Home> Gujarat
Advertisement
Prev
Next

આર્મી ઓફ મહેંદી ગ્રૂપના રાજ્યવ્યાપી નેટવર્કનો પર્દાફાશ : વિધર્મી કપલને કરતા હતા ટાર્ગેટ

Vadodara News : વડોદરા પોલીસની તપાસમાં આર્મી ઓફ મહેંદી ગ્રૂપના રાજ્યવ્યાપી નેટવર્કનો પર્દાફાશ... આ ગ્રૂપના સભ્યો સમગ્ર રાજ્યમાં વિધર્મી કપલ અંગેની માહિતી આયોજન પૂર્વક રાજ્ય વ્યાપી નેટવર્કમાં ફેલાવતા હતા... પોલીસ તપાસમાં 5 મહિનામાં લઘુમતી કોમની યુવતીઓનાં 15 હિન્દુ મિત્ર સાથે મોબ લિંચિંગ કર્યું હોવાનો ઘટસ્ફોટ

આર્મી ઓફ મહેંદી ગ્રૂપના રાજ્યવ્યાપી નેટવર્કનો પર્દાફાશ : વિધર્મી કપલને કરતા હતા ટાર્ગેટ

Love Jihad રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરામાં વૈમનસ્ય ફેલાવવાના કેસમાં મોટા ખુલાસા થયા છે. વડોદરા પોલીસની તપાસમાં આર્મી ઓફ મહેંદી ગ્રૂપના રાજ્યવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ ગ્રૂપના સભ્યો સમગ્ર રાજ્યમાં વિધર્મી કપલ અંગેની માહિતી આયોજન પૂર્વક રાજ્ય વ્યાપી નેટવર્કમાં ફેલાવતા હતા. પોલીસ તપાસમાં 5 મહિનામાં લઘુમતી કોમની યુવતીઓનાં 15 હિન્દુ મિત્ર સાથે મોબ લિંચિંગ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. કોઈ પણ મુસ્લિમ યુવતી અન્ય ધર્મના  યુવક સાથે નજરે પડે તો ગ્રૂપમાં મેસેજ નાંખવામાં આવતો. તેમની બાઇક અથવા કારના નમ્બરના આધારે મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઓળખ કરવામાં આવતી. 

લઘુમતી કોમની યુવતીઓને અન્ય ધર્મના યુવાનો સાથેની સંગત અને મિત્રતાથી દૂર કરવા માટે ગુજરાતમાં સોશિયલ મીડિયાન ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં આર્મી ઓફ મહેંદી અને લશ્કરે આદમ નામથી રાજ્યવ્યાપી નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. 2023 ના ફેબ્રુઆરીથી જુલાઈ સુધીના ગાળામાં 15 જેટલા કપલના વીડિયો ઉતારીને યુવક સાથે મોબ લિચિંગ કરાયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 

ગુજરાતમાં વરસાદનો પાંચમો રાઉન્ડ પણ ફેલ જશે, નબળા ચોમાસાની છે ભયાનક આગાહી

સમગ્ર ગુજરાત રાજ્યમાં આર્મી ઓફ મહેંદી, લશ્કરી આદમ અને કટ્ટરપંથી ગ્રૂપ ફેલાયું છે. આ ગ્રૂપના સદસ્યો ગ્રૂપમાં જ મેસેજ મૂકાય તેના આધારે વાહનોનો પીછો કરતા, તેમનો હેતુ લઘુમતી કોમની યુવતીઓની અન્ય ધર્મના યુવકો સાથેની મિત્રતા તોડવાનો હતો. તેથી ગ્રૂપના સદસ્યો આવી યુવતી-યુવકોના ફોટો પાડી લેતા. જો યુવક મુસ્લિમ સિવાય અન્ય ધર્મના હોય તો તેમને ટોળામાં જઈને ટોર્ચર કરાતું અથવા માર મરાતો. 

વડોદરા પોલીસને એક મોબાઈલમાંથી ડિલીટ કરી દેવાયેલ આર્મી ઓફ મહેદી ગ્રૂપની આખી ચેટ મળી આવી છે. જેમાંથી વાંધાજનક ચેટ, ઓડિયો મેસેજ અને અનેક વીડિયો મળી આવ્યા છે. હાલ આ ગ્રૂપના 20 એક્ટિવ મેમ્બરની પોલિસ દ્વારા સઘન પૂછપરછ કરાઈ રહી છે. ડિલિટ થયેલા ગ્રુપમાં 550 મેમ્બર હતા અને નવા ગ્રુપમાં 350 છે. 

જો હાથમાં આ કાગળ હશે તો તેમને અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવતા કોઈ રોકી નહિ શકે

આર્મી ઓફ મહેંદી નામનું સૌથી પહેલુ કટ્ટરપંથી ગ્રૂપ બનાવાયુ હતું. જેમાં 550 સભ્યો હતો. આ ગ્રૂપ 4 મહિના એક્ટિવ રહ્યું, જેના બાદ તેને ડિલીટ કરીને નવું લશ્કરે આદમ નામનું બીજુ ગ્રૂપ બનાવાયું. જેમાં 350 સભ્યો જોડાયા હતા. 

કોમી વૈમનસ્ય ફેલાવવાનો હેતુથી વડોદરાની ગોત્રી પોલીસ દ્વારા ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી એક મુસ્તકીમ ઈમ્તિયાઝ શેખ ગત જાન્યુઆરી મહિના સુધી ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર યુનિટી ઓફ મુસ્લિમનો સભ્યો હતો. હાલ વડોદરા પોલીસ ત્રણેય યુવકોના વીડિયો તપાસી રહી છે. 

આજે રક્ષાબંધનમાં રાખડી બાંધવાના એક નહિ ત્રણ મુહૂર્ત છે, આ સમય છે સર્વશ્રેષ્ઠ

આરોપીઓના નામ

  • મુસ્તકીન ઈમ્તિયાઝ શેખ - ફતેપુરા
  • બુરાનવાલા નજુમિયા સૈયદ - પાણીગેટ
  • સાહિલ સહાબુદ્દીન શેખ - રાજમહેલ રોડ

ઉલ્લેખનીય છે કે, કોમી વૈમનસ્ય ફેલાય તેવો વીડિયો વાયરલ કરવા મામલે વડોદરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. તાજેતરમાં મુસ્લિમ છોકરી અને હિન્દુ છોકરા બેઠેલા હતા, જેઓના નામ પૂછી ઉશ્કેરાટ થાય તેવો વીડિયો બનાવ્યો હતો. અંદાજે બે માસ પૂર્વ અકોટા વિસ્તારમાં વીડિયો બનાવાયો હતો. જેમાં ગોત્રી પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. ARMY OF MAHDI (AS) ગ્રૂપ દ્વારા વીડિયો બનાવવામાં આવ્યો હતો. ફતેપુરા, પાણીગેટ અને રાજમહેલ રોડના ત્રણ યુવાનો દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. યુવક યુવતીના વીડિયો બનાવી કેટલાક પરિવારો અને યુવતીઓને બ્લેક મેલ કરી હોવાની ઘટના સામે આવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદની જેમ મુસ્લિમ સંગઠન પણ સક્રિય થયું છે. હિન્દુ યુવક અને વિધર્મી યુવતી પકડીને વીડિયો બનાવ્યો, યુવકને માર માર્યો હતો. 

બહેનોની રક્ષા માટે શહીદી વહોરનારના પાળિયાને રાખી બાંધી રક્ષાબંધન ઉજવતું ઝાલાવાડ, Photos

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More