Home> Gujarat
Advertisement
Prev
Next

પાટીદાર ખેડૂતના આ સાહસને સલામ, એવી ખેતી કરી કે માવઠું ને વાવાઝોડું પણ કંઈ બગાડી ન શકે!

Organic Farming : વડોદરાના શિનોર તાલુકાના પ્રગતિશીલ ખેડૂતે એવી ખેતી કરવાનું પસંદ કર્યું જેને કમોસમી વરસાદ કે વાવાઝોડાની અસર ન થાય, એટલે હળદરની ખેતી કરી 
 

પાટીદાર ખેડૂતના આ સાહસને સલામ, એવી ખેતી કરી કે માવઠું ને વાવાઝોડું પણ કંઈ બગાડી ન શકે!

Gujarat Farmers ચિરાગ જોશી/ડભોઈ : ટેકનોલોજી દિવસનો દિવસ છે આગળ વધી રહી છે ત્યારે ગુજરાતના ખેડૂતો પણ હવે ઇન્ટરનેટના માધ્યમથી અવનવી ખેતીની શોધ કરી લાખો રૂપિયાની કમાણી કરતા થઈ ગયા છે. ત્યારે એવો જ કિસ્સો વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં જોવા મળ્યો છે. બરકાલ ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા ઓર્ગેનિક હળદરની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી છે. સાથે સાથે વડોદરા જિલ્લામાં પણ નામના મેળવી છે.

શિનોર તાલુકાના બડકાલ ગામના પ્રગતિશીલ ખેડૂત બંકિમભાઈ પટેલ દ્વારા પોતાના ખેતરના 6.50 એકરના ભાગમાં ઓર્ગેનિક ખેતીનું વાવેતર કરાયું છે. જેના કારણે રોજિંદા બને અનેક ખેડૂતો આ પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યાં છે. પ્રગતિશીલ ખેડૂત બંકિમ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી કેડા કપાસ, દિવેલા સહિતના પાકોનું વાવેતર કરતા હતા. પરંતુ હાલનો સમયમાં વાતાવરણમાં હવે કોઈ ભરોસો નથી રહ્યો જેના કારણે અવનવી ખેતી વિચારી રહ્યા હતાં.

ગુજરાતનું આ મંદિર દિવસમાં બે વાર ગાયબ થઈ જાય છે, રહસ્યો અને ચમત્કારોથી ભરેલું છે

વિચાર કેવી રીતે આવ્યો
બંકિમ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ઇન્ટરનેટ અને સમાચારપત્રોના માધ્યમથી અવનવી ખેતી કરવાના પ્રયાસો હાથ ધરતા હતા. તેવામાં youtube પર તેઓ સર્ચ કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓને હળદરની ખેતી વિશે જાણવા મળ્યું હતું. જેને લઈને તેઓ અનેક રાજ્યોની અંદર હળદરની ખેતી કેવી રીતે થાય છે અને તેના માટે કયા કયા સાધનોની જરૂરિયાત છે તે જાનકારી એકત્રિત કરી પોતાના ખેતરની અંદર ચાલુ વર્ષે ઓર્ગેનિક હળદરનું વાવેતર કર્યું હતું. આ ઓર્ગેનિક હળદરની ખેતીમાં 9 મહિનાનો સમય લાગે છે. પરંતુ તેની સામે વાતાવરણની કોઈપણ અસર રહેતી નથી. કારણ કે બેથી અઢી ફૂટ જેટલા તેના છોડ થાય છે અને તેનું સીધું બંધારણ જમીન સાથે હોય છે. જેના કારણે કમોસમી વરસાદ કે પછી વાવાઝોડાની કોઈ અસર થતી નથી. એક એકરની અંદર 400 કિલો જેટલી હળદરનો મલબત પાક મળતો હોય છે.

fallbacks

હળદરના પાક કરવા ક્યાં કયા સાધનોની જરૂર પડશે?
સૌપ્રથમ તો કાચી હળદરને છૂટી પાડવા માટે મસાલા ચક્કી, બોઇલર અને પોલીસ મશીન જેવા સાધનોની જરૂરિયાત પડતી હોય છે. એટલું જ નહીં પ્રગતિશીલ ખેડૂત દ્વારા બજારમાં મળતા લાખોની કિંમતવાળા સાધનોનો ઉપયોગ નથી કર્યો. પરંતુ પોતાની આગવી સૂઝબૂઝથી પોતાની જાતે સાધનો ઘરે બનાવ્યા છે, જેના કારણે તેઓ કમાણીની સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ પણ ઓછું કરી રહ્યાં છે. બીજી બાજુ જાતે જ ઓર્ગેનિક હળદર કસ્ટમર સુધી પહોંચાડવા માટે પોતાના ખેતરની અંદર એક ઘંટી બનાવી છે. પરંતુ કોઈ પણ ઘંટીને ચલાવવા માટે થ્રી ફેઝ કનેક્શન હોવું જોઈએ. પણ આ પ્રગતિશીલ ખેડૂત બંકિમ પટેલ દ્વારા સિંગલ ફેઝની મોટર બનાવી ઘંટી ઉપર હળદર દળવાનું કામ કરી રહ્યાં છે.

fallbacks

વેચાણની પદ્ધતિ
બજારમાં મળતી અનેક કંપનીની હળદરમાં ભેળસેળ યુક્ત હોવાનું સામે આવ્યું છે. એવામાં પ્રગતિશીલ ખેડૂત બંકીમભાઈ પટેલ દ્વારા પોતાના ખેતરમાં પકવેલી ઓર્ગેનિક હળદરના પેકિંગ સાથે બજારમાં મળતી હળદરનાથી પણ ઓછા ભાવ લઈ કસ્ટમરના હાથ સુધી પહોંચાડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમ તો બજારમાં 280 થી 350 રૂપિયા સુધી એક કિલોનો હળદરનો ભાવ હોય છે. પરંતુ આ ખેડૂતો દ્વારા 220 રૂપિયાના કિલોના ઓછા માર્જિન છે અને ઓર્ગેનિક હળદર પહોંચાડી રહ્યા છે.

fallbacks

ખેડૂતના નવા સાહસના લોકો વખાણ કરી રહ્યા છે
તાજેતરમાં જ ગુજરાતમાં આવેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની કમર ભાંગી નાખી છે ત્યારે વડોદરાના શિનોર તાલુકામાં પણ અનેક ખેડૂતોના દિવેલા, કેડ કપાસ જેવા પાકોને મોટું નુકસાન થવાનો વારો આવ્યો છે. ત્યારે આ ખેડૂતે પકવેલી ઓર્ગેનિક હળદરને લઈને રોજિંદાપને ચારથી પાંચ ખેડૂતો આ પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યા છે અને તેઓ પણ પ્રગતિશીલ ખેડૂત બંકિમ પટેલ જેવી યુક્તિ કરી પોતાના ખેતરની અંદર હવે અવનવા પાક કરવા માટે માહિતી લઈ રહ્યા છે.

આઈ હેટ યૂ પપ્પા... લખીને ધોરણ-11ની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં આપઘાત કર્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More