Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરાઃ માત્ર 2000માં ધો-10, 12ની બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટી બનાવવાનું કૌભાંડ

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ સહિત વિવિધ 7 રાજયોની ઓપન યુનિવર્સીટીની બોગસ ડિગ્રી અને માર્કશીટ બનાવી આપવાનું કૌભાંડ ગોત્રી પોલીસે ઝડપી પાડ્યું, લોકો આરોપી પાસેથી ખરીદેલી બોગસ ડિગ્રીનો ઉપયોગ વિદેશમાં નોકરી મેળવવા માટે કરતા હતા 

વડોદરાઃ માત્ર 2000માં ધો-10, 12ની બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટી બનાવવાનું કૌભાંડ

રવી અગ્રવાલ/વડોદરાઃ વડોદરામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત વિવિધ 7 રાજ્યોની ઓપન યુનિવર્સિટીની બોગ ડિગ્રી અને માર્કશીટ છાપી આપવાનું કૌભાંડ ચાલતું હતું શહેરની ગોત્રી પોલીસે બાતમીના આધારે જેતલપુર ખાતે આવેલા લલીતા ટાવરમાં એન.કે. ગ્રુપ નામની સંસ્થાની ઓફિસમાં દરોડા પાડીને સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે. સાથે જ સ્થળ પરથી પકડાયેલી વ્યક્તિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાની ગોત્રી પોલીસને બાતમી મળી હતી કે, જેતલપુર લલીતા ટાવરમાં એન કે ગ્રુપ નામ સંસ્થાની ઓફિસના માલિક પ્રિન્સ પાઠક બોગસ ડિગ્રી અને માર્કશીટનો વેપલો કરે છે. પોલીસે આ ઓફિસમાં દરોડા પાડી ધોરણ 10 અને 12ની 47 નંગ બ્લેન્ક માર્કશીટ જપ્ત કરી છે. સાથે જ વિવિધ 7 રાજયની ઓપન યુનિવર્સીટીના 35 જેટલા બોગસ ડિગ્રી સર્ટિફિકેટ પણ  જપ્ત કર્યા છે. આ ઉપરાંત, પોલીસે ઓફિસમાંથી લેપટોપ, પ્રિન્ટર, બોગસ માર્કશીટ કે ડિગ્રી બનાવવા માટેના સાધનો, સ્ટેમ્પ પેપર, કોરી માર્કશીટ અને ડિગ્રીઓ પણ જપ્ત કરી છે. કૌભાંડના મુખ્ય આરોપી પ્રિન્સ પાઠકની ધરપકડ કરી અન્ય કેટલા લોકો તેમાં સંડોવાયેલા છે તેના માટે વધુ તપાસ હાથ ધરી છે. 

fallbacks

પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં આરોપીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ સહિત વિવિધ 7 રાજયોની ઓપન યુનિવર્સીટીની બોગસ ડિગ્રી અને માર્કશીટ આરોપીએ 50 થી પણ વધુ લોકોને માત્ર 2 થી 5 હજાર રૂપિયામાં વેચી હોવાનું બહાર આવ્યું છે. આરોપી પોતે રાજસ્થાનનો વતની છે અને છેલ્લા બે વર્ષથી બોગસ ડિગ્રી અને માર્કશીટ વેચતો હતો. મહત્વની વાત એ છે કે, લોકો આ બોગસ માર્કશીટ અને ડિગ્રીનો ઉપયોગ વિદેશમાં નોકરી મેળવવા માટે કરતા હતા.

લોકસભા ચૂંટણી 2019: નાણાની હેરફેર પર રહેશે IT વિભાગની બાજ નજર
 
વડોદરા પોલીસ ડીસીપી ઝોન-2 રાજન સુસરાએ કહ્યું કે, પોલીસે આરોપી પ્રિન્સ પાઠકના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ બોગસ ડિગ્રી કે માર્કશીટ ખરીદનારા લોકોની પણ તપાસ શરૂ કરી છે. બોગસ ડિગ્રીના વેપલામાં હજી કોણ કોણ સંડોવાયેલા છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More