Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા તૃષા હત્યા કેસ : તૃષાને મારીને કલ્પેશ તેનો ફોન લઈ ગયો, લોહીવાળુ પાળિયુ ઈલેક્ટ્રીકની દુકાનમાં સંતાડ્યું હતું

ગ્રીષ્મા વેંકરિયા હત્યા કેસ હજી તાજો જ છે, ત્યાં વડોદરાની 19 વર્ષીય તૃષા સોલંકીની એકતરફી પ્રેમમાં હત્યા કરાઈ. વડોદરા પોલીસે અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ તૃષા સોલંકીના હત્યારા કલ્પેશ ઠાકોરને પકડી પાડ્યો હતો. જેણે નેશનલ હાઈવે પાસે કરપીણ રીતે તૃષાની હત્યા કરી હતી. ત્યારે આજે તૃષા સોલંકી હત્યા કેસમાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન કર્યુ હતું. 

વડોદરા તૃષા હત્યા કેસ : તૃષાને મારીને કલ્પેશ તેનો ફોન લઈ ગયો, લોહીવાળુ પાળિયુ ઈલેક્ટ્રીકની દુકાનમાં સંતાડ્યું હતું

રવિ અગ્રવાલ/વડોદરા :ગ્રીષ્મા વેંકરિયા હત્યા કેસ હજી તાજો જ છે, ત્યાં વડોદરાની 19 વર્ષીય તૃષા સોલંકીની એકતરફી પ્રેમમાં હત્યા કરાઈ. વડોદરા પોલીસે અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ તૃષા સોલંકીના હત્યારા કલ્પેશ ઠાકોરને પકડી પાડ્યો હતો. જેણે નેશનલ હાઈવે પાસે કરપીણ રીતે તૃષાની હત્યા કરી હતી. ત્યારે આજે તૃષા સોલંકી હત્યા કેસમાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન કર્યુ હતું. 

તૃષાની હત્યા કરીને કલ્પેશ તેનો મોબાઈલ લઈ ગયો હતો 
ક્રાઈમ બ્રાન્ચે આજે આરોપી કલ્પેશ ઠાકોરને સાથે રાખી તેના ઘરે અને દુકાને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. પોલીસે આરોપી કલ્પેશની દુકાનથી પાડિયું અને તૃષાનો ફોન જપ્ત કર્યો હતો. આરોપીના ઘરેથી કપડાં અને બાઈક કબ્જે કર્યું હતું, સાથે જ લોહીના ડાઘા પોલીસને જોવા મળ્યા હતા. આરોપી તૃષાની હત્યા કર્યા બાદ કલ્પેશ તેનો ફોન લઈ જતો રહ્યો હતો અને સ્વીચ ઓફ કર્યો હતો. પોલીસે તૃષાના ફોન વિશે પૂછતા તેણે પોતાના ટુવ્હીલરના સીટ નીચે છુપાવેલો મોબાઈલ કાઢીને પોલીસને આપ્યો હતો. તો તૃષાને મારવા વપરાયેલુ દોઢ કિલો વજનનુ પાળિયા તેણે ઘરની પાસેની ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં છુપાવ્યુ હતું. જે પોલીસે કબજે લીધુ હતું. તૃષા ગોધરાના સાગર નામના યુવક સાથે પ્રેમ કરતી હોવાથી આરોપી કલ્પેશ રોષે ભરાયો. મારી નહિ તો કોઈની નહિ કહીને તેણે તૃષાને એકતરફી પ્રેમમાં પતાવી નાંખી હતી. કલ્પેશને પકડવા પોલીસે તૃષાના 12 મિત્રોનો સંપર્ક સાધ્યો હતો, અને કલ્પેશ સુધી પહોંચી હતી. 

આ પણ વાંચો : 19 વર્ષીય યુવતીની નેશનલ હાઈવે પર લાશ મળી, હત્યારાએ હાથ પણ કાપી નાંખ્યો હતો

