Home> Gujarat
Advertisement
Prev
Next

કાળી ચૌદશની રાતે પોલીસે સ્મશાનમાં બતાવ્યો ચમત્કાર, ભક્તો પર વરસાવી લાઠી

કહેવાય છે કે કાળી ચૌદશની રાત તાંત્રિકો માટે ખૂબ મહત્વની હોય છે. કાળી ચૌદશ (Kali Chaudas) ની મધરાત્રિએ તાંત્રિકો સ્મશાનમાં જઈ વિવિધ પ્રકારના અનુષ્ઠાન તેમજ સાધના કરતા હોય છે. ત્યારે વડોદરા (vadodara) માં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કાળી ચૌદશ હોવાથી શહેરના ખાસવાડી સ્મશાન ખાતે શહેરના નાગરિકો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અચાનક પોલીસની એન્ટ્રી થતા અફરાતફરીનો મહોલ સર્જાયો હતો.

કાળી ચૌદશની રાતે પોલીસે સ્મશાનમાં બતાવ્યો ચમત્કાર, ભક્તો પર વરસાવી લાઠી

હાર્દિક દિક્ષીત/વડોદરા :કહેવાય છે કે કાળી ચૌદશની રાત તાંત્રિકો માટે ખૂબ મહત્વની હોય છે. કાળી ચૌદશ (Kali Chaudas) ની મધરાત્રિએ તાંત્રિકો સ્મશાનમાં જઈ વિવિધ પ્રકારના અનુષ્ઠાન તેમજ સાધના કરતા હોય છે. ત્યારે વડોદરા (vadodara) માં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કાળી ચૌદશ હોવાથી શહેરના ખાસવાડી સ્મશાન ખાતે શહેરના નાગરિકો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અચાનક પોલીસની એન્ટ્રી થતા અફરાતફરીનો મહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો : વલસાડ : લોકોને આત્મહત્યા ન કરવાની પ્રેરણા આપનાર યુવતીએ જ ટ્રેનમાં જઈને સ્યૂસાઈડ કર્યું  

કાળી ચૌદશની રાત્રે તાંત્રિકો તેમજ ભૂવાઓ દ્વારા સ્મશાનમાં સિદ્ધિ હાંસલ કરવામાં માટે વિવિધ અનુષ્ઠાન કરવામાં આવતા હોય છે. સ્મશાનને જાગૃત કરવાની આ વિધિને લઈને નાગરિકોમાં પણ ઘણા તર્કવિતર્ક હોય છે. ગઈકાલે કાળી ચૌદશની રાત્રે પણ કંઈક આવું જ બન્યું. શહેરના ખાસવાડી સ્મશાન ખાતે માસણી મેલડી માં તેમજ કાળ ભૈરવના મંદિર આવેલા છે. ત્યારે કાળી ચૌદશ હોવાથી રાત્રે મોટી સંખ્યામાં શહેરના નાગરિકો સ્મશાન ખાતે ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો : પેટ્રોલનો ભાવ આસમાને પહોંચતા કંપનીએ પોતાના કર્મચારીઓને ઈ-બાઈક ગિફ્ટ કરી

મહત્વનું છે કે, કોરોના ગાઈડલાઈન અંતર્ગત સરકાર દ્વારા રાત્રિ દરમિયાન કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સ્મશાનમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હોવાની માહિતી મળતાની સાથે જ કારેલીબાગ પોલીસે અચાનક એન્ટ્રી કરી લોકો પર લાઠીઓ વરસાવી હતી. જેના કારણે નાસભાગ મચી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલા ગેરવર્તણૂંકના કારણે ત્યાં ઉપસ્થિત દર્શનાર્થીઓ રોષે ભરાયા હતા. બાદમાં પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા સમજાવટ કરતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More