Home> Gujarat
Advertisement
Prev
Next

Vande Bharat Express: અમદાવાદ-જોધપુર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, જાણો કયો રહેશે રૂટ અને કેટલું હશે ભાડું

Ahmedabad to Jodhpur Vande Bharat Express: એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ તેનું ઉદ્ઘાટન કરશે. જો કે હજુ એ નક્કી નથી થયું કે ઉદ્ઘાટન વર્ચ્યુઅલ હશે કે પીએમ મોદી જોધપુર આવશે. સ્ટાફને તાલીમ આપવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Vande Bharat Express: અમદાવાદ-જોધપુર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, જાણો કયો રહેશે રૂટ અને કેટલું હશે ભાડું

Vande Bharat Express News: રાજસ્થાનને બીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ સેમી હાઈ સ્પીડ ટ્રેન જોધપુરથી સાબરમતી (ગુજરાત) વચ્ચે દોડશે. આ અંગે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તે 7 જુલાઈથી શરૂ થશે, પરંતુ તે પહેલા 4 જુલાઈએ ટ્રાયલ થશે. આ ટ્રેન જોધપુરથી સાબરમતી વચ્ચે 5 સ્ટેશનો પર ઉભી રહેશે. તેના ઓપરેશન પહેલા રેલવે દ્વારા એક મોટું પગલું લેવામાં આવ્યું છે. આ ટ્રેનના સફળ સંચાલન માટે અમદાવાદથી જોધપુર જતી 7 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જોકે ત્રણ મહિના પહેલા, અજમેરથી દિલ્હી દોડતી વંદે ભારત ટ્રેનના સમય દરમિયાન, અન્ય એક્સપ્રેસ અને ઇન્ટરસિટી ટ્રેનોના સમયપત્રકને ક્રોસ થઇ રહ્યું હતું. એવામાં તેની અસર વંદે ભારતના મુસાફરોના ભારણ પર પણ જોવા મળી. તેમાંથી બોધપાઠ લઈને જોધપુરથી ગુજરાત વચ્ચે ચાલનારી વંદે ભારતનું શેડ્યૂલ જાહેર કરતા પહેલા રેલવેએ આ વખતે કેટલીક ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કર્યો છે.

આ કુંડમાં સ્નાન કરતાં મળે છે વરદાન, જન્મો-જનમ અમરા અમર રહે છે તમારો પ્રેમ
Shani Vakri: વક્રી શનિ આ 3 રાશિઓ પર વરસાવશે કૃપા, સુધરશે આર્થિક સ્થિતિ
આજથી સસ્તા થયા સ્માર્ટફોન, ફ્રીજ, ટીવી સહિત આ એપ્લાયસેઝ, તૂટી પડ્યા ગ્રાહકો
July 2023: બેકિંગથી લઇને પાનકાર્ડ સુધી, આજથી થયા આ ફેરફાર, બદલાય ગયા નિયમો

ટ્રાયલની તૈયારીઓ પૂર્ણ
4 જુલાઈ સુધી જોધપુરની ભગત કી કોઠી અને સાબરમતી વચ્ચે ટ્રાયલ રન થશે. આ પછી 7 જુલાઈથી જોધપુરથી સાબરમતી સુધી વંદે ભારતનું સંચાલન કરવામાં આવશે. તેના માટે મદાર કોચિંગ ડેપો પર જોધપુરના રેલવે સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે.

Vastu Tips: ભવિષ્યમાં સફળતાના સંકેતો આપે છે આ પક્ષીઓ, આ પક્ષી નસીબ ચમકી જશે
Teeth Cavities: દાંતોને કેવિટી બચાવવા આજે જ શરૂ કરી દો આ કામ, નહી લાગે સડો

એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ તેનું ઉદ્ઘાટન કરશે. જો કે હજુ એ નક્કી નથી થયું કે ઉદ્ઘાટન વર્ચ્યુઅલ હશે કે પીએમ મોદી જોધપુર આવશે. સ્ટાફને તાલીમ આપવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નોર્થ વેસ્ટર્ન રેલ્વે હેડ ક્વાર્ટર દ્વારા ડિવિઝનલ રેલ્વે મેનેજર જોધપુરને એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 7મી જુલાઈના રોજ વંદે ભારતના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે તેના માટે રેક જલદી જ આવી શકે છે. 

અઠવાડિયામાં છ દિવસ ચાલશે, રવિવારે થશે મેંટેનેસ
આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ જોધપુરના ભગત કી કોઠી સ્ટેશનથી ચલાવવામાં આવશે. આ ટ્રેન સોમવારથી શનિવાર સુધી ચાલશે. મેન્ટેનન્સના કારણે રવિવારે ટ્રેન રદ રહેશે.

બસનું એક ટાયર ફાટ્યું, આગ લાગી અને 26 લોકો ભડથું થઇ ગયા, સંભળાવી ખૌફનાક આપવિતિ
આજે પણ ચોંકાવી દે છે અમરનાથની ગુફા સાથે જોડાયેલા આ રહસ્યો, આકાર સાથે પણ છે સંબંધ!
Lizards: ઘરમાં ગરોળીથી મહિલાઓ કરે છે બુમાબુમ! એકવાર અજમાવી જુઓ આ 6 ઉપાય એ ફફડી જશે

નિયત સમયપત્રક મુજબ તે જોધપુર અને સાબરમતી વચ્ચેના 5 સ્ટેશનો પર થોભશે. આ ટ્રેન દરરોજ સવારે 6 વાગ્યે ભગત કી કોઠીથી ઉપડશે અને બપોરે 12:05 વાગ્યે સાબરમતી પહોંચશે.

જ્યારે સાબરમતીથી 16:45 વાગ્યે નીકળીને 22:45 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. આ ટ્રેન પાલી, ફાલના, આબુ રોડ (સિરોહી), પાલનપુર (ગુજરાત), મહેસાણા સ્ટેશનો પર ઉભી રહેશે.

ભાડુ નક્કી નથી, પરંતુ 800 થી 1600 સુધી હોઇ શકે છે ટિકિટ
જાણકારોના મતે માત્ર રૂટ નક્કી કરવામાં આવ્યો છે. ભાડા અંગે હજુ સુધી કોઈ દર નક્કી કરવામાં આવ્યો નથી. પરંતુ, જો જયપુરથી દિલ્હી સુધી ચાલતા વંદે ભારત સાથે સરખામણી કરવામાં આવે તો તેનું ભાડું પણ 800 થી 1600 રૂપિયા હોઈ શકે છે.

આમાં બે કેટેગરી છે. પ્રથમ ચેર કાર અને બીજી એક્ઝિક્યુટિવ. ચેર કારમાં 800 રૂપિયા અને એક્ઝિક્યુટિવ કેટેગરીમાં 1600 રૂપિયા ભાડું નક્કી કરી શકાય છે. જેમાં રિઝર્વેશન, સુપરફાસ્ટ, GST અને કેટરિંગ ચાર્જનો સમાવેશ થાય છે.

લવ બાઇટના નિશાનથી શરમ અનુભવો છો? આ અસરદાર ઉપાય મિનિટોમાં અપાવશે છુટકારો
60 દિવસ આ રાશિવાળાને ફૂંકી-ફૂંકીને માંડવા પડશે પગલાં, મહાદેવ વરસાવશે કહેર
Sawan 2023: કેમ સ્ત્રીઓને શિવલિંગને અડવાની મનાઇ છે? કારણ જાણશો આશ્વર્ય પામશો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More