Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરાના વિરાસ ફેમેલીએ લગ્નમાં વગાડ્યા દેશભક્તિના ગીતો, શહીદોને આપી શ્રદ્ધાંજલી

વિરાસ પરિવારમાં મહેશ અને દીપીકાના લગ્ન હતા. પરિવારે પહેલા લગ્નની ધુમધામથી ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ પુલવામામાં આતંકી હુમલામાં જવાનો શહીદ થયા પરિવારે લગ્નને ધુમધામથી ઉજવવાને બદલે શહીદોને શ્રદ્ધાંજલી આપવાનું નક્કી કર્યું હતું.

વડોદરાના વિરાસ ફેમેલીએ લગ્નમાં વગાડ્યા દેશભક્તિના ગીતો, શહીદોને આપી શ્રદ્ધાંજલી

રવિ અગ્રવાલ, વડોદરા: પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને વડોદરામાં વિરાસ પરિવારે અનોખી અને યાદગાર શ્રદ્ધાંજલી આપી છે. વિરાસ પરિવારમાં લગ્ન છે અને લગ્નનો વરઘોડામાં શહીદોને એવી શ્રદ્ધાંજલી આપી કે સૌ કોઇ પ્રશંસા કરી રહ્યું છે.

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી પહેલા પોલીસ બેડામાં 19 IPS સહિત 32 Dyspની બઢતી સાથે બદલી

વિરાસ પરિવારમાં મહેશ અને દીપીકાના લગ્ન હતા. પરિવારે પહેલા લગ્નની ધુમધામથી ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ પુલવામામાં આતંકી હુમલામાં જવાનો શહીદ થયા પરિવારે લગ્નને ધુમધામથી ઉજવવાને બદલે શહીદોને શ્રદ્ધાંજલી આપવાનું નક્કી કર્યું હતું. વિરાસ પરિવારના લગ્નની જાન કારેલીબાગના રામાપીરની ચાલીથી દેવદૂત હોલ સુધી નીકળી હતી. જાનમાં દરેક જાનૈયાઓએ હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ રાખ્યો હતો.

fallbacks

વધુમાં વાંચો: પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં 186 સુરતીઓ શારજાહ ગયા, સુરતી જેસ્મિને ફ્લાઇટ ઉડાવી

ભારત માતાની જય બોલાવી, સાથે જ લગ્નમાં ડીજેમાં માત્ર દેશ ભક્તિના ગીતો વગાડ્યા. એટલું જ નહીં લગ્નમાં તમામ જાનૈયાઓએ હાથમાં સેનાના જવાનોનો જુસ્સો વધારતા પોસ્ટર પણ રાખ્યા હતા. તો વર અને કન્યાની બગ્ગી પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. વર અને કન્યા પણ બગ્ગીમાં હાથમાં રાષ્ટ્રધ્વજ અને સેનાના જવાનોનું પોસ્ટર લઇને બેઠા હતા.

વધુમાં વાંચો: ઊંઝા APMCના રાજકારણમાં ગરમાવો, એકસાથે 948 મતદારો રદ કરાયા

fallbacks

લગ્નમાં કોઇએ ડાન્સ ન કર્યો. તમામ લોકોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. તો જાન પર ટોપમાંથી ત્રિરંગી કાગળોનો વરસાદ કરી સલામી આપી હતી. વિરાર પરિવારના લગ્નમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તમામ જાનૈયાઓ અને વર કન્યા સરકાર પાસે પાકિસ્તાન સામે બદલો લેવાની માગ કરી રહ્યું છે.

વધુમાં વાંચો: નવા કોન્સેપ્ટ સાથે વડોદરામાં સિનિયર સિટીઝન માટે બનાવ્યા મકાન, મળશે આ સુવિધાઓ

fallbacks

વર મહેશ વિરાસે કહ્યું કે શહીદોને લગ્નમાં શ્રદ્ધાંજલી આપવા માટે દેશભક્તિના ગીતો વગાડ્યા હતા. તો લગ્નમાં ચાંજલાની જેટલી પણ રકમ આવશે તે તમામ શહીદોના પરિવારને આપવામાં આવશે. તો કન્યા દીપીકા રાજપૂતે કહ્યું કે, અમે દેશને એકજૂટ થઇ સેનાને સમર્થન આપવા તેમજ સેનાનો જુસ્સો વધારવાનો સંદેશો આપી રહ્યાં છે.

ગુજરાતના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More