Home> Gujarat
Advertisement
Prev
Next

શું વડોદરા ફરી ડૂબશે? 16 ફૂટ પર પહોંચી વિશ્વામિત્રી નદીની સપાટી

ગત વર્ષે વડોદરામાં આવેલા પૂરે ભારે તારાજી સર્જી હતી. ત્યારે હવે ત્યારે વિશ્વામિત્રી નદીની સતત વધતી જતી સપાટી ચિંતાનો વિષય બની રહી છે 

શું વડોદરા ફરી ડૂબશે? 16 ફૂટ પર પહોંચી વિશ્વામિત્રી નદીની સપાટી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતભરમાં ભારે વરસાદી માહોલ છવાયેલો છે. મધ્ય ગુજરાતમાં પણ મેઘ મન મૂકીને વરસી રહ્યો છે. આવામાં વડોદરામાં પણ પાણીમાં ગરકાવ થાય તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. ઉપરવાસમાં સતત વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 18 ફૂટ પર પહોંચી ગઈ છે. આજવા સરોવરની સપાટી વધીને 211.10 ફુટ થઈ છે. પાણીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવાશે. વડસર, સયાજીગંજ, પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાશે. કારણ કે, 20 ફુટની સપાટી પર વિશ્વામિત્રી નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાની શરૂઆત થાય છે. તો વડોદરામાં સતત વરસાદને લઈ તંત્ર એલર્ટ પર આવી ગયું છે. કલેક્ટર શાલિની અગ્રવાલે એક નિવેદનમાં જણાવ્યું કે, દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. કોઈ પણ અધિકારીને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપી છે. વાઘોડિયાના 10 અને ડભોઇના 5 ગામોને એલર્ટ કરાયા છે. હાલ કોઈ પણ ગામ સંપર્ક વિહોણું નથી. 

બીજો પુરુષ ગમી જતા પત્નીએ પતિનો કાંટો કાઢી નાંખ્યો

વડોદરામાં સતત વરસાદના પગલે તંત્ર એલર્ટ પર આવી ગયું છે. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિ કમિશનર નલિન ઉપાધ્યાયે સાથે ઝી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીની સપાટી 18 ફૂટ પર પહોંચી ગઈ છે. તે મામલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી છે. વિશ્વામિત્રીની સપાટી વધશે તો નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડાશે. 

મંગળ બજારમાં પાણી ભરાતા વેપારીઓને અસર થઈ

તો વડોદરામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વડોદરાના મંગળ બજારમાં પણ પાણી ભરાયું છે. શહેરના હાર્દસમા માર્કેટમાં પાણી ભરાતાં વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે. તો સાથે જ વેપારીઓમાં રોષ પણ જોવા મળ્યો છે. અનેકવાર પાલિકામાં રજૂઆત કરી, છતાં સમસ્યાનું નિરાકરણ આવતુ નથી. એકવાર પાણી ભરાય તો 4 કલાક સુધી પાણી ઉતરતા નથી. તેમજ પાણી ભરાવાથી ગ્રાહકો પણ માર્કેટમાં આવતી નથી. જેથી બિઝનેસ પર અસર થાય છે. તો બીજી તરફ, વડોદરામાં સતત ત્રણ દિવસથી વરસાદના કારણે સોસાયટીઓમાં પાણી ભરાયા છે. સોમા તળાવ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે. રુદ્રાક્ષ રેસીડેન્સી, દર્શનમ્, સુવર્ણ ભૂમિ, પામ રેસીડેન્સી, ઓમ બંગલોઝમાં 3 દિવસથી 2 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો પાલિકાની ડ્રેનેજ લાઇન ચોક અપ થઈ જવાથી પાણીનો નિકાલ પણ થઈ નથી રહ્યો. 

સવાર પડે ને હત્યા-લૂંટના બનાવ બને, અમદાવાદનો પૂર્વ વિસ્તાર ગુનાનું એપિ સેન્ટર બન્યું

વૃક્ષ પડવાથી મહિલાનું મોત

ભારે વરસાદને પગલે વડોદરામાં એક મહિલાનો જીવ ગયો છે. શહેરના માંજલપુરમાં આવેલ રણછોડ સોસાયટી પાસે વૃક્ષ ધરાશાઈ થયું હતું. વૃક્ષની નીચે મહિલા દબાતા એક મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. તેમજ મહિલાને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી. જોકે, મહિલા સારવાર પહેલા જ મૃત્યુ પામી હતી. 

વડોદરા નજીકના પાદરા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે પાદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાદરાનું રામેશ્વર તળાવ ઓવરફ્લો થતા લોકોના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદને પગલે પાદરાના શાક માર્કેટ, જાસપુર રોડ, પાટડીયા હનુમાન રોડ, ક્રિષ્ના રેસિડેન્ટ વિસ્તાર, પાણીની ટાંકી જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જાહેર માર્ગો પર પાણી ભરતા રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પાદરામાં 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More