કલ્પેશે જેને પ્રેમ કર્યો, તેનો જ હાથ કાપી નાંખ્યો 
વડોદરામાં એકતરફી પ્રેમમાં યુવકે 19 વર્ષની યુવતીની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. વડોદરા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના જામ્બુવા નેશનલ હાઇવે પાસે લેન્ડ ફિલ્ડ સાઈટ નજીક એકતરફી પ્રેમમાં પાગલ યુવકે 19 વર્ષની તૃષા સોલંકીની કરપીણ હત્યા કરી નાખતા પોલીસ દોડતી થઈ હતી. મૂળ પંચમહાલની તૃષા પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી. બે દિવસ પહેલા રાત્રે ઘરેથી ટ્યુશન જવા પોતાના ટુ વ્હીલર પર નીકળી ત્યારબાદ સીધી તેની લાશ મળી આવી. એકતરફી પ્રેમમાં પાગલ આરોપી કલ્પેશ ઠાકોરે યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. તેણે યુવતીને મળવા બોલાવી પાછળથી યુવતીના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી પાડી દીધી. બાદમાં તેના મોઢાના ભાગે પણ ઘા માર્યા. સાથે જ યુવતીનો હાથ પણ કાપી નાંખ્યો. ઘટના બાદ મકરપુરા પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી સહિત વિવિધ એજન્સીઓએ આરોપીને પકડવા શોધખોળ હાથ ધરી હતી. 

આ પણ વાંચો : ગ્રીષ્માની જેમ જ થઈ વડોદરાની તૃષા સોલંકીની હત્યા, ફેનિલની જેમ કલ્પેશે ધારિયાથી રહેંસી 

વડોદરાના એડિશનલ પોલીસ કમિશનલ ચિરાગ કોરડીયાએ જણાવ્યુ કે, ક્રાઈમ બ્રાન્ચે હત્યા બાદ આખી રાત તપાસ કરી અને આરોપી કલ્પેશ ઠાકોરને તેના માણેજાના ઘરેથી દબોચી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ એકતરફી પ્રેમમાં પાગલ બની તૃષાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી કલ્પેશ યુવતીને છેલ્લા 4 વર્ષથી પીછો કરી હેરાન કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો. કલ્પેશના મિત્ર દક્ષેશ સાથે મૃતક યુવતી અભ્યાસ કરતી હતી. જેથી આરોપીએ યુવતી સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કર્યો પણ યુવતીએ ના પાડી. બાદમાં કલ્પેશે તૃષાને આપઘાતની ધમકી આપી મિત્રતા રાખવા દબાણ કર્યું. જેથી તૃષા મિત્રતા માટે તૈયાર થઈ. કલ્પેશ અને તૃષા વચ્ચે ત્રણ વર્ષ મિત્રતા રહી બાદ તૃષા અભ્યાસ માટે પોતાના વતનમાં જતી રહી હતી, જેથી બંનેની મિત્રતા તુટી ગઈ. બાદમાં બે મહિના અગાઉ તૃષા ફરીથી પોતાના મામાના ઘરે આવતા કલ્પેશે તેને મળવા માટે દબાણ કર્યું. પણ તૃષાએ મળવાની ના પાડતા કલ્પેશે તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. કલ્પેશે તૃષા પર સતત દબાણ કરતા આખરે તે મળવા તૈયાર થઈ. તે પોતાના ટ્યુશનથી છુટી સીધી જ કલ્પેશને મળવા નેશનલ હાઇવે પાસે લેન્ડ ફિલ્ડ સાઈટ પર પહોંચી હતી. બાદમાં કલ્પેશે તૃષાને તિક્ષણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસ તપાસમાં કલ્પેશ ઇલેક્ટ્રિકનું કામ કરતો હોવાનું અને જી.આઈ.ડી.સીમા એક કંપનીમાં નોકરી કરતાં હોવાનો ખુલાસો થયો. 

આ પણ વાંચો : 

ઘટનાસ્થળે પોલીસ સાથે એફ.એસ.એલની ટીમે પણ તપાસ કરી. એફ.એસ. એલની ટીમે ઘટના સ્થળ પરથી વિવિધ પુરાવાઓ પણ એકત્રિત કર્યા. ઘટનાસ્થળે મૃતક તૃષાના પરિવારના સભ્યો પણ પહોંચ્યા હતા. તૃષાના મામાએ આરોપીને ફાંસીની સજા આપવા માંગ કરી સાથે જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર ન રહ્યો હોવાનું કહ્યું. તો ઘટના બની તેની સામે જ એક ઘર આવેલું છે જ્યાં રહેતા ગીતાબેન પાટણવાડીયાએ રાત્રે યુવતીની ચીસો સાંભળી હોવાનું પોલીસને જણાવ્યુ હતું. 

મહત્વની વાત છે તૃષાના હત્યામાં આરોપી કલ્પેશ ઉપરાંત અન્ય શખ્સોની પણ સંડોવણી હોવાની આશંકા છે. જેના પગલે પોલીસે યુવતીના મિત્ર દક્ષેશ, એક યુવતી સહિત 5 શખ્સોને બોલાવી પૂછપરછ પણ શરૂ કરી છે. ત્યારે આગામી સમયમાં હત્યા કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા પોલીસ તપાસમાં સામે આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More