઓ સરકાર પાસે બજેટમાં રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓના ભાવમાં ઘટાડો થાય, મોંઘવારી ઘરે, GST ઘટાડવામાં આવે, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી માંગ કરી રહ્યું છે. ત્યારે શું બજેટમાં આ અંગે નાણામંત્રી કોઈ જાહેરાત કરે છે કે કેમ તેના પર મધ્યમ અને ગરીબ વર્ગની નજર છે.
હાર્ટ એટેકથી મહીસાગરના યુવા તલાટીનું મોત, ક્યાં સુધી યુવકોના મોતનો તમાશો જોઈશું?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે