Home> Gujarat
Advertisement
Prev
Next

VALSAD જિલ્લા તંત્રનો સપાટો, ખનીજ ચોરોને ખોદી ખોદીને શોધીને કડક કાર્યવાહી કરી

જિલ્લામાં વહીવટી તંત્રએ સપાટો બોલાવી રેતી કપચી અને માટી જેવા ખનિજનું વહન કરી અને ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતાં ખનિજ ચોરો સામે લાલ આંખ કરી હતી. પૂરી તૈયારી સાથે આજે ધરમપુર અને કપરાડા સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં તંત્રની ટીમોએ ખનીજનું વહન કરતાં 70 થી વધુ વાહનોને જપ્ત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ એક સાથે અનેક જગ્યાએ તંત્રએ હાથ ધરેલી કાર્યવાહીને કારણે ખનીજ ચોરો આમ ફફડાટ વ્યાપી ગયો હતો. 

VALSAD જિલ્લા તંત્રનો સપાટો, ખનીજ ચોરોને ખોદી ખોદીને શોધીને કડક કાર્યવાહી કરી

વલસાડ : જિલ્લામાં વહીવટી તંત્રએ સપાટો બોલાવી રેતી કપચી અને માટી જેવા ખનિજનું વહન કરી અને ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતાં ખનિજ ચોરો સામે લાલ આંખ કરી હતી. પૂરી તૈયારી સાથે આજે ધરમપુર અને કપરાડા સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં તંત્રની ટીમોએ ખનીજનું વહન કરતાં 70 થી વધુ વાહનોને જપ્ત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ એક સાથે અનેક જગ્યાએ તંત્રએ હાથ ધરેલી કાર્યવાહીને કારણે ખનીજ ચોરો આમ ફફડાટ વ્યાપી ગયો હતો. 

પોલીસ આદિવાસીઓનો ડ્રેસ પહેરીને આરોપીને ઝડપવા પાંચ કિલોમીટર જંગલમાં ગયા અને...

આજે વલસાડ જિલ્લા વહીવટી તંત્રના વલસાડ અને ધરમપુર અધિકારીની આગેવાનીમાં 6 મામલતદાર, અને જિલ્લાના આરટીઓ, ખાણ ખનીજ વિભાગ અને ભૂસ્તર વિભાગની ટીમે એક સાથે સંયુક્ત કાર્યવાહી કરી હતી. જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢામાં અને બગવાડા ટોલનાકા પર તંત્રની ટીમોએ માટી, કપચી અને રેતીનું વહન કરતાં ભારે વાહનોને રોકી તેમાં તપાસ કરી હતી. આ કાર્યવાહી અંતર્ગત ખનીજનું વહન કરતાં 70 થી વધુ ઓવરલોડ વાહનોને અટકાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

અમદાવાદમાં બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે પિતા પુત્ર પર છરી વડે હૂમલો, એકનું મોત

આ કાર્યવાહીમાં ઓવરલોડ વાહનોની સાથે જે વાહનોના પાસ પરમીટ પણ ન હતા સાથે જ જરૂરી દસ્તાવેજો પણ નહોતા. એવા વાહનચાલકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ વલસાડ જિલ્લા પ્રાંત અધિકારી, મામલતદાર, ખાણ ખનીજ વિભાગ, આરટીઓ વિભાગ અને ભૂસ્તર વિભાગની ટીમોની સંયુક્ત કાર્યવાહીને કારણે જિલ્લાના ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તંત્રની ટીમોએ એક નહિ પરંતુ અનેક જગ્યાએ એક સાથે કાર્યવાહી કરતા 70 થી વધુ વાહનચાલકો દંડાયા હતા. આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ  ધરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More