Home> Gujarat
Advertisement
Prev
Next

Vadodara: તમારા બાળકોનું ધ્યાન રાખજો, કોરોનાગ્રસ્ત બાળકોની સ્થિતિ જોઇ આંખો થશે ભીની

કોરોના વાઇરસ હવે નાના બાળકો પર પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. વડોદરા શહેર માં થોડા દિવસ અગાઉ આશરે 40 જેટલા બાળકો કોરોના સંક્રમિત થયા હતા. જેમાં નવજાત શિશુઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે છેલ્લા 24 કલાક માં ફરી એક વાર કોરોના વાઇરસે પાંચ જેટલા બાળકોને પોતાની ચપેટમાં લેતા સમગ્ર શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. 

Vadodara: તમારા બાળકોનું ધ્યાન રાખજો, કોરોનાગ્રસ્ત બાળકોની સ્થિતિ જોઇ આંખો થશે ભીની

હાર્દિક દીક્ષિત/વડોદરા : કોરોના વાઇરસ હવે નાના બાળકો પર પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. વડોદરા શહેર માં થોડા દિવસ અગાઉ આશરે 40 જેટલા બાળકો કોરોના સંક્રમિત થયા હતા. જેમાં નવજાત શિશુઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે છેલ્લા 24 કલાક માં ફરી એક વાર કોરોના વાઇરસે પાંચ જેટલા બાળકોને પોતાની ચપેટમાં લેતા સમગ્ર શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. 

ENBA Awards માં ગુજરાતની નંબર-1 ન્યૂઝ ચેલન ZEE24Kalak ની ધૂમ, મળ્યા ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર

મહત્વ નું છે હાલ આ પાંચેય બાળકો ની સારવાર ચાલી રહી છે, ત્યારે પાંચ પૈકી એક બાળકની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે. સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં અન્ય બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે આ બાળકોની સંભાળ માટે તેમના માતા પિતા પણ પીપીઈ કીટ પહેરીને icu વોર્ડમાં જોવા મળ્યા હતા. મહત્વનું છે કે માતા પિતા સંક્રમિત થવાના કારણે તેમના બાળકોને પણ કોરોના નો ચેપ લાગ્યો હોવાનું સામે આવતા હવે વાલીઓ એ ખાસ સાવધાની રાખવાની જરૂર ઉભી થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More